Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૪૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૩-૩૫
એમ કહેવું જ જોઈએ કે કડવા તુંબડાના શાકમાં સોમલનો વઘાર થયેલો છે.
આ ઉપર જણાવેલી આત્મ પ્રશંસા વિદ્યમાન ગુણોને અંગે પણ બીજા અવગુણો ન હોય તો પણ સજ્જનોને શોભે તેમ નથી, તો પછી પોતાના કે પોતાના સમુદાયના અનેક અવગુણો પોતાના લક્ષ્યમાં હોવા છતાં તથા અન્ય વ્યક્તિ કે અન્ય સમુદાયના અનેક ગુણો પોતાના અનુભવમાં હોવા છતાં માત્ર એકાદ માની લીધેલા ગુણને અંગે સ્વ કે સ્વસમુદાયની પ્રશંસા કરવામાં આવે, અને અન્ય કે અન્ય સમુદાયના સાચા તો શું પણ માની લીધેલા અવગુણોને નામે નિંદા કરવામાં આવે તો તે આત્મ પ્રશંસક અને પરનિંદકની ગતિ અને પરિણતિ કેવી હોય તે વિચારવાનું વાચકોને જ સોંપવું યોગ્ય છે. શાસ્ત્રકારો તો શ્રી દશવૈકાલિક વિગેરે આગમારા પાસત્થા, ઓસન, અને કુશીલિયા વિગેરેની પણ નિંદા કરવાની મનાઈ કરે છે તો પછી જેઓ ઈર્ષાની ખાતર જ માત્ર પોતાના જ સમુદાયના અવયવને બહુમાન, વંદનઆદિકના શાસ્ત્રોકત ઉચિત પ્રસંગોને આદરવા તૈયાર ન હોય અને તે પ્રસંગોથી છટકી જવાને માટે તે અવયવની હીનતા ભદ્રિક લોકોની આગળ જાહેર કરી નિંદકની કોટિમાં પોતાના આત્માને દાખલ કરે, તેવા મનુષ્યને શાસ્ત્ર-અપેક્ષાએ કઈ સ્થિતિ હોય તે સર્વજ્ઞ ભગવાન સિવાય અન્યને જાણવું મુશ્કેલ
આ પૂર્વે જણાવેલી હકીકત કોઈની પણ નિંદા કે પ્રશંસા માટે નથી, પણ મરીચિકુમારે પરિવ્રાજકપણામાં પણ જે સન્માર્ગની દેશના આપી અને જે દેશનાને લીધે શ્રોતાઓમાંથી ઘણો સારો ભાગ ત્યાગમાર્ગ લેવા તૈયાર થાય છે અને તે પણ ખુદું મરીચિપરિવ્રાજક પાસે જ શિષ્યવૃત્તિ કરી ત્યાગમાર્ગ આચરવા માગે છે, તે દેશના કેટલી બધી ઉત્કૃષ્ટ હોવી જોઈએ તેનો વિચાર કરવા કરતાં તે ત્યાગને સન્મુખ થયેલા એટલું જ નહિ પણ પોતાની પાસે જ શિષ્ય થવા તૈયાર થયેલાની આગળ પોતાથી સર્વથા ભિન્ન વેષવાળા અને આચારવાળાની પ્રશંસા કરવી અને તે એટલા જ માટે કે તે ત્યાગમાર્ગ લેવા માટે તૈયાર થયેલો મનુષ્ય કે તેનો સમુદાય મારી પાસે શિષ્યવૃત્તિ ન ગ્રહણ કરે પણ આત્માના કલ્યાણમાં કટિબદ્ધ થયેલા ઉચ્ચતમ કોટિમાં વર્તતા સાચી રીતે ભવસમુદ્રથી તારનારા આ અન્ય મહાત્માઓ જ છે, અને તેઓની પાસે જ આ શ્રોતાવર્ગ જો શિષ્યવૃત્તિ આચરે તો જ તેઓનું કલ્યાણ છે, એવી ધારણા રાખી એ અન્ય મહાત્માઓની પ્રશંસા કરવી જરૂરી ગણી છે, તે મરીચિપરિવ્રાજકનો આત્મા શ્રોતાઓને ભવોદધિથી તારવારૂપી પરોપકાર કરવા માટે કેટલા બધા સ્વાર્થનો ભોગ આપે છે એ સમજવું સામાન્ય મનુષ્યને માટે પણ અશક્ય નથી. સામાન્ય રીતે અન્યની પ્રશંસા કરવાઢારાએ પોતાના સ્વાર્થનો ભોગ આપી, પરોપકાર કરવો મુશ્કેલ છે, તો પછી પોતાના શ્રોતાવર્ગ આગળ પોતાની અધમતા જાહેર કરી,