Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૫૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૩-૩૫ પંચાતિયો એટલે પાપસાધુ
દેશ તરફની ફરજ વધારે કિંમતી છે, પરંતુ દેશ તરફની ફરજ કરતા પોતાના પ્રાન્ત પરત્વેની ફરજ વધારે મહત્વવાળી છે, તેના કરતાં ગામ પ્રત્યેની ફરજનું મહત્વ વધારે છે, તેના કરતાં ઘર પ્રત્યેની ફરજ મોટી છે અને એ જ ન્યાયે આખા ઘર કરતાંએ પોતાનાં બૈરી છોકરાં તરફની ફરજ વધારે મહત્વની માની લીધેલી છે. હવે જે સાધુએ પોતાની એ ઘર તરફની ફરજનો ત્યાગ કર્યો છે તે સાધુ પાછો આખા દેશની પદગલિક વિચારણાઓને જ ચિંતવવા માંડે તો તેની સ્થિતિ વમેલાનું પ્રાશન કરનારા જેવી છે અને જે એવી પૌદ્ગલિક વિચારણાઓમાં જ સાધુ થઈને પણ ચકચૂર છે તેને આ મહાન શાસન ખુલ્લેખુલ્લી રીતે “પપસાધુ” કહે છે. ખરેખરી મમતા પોતાના ઘર અને પોતાના બાયડી છોકરાં ઉપર હોય છે, માટે તેનો ત્યાગ કરી પારકાના સંસારનો સાધુઓએ વિચાર કરવો એથી મમતાદોષ લાગતો નથી!” એવો અર્થવાદ કદી જૈનશાસને કબુલ રાખ્યો જ નથી. વીજળીના તારને ભાવપૂર્વક અડકો, માધ્યસ્થભાવે અડકો કે દ્વેષપૂર્વક અડકો પરંતુ તે છતાં તેનો સ્પર્શમાત્ર પ્રાણહારક નીવડે છે, તે જ પ્રમાણે પૌગલિક વિચારોને પણ સ્પર્શનારો - પછી તે ગમે તે ભાવપૂર્વક એને સ્પર્શતો હોય તો પણ તે એમાં બંધન પામે છે. એટલા જ માટે દેશ, સમાજ, શહેર કે ગામને નામે પદ્ગલિક પ્રવૃત્તિ આદરનારો એને જૈનશાસન પાપસાધુ કહે છે. લોકિક અને લોકોત્તર માર્ગ.
હવે વિચાર કરો કે છકે ગુણસ્થાનકે પ્રવર્તનારો મન અને વિચારોથી રહિત હોતો નથી. તે વિચારોથી યુક્ત છે અને છતાં તે પૌગલિક વિચારોનું સેવન કરી શકતો નથી. બીજી બાજુએ મન વિચારોથી શૂન્ય રહી જ શકતું નથી તો હવે વિચાર કરો કે મુનિ શું ચિંતવતા હશે? આ જટિલ પ્રશ્નનો જવાબ જૈનશાસન આપે છે. જૈનશાસન કહે છે કે મુનિ એ લોકોત્તર માર્ગનું ચિંતવન કરનારો હોય છે. હવે લૌકિક અને લોકોત્તર માર્ગનો તફાવત ધ્યાનમાં લેવાની જરૂર છે. તમારે અમદાવાદ જવું હોય તો અમદાવાદનો માર્ગ તમારે જાણવો રહ્યો અને મુંબઈ જવું હોય તો મુંબઈનો માર્ગ તમારે જાણવો રહ્યો છે. જો તમે માર્ગ જ ન જાણતા હો તો તમારી દશા એવી થશે કે તમે * ઉધના જતાં કતારગામ જઈ પહોંચશો !!! એ જ પ્રમાણે લૌકિક અને લોકોત્તર માર્ગ પણ તમારે જાણવા જ રહ્યા. લૌકિક અને લોકોત્તર
* ઉધના અને કતારગામ એ બે ગામો સુરત જિલ્લામાં સામસામી દિશાએ આવેલાં છે અને સુરત જિલ્લામાં આ વાક્ય કહેવતના રૂપમાં વપરાય છે.