Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૫૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૩-૩૫ તેને કાંઈક નવીન મેળવવાનુંય નથી એટલા જ માટે તેને વિચાર કરવાનું પણ હોતું નથી. તેરમે ગુણસ્થાનકે રહેલા જે સર્વજ્ઞ છે તેમણે કોઈપણ ચીજ એવી નથી કે તે નહિ જાણેલી હોય ! દરેક ચીજ, દરેક કાળ એ સઘળું તેઓશ્રી સંપૂર્ણ રીતિએ જાણે છે, તેમને કાંઈપણ જાણવાનું બાકી રહેલું હોતું નથી, તે જ પ્રમાણે તેમને કાંઈપણ નવું મેળવવાનું અથવા તો જુનું ત્યાગવાનું પણ હોતું નથી એટલે જ તેમને મન અને વિચાર હોતા નથી. જાણવાનું બાકી શું?
જ્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે જગતના સઘળા પદાર્થોને જ્ઞાની જાણી લે છે, અને તે સઘળું જાણી લે છે એટલે જ તેને નવું કાંઈપણ જાણવાનું રહેતું નથી અને નવું જાણવાનું ન હોવાથી એ સ્થાને દ્રવ્યમન અથવા વિચારો કરવારૂપ ભાવમનનું પણ ત્યાં અસ્તિત્વ માનવામાં આવ્યું નથી. કોઈ એવી શંકા કરશે કે કેવળજ્ઞાનીઓ જ્ઞાન થયા પછી પહેલા સમયમાં જ જો બધા પદાર્થોને અને જે કાંઈ છે તે બધાને જાણી લે છે તો પછી બીજા સમયમાં તેઓ શું જાણતા હશે? જો ત્રણે કાળના અને ત્રણે લોકના પદાર્થો કેવળજ્ઞાની પહેલા જ સમયમાં જાણી લેતા હોય તો પછી એવી કઈ વસ્તુ છે કે જે તેમને જાણવાને માટે બાકી રહે છે? તમારી શંકાનો ઉત્તર એ છે કે કેવળજ્ઞાનીને નવું જાણવાનું કાંઈપણ બાકી રહેલું નથી. શાસ્ત્રની દ્રષ્ટિમાં અને લૌકિક દ્રષ્ટિમાં બહુ મહત્વનો તફાવત રહેલો છે. લૌકિક દ્રષ્ટિ પ્રમાણે આપણને જે વાસ્તવિક જણાય-અથવા જે રીતે વસ્તુઓનું સ્વરૂપ આપણે પારખી શકીએ છીએ તેને આપણે જ્ઞાન કહીએ છીએ. શાસ્ત્ર અતીત, અનાગત અને વર્તમાનકાળના સઘળા પદાર્થોને તેના સત્યસ્વરૂપે જાણવા એને જ્ઞાન કહે છે. હવે એ જ્ઞાન પામીને પદાર્થ જાણનારો તે પદાર્થોને કેવી રીતે જાણે છે તે સમજો. જે સમયે કેવળજ્ઞાની અતીત, અનાગત અને વર્તમાન એ ત્રણે કાળના પદાર્થોને જાણે છે તે સમયે અતીતકાળના પદાર્થોને થઈ ગયેલા તરીકે જાણે છે, અનાગતકાળના પદાર્થોને તે થવાના છે એ રૂપે જાણે છે અને વર્તમાનકાળના પદાર્થો તે થાય છે એ રીતે જાણે છે. કાળની ઘટમાળ ચાલુ જ છે.
કાળનું ચક્ર સદા ઘટમાળની માફક ફરતું જ રહે છે તે કદી શાંત થતું નથી અથવા અટકી જતું નથી. આમ હોવાથી આજે જે વર્તમાનકાળ છે તે આવતી કાલે અતીતકાળ બની જાય છે અને ગઈકાલે આજનો દિવસ અનાગતકાળ હતો. તે દિવસ આજે વર્તમાનકાળ બનવા પામે છે. એ જ ઉદાહરણ અહીં પણ લાગુ પાડવાનું છે. પહેલા સમયમાં કેવળજ્ઞાની કેટલાક પદાર્થોને થઈ ગયેલા તરીકે જાણે છે, કેટલાક પદાર્થોને થવાના તરીકે જાણે છે અને કેટલાક પદાર્થોને થતા-થઈ રહેલા તરીકે જાણે છે. હવે બીજા કાળ આવે છે એટલે પહેલા સમયમાં જે થવાના પદાર્થો તે થઈ રહેલા પદાર્થો બને છે, અર્થાત્