Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૪૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૩-૩૫ જ્યારે નિરાધાર નથી હોતા ત્યારે પણ અન્ય મહાનુભાવોના સદગુણો અને પોતાના દુર્ગુણોને આવેલો ભક્ત ભાગી ન જાય તે અપેક્ષાએ કહેવાને તૈયાર નહિ થતાં આવેલા ભક્ત સાંભળેલા પણ અન્ય મહાનુભાવોના સદગુણોને અનેક કલ્પિત રીતિએ વખોડીને તથા અછતા અવગુણોને કલ્પનામાત્રથી દેખાડીને વળી સદ્ગણોને પણ અવગુણરૂપે દેખાડીને આવેલા ભક્તને પોતાની સેવામાં જોડવા તૈયાર થાય છે, ત્યારે આ મરીચિ પરિવ્રાજક નિરાધાર દશામાં પડેલો છતાં સન્માર્ગના સ્વરૂપકથરૂપી શુદ્ધદેશનાને કેટલી બધી અને કેવા પ્રસંગે જાળવે છે તે ખરેખર વિચારવા જેવું જ છે. વાચકો પ્રતિવર્ષ પર્યુષણાના દિવસોમાં અદ્વિતીય મંગળકારી પર્યુષણાકલ્પને સાંભળે છે, અને તેથી તેઓને સારી રીતે જાણવામાં આવેલું હશે કે મરીચિ પરિવ્રાજક પરિવ્રાજકપણાની સ્થિતિમાં આવ્યા પછી અનેક રાજકુમારોને સન્માર્ગનો પ્રતિબોધ આપી શાસનના ધોરી સન્દુરુષો પાસે દીક્ષા લેવા મોકલી આપે છે, છતાં જ્યારે તે મરીચિ પરિવ્રાજક અત્યંત બિમાર થાય છે અને ભિક્ષાચરી તો શું પણ પાણી લાવવાની પણ અડચણ પડે છે, નથી તો તે પૂર્વકાળના અત્યંત પરિચિત મહામુનિઓ તે મરીચિકુમારને અસંયત ધારીને તેનું વૈયાવચ્ચ કરતા, તેમજ તે મરીચિકુમાર પરિવ્રાજકે પ્રતિબોધ આપીને મુનિમહારાજાઓ પાસે જેઓને ચારિત્ર લેવા મોકલ્યા છે અને તે મરીચિ પરિવ્રાજકના પ્રતાપે ચારિત્રને પામ્યા છે તેવા રાજકુમારાદિ નિગ્રંથો પણ તે અત્યંત બિમાર એવા મરીચિ પરિવ્રાજકનું અસંમતપણું ધારીને જ વૈયાવચ્ચ કરતા નથી.
આ બધી હકીકતથી સ્પષ્ટ થશે કે મરીચિ પરિવ્રાજક ઉપદેશની શૈલીને અંગે અત્યંત પ્રભાવશાળી છતાં પણ કેવળ નિરાધાર સ્થિતિમાં જ છે. આવી નિરાધાર સ્થિતિમાં પણ તે મરીચિ પરિવ્રાજક સપુરુષોની ચરણસેવા આત્માને ઉદ્ધારનારી અને ધર્મનું કારણ છે એવા વિચારથી કે અન્ય કોઈપણ વિચારથી તે માર્ગવર્તી સપુરુષોથી જુદો પડતો નથી, અને કેટલાક ગ્રંથકારોના હિસાબે ભગવાનની સાથે જ અને કેટલાક ગ્રંથકારોના હિસાબે ભગવાનના શાસનમાં રહેલા સિદ્ધપુરુષો સાથે જ વિહાર કરે છે, અને સાથે જ રહે છે.
ઉપર જણાવેલી ગ્લાનદશામાં પણ નિરાધારપણાનો ખરેખરો અનુભવ તે મરીચિ પરિવ્રાજકને થયેલો હતો અને તે અનુભવની વખત દુનિયામાં બને છે તેમ ભીડને ભાંગવાવાળા ભેરૂને ભેટવા તેને તાલાવેલી થઈ, પણ ઉત્તમપુરુષોની ઉત્તમતાનો એ જ પ્રભાવ હોય છે કે તેઓ ઉન્માર્ગ અને અધમપ્રવૃત્તિના વિચારવાળા લાંબો કાળ હોય નહિ, અને તેથી તે મરીચિ પરિવ્રાજકનું નિરાધારપણું, એમને એમ રહેવા છતાં જ્યારે તે આરોગ્યદશામાં દાખલ થયો ત્યારે તે પોતાના નિરાધારપણાને સર્વથા ભૂલી ગયો અને તેથી ગ્લાનદશા આવવા પહેલાં જેવી રીતે રાજકુમારાદિકોને સન્માર્ગનો પ્રતિબોધ આપી મુનિ મહારાજાઓની ઉત્તમતા અને પોતાની અધમતા જણાવવાપૂર્વક સન્માર્ગવત મહામુનિઓ પાસે