Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૩૮
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૩-૩૫ જ્યાં સુધી મોક્ષતત્વની શ્રદ્ધા કરી તેની જ સાધ્યતા છે એમ મનમાં નિશ્ચિત કરી તેને માટે જ હું ધર્માનુષ્ઠાન કરું છું એવી ધારણા જ્યાં સુધી થાય નહિ ત્યાં સુધી જીવ ભાવાનુષ્ઠાનવાળો થયો છે એમ કહી શકાય જ નહિ. આ દ્રવ્યાનુષ્ઠાન અને ભાવાનુષ્ઠાનનું નિરૂપણ દરેક આત્માએ પોતાના આત્માનું સ્વરૂપ ઓળખવા માટે જરૂરી છે, પણ જે કેટલાક અજ્ઞાની જીવો પોતે ભાવાનુષ્ઠાનને માટે તૈયાર ન થતાં માત્ર બીજા જીવોએ કરાતાં ધર્માનુષ્ઠાનોને દ્રવ્યાનુષ્ઠાનો તરીકે ઓળખાવી કે તે ધર્માનુષ્ઠાનોને ભાવાનુષ્ઠાનોની શૂન્યતાના નામે છોડાવી દે છે અગર છોડાવવા પ્રયત્ન કરે છે તેવા જીવોની અનુકૂળતા થવા માટે કે કરવા માટે આ દ્રવ્યાનુષ્ઠાન, ભાવાનુષ્ઠાનનું સ્વરૂપ કહેવામાં આવ્યું જ નથી, કેમ કે પ્રથમ તો અન્ય જીવ મોક્ષતત્વને જાણતો નથી, માનતો નથી, તેને પરમસાધ્ય તરીકે ગણતો નથી કે તે ધર્માનુષ્ઠાન મોક્ષની પ્રાપ્તિ કરવા માટે કરતો નથી એ જાણવાનું તે અજ્ઞાની જીવોને માટે અશક્ય જ છે. જો કે ભગવાન હરિભદ્રસૂરિજી તો મોક્ષનું સ્વરૂપ જાણવું, માનવું કે તેની સાથતા રાખી ધર્માનુષ્ઠાન એ ભાવાનુષ્ઠાન હોઈ કરવા લાયક છે એમ જણાવવા સાથે તેટલું બધું જ્ઞાન વિગેરે ન હોય અને માત્ર જિનેશ્વર મહારાજે આ કરવાનું કહેવું છે માટે કરવું જોઈએ એવી ધારણા રાખવાવાળાના દ્રવ્યાનુષ્ઠાનને પણ ભાવાનુષ્ઠાન કરવાવાળા જણાવી કરવા લાયક જણાવ્યું છે એટલે જિનેશ્વર મહારાજના શાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલાં અનુષ્ઠાનો મોક્ષપ્રાપ્તિ માટે કરવા આવશ્યક છે, છતાં કદાચ તેવી વિશાળબુદ્ધિ ન હોય અને મોક્ષતત્ત્વનું જ્ઞાન વિગેરે ન મેળવી શક્યો હોય, તો પણ ત્રિલોકનાથ તીર્થકર ભગવાને આ અનુષ્ઠાન કરવાના કહ્યાં છે માટે કરવાં જોઈએ એવી માત્ર ધારણા રાખી, ધર્માનુષ્ઠાન કરનારો મનુષ્ય અસ્મલિત તો શું પણ કદાચિત અલિત એવાં ધર્માનુષ્ઠાન કરે તો પણ તે ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજ સ્પષ્ટ ફરમાવે છે કે ભવિષ્યમાં ભાવઅનુષ્ઠાનને જરૂર પામશે અને તેના ફળરૂપ મોક્ષને પણ અનુક્રમે પામશે. અર્થાત્ જિનેશ્વર મહારાજના શાસનમાં જે જે ધર્માનુષ્ઠાનો નિરૂપણ કર્યા છે તે સર્વ મોક્ષ કે જિનેશ્વરના ભરોસાની બુદ્ધિથી કરવામાં આવે તો તે પયંતે ભાવાનુષ્ઠાનના મોક્ષરૂપ ફળને આપનારા જ થાય છે, તેથી જેઓ પોતે ધર્માનુષ્ઠાનોથી વિમુખ થઈ બીજા ભદ્રિક જીવોના જિનેશ્વર મહારાજના વચનના ભરોસે પણ કરાતાં અનુષ્ઠાનને રોકવા દ્રવ્યાનુષ્ઠાનના નામે પ્રયત્ન કરે છે, તેઓ સ્વયં નષ્ટ થયેલા હોઈ બીજાઓને નાશ કરનારા છે એમ સમજવું, એટલે તત્ત્વદ્રષ્ટિવાળો તો કોઈપણ મનુષ્ય જિનેશ્વર મહારાજના ધર્મના અનુષ્ઠાનોનો નિષેધ કરનારો હોય જ નહિ, કેમ કે તે અનુષ્ઠાનો પૂર્વે જણાવ્યા પ્રમાણે જિનેશ્વર ભગવાનોએ મોક્ષની પ્રાપ્તિ માટે જ જણાવેલાં છે. આ વાત યથાર્થ રીતે સમજનારો મનુષ્ય એ હકીકત સહેજે સમજી શકશે કે મોક્ષની શ્રદ્ધા થાય એ ખરેખર ભવ્યપણાની છાપ છે. અભવ્યજીવને કોઈ દિવસ પણ મોક્ષ નામના તત્ત્વની શ્રદ્ધા હોતી જ નથી. ભવ્ય જીવને પણ સર્વકાળ