Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૩૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૪-૩-૩૫ મોક્ષની શ્રદ્ધા હોય એમ નિયમ નથી, કેમકે તેને પણ જ્યારે મોક્ષની પ્રાપ્તિ થવાની હોય તેનાથી વહેલામાં વહેલી એક પુદ્ગલ પરાવર્તમાં એટલે કે અંતપુદ્ગલ પરાવર્તિમાં જ મોક્ષની ઈચ્છા થાય છે, અને એ જ માટે ભગવાન હરિભદ્રસૂરિજી કહે છે કે મોરવા સોવિ નન્નત્થ એટલે અંતપુદ્ગલ પરાવર્ત સિવાય ભવ્ય જીવને પણ મોક્ષની અભિલાષા થતી નથી, અને એ જ વાત મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે ઘને મલ્લેડનWવિવર્ત અર્થાત્ છેલ્લા સિવાયના પુદ્ગલ પરાવર્તવાળો કઠિન એવો કર્મમલ જો જીવને લાગેલો હોય તો મોક્ષની ઈચ્છા થતી જ નથી. આ બધા વાક્યો ઉપરથી સ્પષ્ટ થાય છે કે અભવ્યને મોક્ષની ઈચ્છા કોઈ દિવસ પણ હોતી નથી, ભવ્ય જીવને પણ એક પુદગલથી અધિક સંસાર હોય તો મોક્ષની ઈચ્છા થતી જ નથી. આ વસ્તુ વાસ્તવિક રીતે વિચારતાં જે કેટલાક મહાપુરુષો અભવ્યને આભોગિક મિથ્યાત્વનો પણ જે નિષેધ કરે છે તે વાસ્તવિક હોય એમ માની શકાય છે, કેમ કે કુદેવ, કુગુરુ અને કુધર્મને પણ સુદેવ, સુગુરુ અને સુધર્મની બુદ્ધિએ તે જ જીવ મુખ્યતાએ આરાધે કે જે જીવને મોક્ષની ઈચ્છા હોય, અને તેને મેળવવા માટે તત્ત્વત્રયીની આરાધના જરૂરી માનતો હોય. અલબત્ત કોઈ શ્રાવકના કુલમાં જન્મેલા અભવ્ય જીવને મોક્ષનું જ્ઞાન ન હોય અગર ઈચ્છા પણ ન હોય, તો પણ કુલાચારની બુદ્ધિથી સુગુરુ, સુદેવ અને સુધર્મને સુગુરુ, સુદેવ અને સુધર્મની બુદ્ધિથી આદરે તથા કુદેવ, કુગુરુ, કુધર્મને કુદેવ, કુગુરુ, કુધર્મની બુદ્ધિથી પરિહરે તો પણ તે મોક્ષના જ્ઞાનને મોક્ષની ઈચ્છા વગરનો હોય ત્યાં સુધી ભાવ સમ્યકત્વ કે નિશ્ચય સમ્યકત્વવાળો કહી શકાય જ નહિ, પરંતુ માત્ર દ્રવ્ય કે વ્યવહાર સમ્યકત્વવાળો જ કહી શકાય. એવી રીતે મિથ્યાત્વીના કુલમાં ઉપજેલો અભવ્ય જીવ પોતાના કુલાચારની અપેક્ષાએ કુદેવ, કુગુરુ, કુધર્મને સુદેવ, સુગુરુ, સુધર્મની બુદ્ધિએ માને તો તે અસંભવિત નથી પણ વિશેષ સંભવિત છે, પણ તેવી રીતે તેવા જીવને થયેલું તે આભોગિક મિથ્યાત્વ માત્ર કુલાચારની બુદ્ધિએ જ હોવાથી દ્રવ્યથી કે વ્યવહારથી જ માત્ર આભોગિક મિથ્યાત્વ છે એમ કહી શકાય, પણ નિશ્ચય કે ભાવથી તેવા જીવની તેવી કરણી આભોગિક મિથ્યાત્વ તરીકે કહી શકાય નહિ. આ વસ્તુ ધ્યાનમાં લેવાથી કેટલાક મહાપુરુષોએ અભવ્ય જીવને પણ પાંચ પ્રકારનું આભોગિક આદિ મિથ્યાત્વ હોય એમ જે જણાવ્યું તે પણ સંગત થશે. કહેવાનું તત્વ એટલું જ કે અભવ્ય કે છેલ્લા પુદ્ગલ પરાવર્ત સિવાયના ભવ્ય જીવો મોક્ષની શ્રદ્ધા કે માન્યતાવાળા હોતા નથી. જો કે તે જીવો સામાન્ય દ્રવ્યશ્રુત પામેલા હોઈ, અગર પૂજાદિકની ઈચ્છાએ સાધુપણું લઈ કાંઈક ન્યૂન દશપૂર્વ સુધીના જબરદસ્ત દ્રવ્યશ્રુતને પામેલા હોવાથી જૈનમાર્ગને જાણનારા અને માનનારા શ્રીસંઘ વિગેરેની આગળ પ્રાસંગિક ધર્મદેશના કરતાં મોક્ષતત્વનું સ્વરૂપ જણાવે છે, પણ તે માત્ર વકીલોની દલીલ જેવું જ છે. વાદી કે પ્રતિવાદીના વકીલો જે જે કેસમાં જે જે દલીલો કરે છે તે દલીલો પોતાને