Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૪૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૩-૩૫
• • • • •
પરિવારની સેવાના અને તેમના આચરેલા આચારમાં વર્તવાના લાભને પણ ધ્યાનમાં નહિ લેતાં તે મરીચિકુમાર પરિવ્રાજક પાસે જ ત્યાગમાર્ગને ગ્રહણ કરવા આવે છે. આવી વખતે પણ તે મરીચિ પરિવ્રાજક તો પોતાના નિત્ય નિયમ પ્રમાણે તે કપિલ રાજકુમારને ભગવાન તીર્થંકરના માર્ગની ઉત્તમતા જણાવવા સાથે પોતાના માર્ગની અધમતા જણાવી તે કપિલકુમારને બીજી વખત પણ સન્માર્ગે જવા માટે શ્રી તીર્થકર ભગવાન પાસે મોકલે છે. અન્ય કેટલાક ગ્રંથકારોના કહેવા પ્રમાણે તો ભગવાન શ્રી ઋષભદેવજી નિર્વાણ પામ્યા પછી આ કપિલકુમારનો પ્રસંગ બને છે, તો ત્યાં પણ ભગવાન ઋષભદેવજી મહારાજના મોક્ષથી લાખ ક્રોડી સાગરોપમો સુધી પટ્ટપરંપરાએ મોક્ષમાર્ગ પ્રવર્તેલો હોવાથી મોક્ષમાર્ગની સીડીએ ચઢવાવાળા મહાન સિદ્ધ પુરુષોની પાસે તે કપિલરાજકુમારનું સન્માર્ગના ઉપદેશક એવા મરીચિના કહેવાથી જવું થયું અને તે સિદ્ધ પુરુષોનો મોક્ષપદને પમાડનારો અવ્યાહત માર્ગ તે કપિલને ન રૂચ્યો અને તે મરીચિ પરિવ્રાજકના ઉપદેશ તરફ અત્યંત આકર્ષાયેલો હોઈ પાછો તે મરીચિ પાસે જ આવ્યો, અને તે સિદ્ધ પુરુષોનો મોક્ષ માટે અવ્યાહત એવો પણ માર્ગ પોતાને રૂચ્યો નહિ અને પોતે તમારી જ પાસે એટલે મરીચિ પરિવ્રાજક પાસે જ જે પરિવ્રાજકપણારૂપ માર્ગ છે તે જ તેને અનુસરવા માગે છે એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું.
આવી રીતે કપિલરાજકુમાર અસાધારણ રીતે અનુરાગવાળો થઈ મરીચિ પાસે જ પરિવ્રાજકપણું લેવાની માગણી કરે છે, ત્યારે તે વખતે પણ મરીચિ પરિવ્રાજક તે ભગવાન ઋષભદેવજીના શાસનમાં પ્રવર્તનારા સિદ્ધ પુરુષોની ખરેખર ઉત્તમ માર્ગનું પ્રયાણ જણાવવા સાથે પોતાની હીનતા અને અધમગતિની પ્રયાણતા જણાવી સ્પષ્ટ રીતે પોતાની અશક્તિ અને આસકિત જાહેર કરે છે, અને એવી રીતે તીર્થવર્તી મહાનુભાવોની ઉત્તમતા અને પોતાની અધમતા જાહેર કરીને જ માત્ર નહિ બેસી રહેતાં તે કપિલરાજકુમારને બીજી વખત પણ ભગવાન ઋષભદેવજી પાસે કે સિદ્ધ પુરુષો પાસે મોકલે છે.
આ બધી હકીકત વિચારતાં વાચકોને સ્પષ્ટપણે માલમ પડશે કે તે મરીચિકુમાર પોતે અશક્તિ કે આસક્તિને લીધે ત્રિલોકનાથ તીર્થકરના સંયમમાર્ગથી દૂર થયો છે, છતાં પણ અન્ય જીવોને ભગવાન તીર્થકરના સન્માર્ગમાં દાખલ કરવા માટે કેટલા બધા સ્વાર્થભોગ સાથે પ્રયત્ન કરવામાં કટિબદ્ધ થયો છે. આવી રીતે પતિતદશામાં પણ સ્વાર્થનો ભોગ આપી પોતાની અધમતા જાહેર કરવાપૂર્વક તીર્થવર્તી મહાનુભાવોની ઉત્તમતા જે કપિલને સન્માર્ગે લઈ જવા માટે જાહેર કરી છે તે તેની મોક્ષમાર્ગના પરોપકાર પરાયણતાને કોઇપણ પ્રકારે ઘટિત થયા વગર રહેતી નથી. આ મરીચિ પરિવ્રાજક અને કપિલ રાજકુમારના પ્રસંગમાં એ વાત પણ જરૂર ધ્યાનમાં રાખવાની છે કે અન્ય કહેવાતા સન્માર્ગ પ્રરૂપકો