Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૩૪
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૩-૩૫
વિચિત્રતાને માનવા ન કલ્પી શકાય તેવા ગમાર માણસની માફક તૈયાર થતો નથી. ધર્મ શબ્દના લક્ષ્યાર્થ અને વાચ્યાર્થ.
કેટલાક આર્યાવર્તમાં જન્મ પામ્યા છતાં પણ અનાર્યના જડવાદની જમાવટ કરવાવાળા મનુષ્યો ધર્મશબ્દનો વાચ્યાર્થ અને લક્ષ્યાર્થરૂપે અર્થભેદ નહિ છતાં અથવા એકાઈપણું છતાં લક્ષ્યાર્થ અને વાયાર્થને છૂટા પાડે છે, અને સ્પષ્ટપણે તેઓ જાહેર કરે છે કે અન્ય જિંદગીમાં દુઃખથી બચાવનાર અને સુખને મેળવી આપનાર ધર્મ સિવાય બીજો કોઈ પદાર્થ છે જ નહિ એવું જે કહેવામાં આવે છે તે માત્ર વાચ્યાર્થ તરીકે એટલે શબ્દાર્થ તરીકે જ છે, પણ ધર્મ શબ્દનો લક્ષ્યાર્થ તો એ જ છે કે તે ધર્મના નામે મનુષ્ય આ જિંદગીમાં હિંસા, જૂઠ વિગેરે જુલમના અને અન્યાયના કાર્યોથી બચે, અને તેવી રીતે જુલમ અને અન્યાયોથી બચવાવાળો મનુષ્ય સારી નીતિ અને સારી ચાલચલગતવાળો થઈ સર્વ પ્રકારે યોગ્ય ઉદ્યમ કરવાવાળો થાય અને તેથી મરણપર્યત સુખના સાધનોને મેળવી શકે. આવી રીતે લક્ષ્યાર્થદ્વારાએ ધર્મ સમજાવવાનું તેઓ એટલા માટે જરૂરી માને છે કે જો આવતી જિંદગીના દુઃખોથી બચવા અને સુખોને મેળવવાની કારણતારૂપ વાચ્યાર્થતાધારાએ ધર્મને ન સમજાવતાં ઉપર જણાવેલા લક્ષ્યાર્થદ્વારાએ જ ધર્મ જણાવવામાં આવે તો સત્તા આગળ શાણપણ ચાલે નહિ એ લોકોકિત મુજબ સત્તાધીશ મનુષ્યો પોતાની સત્તાનો અનુપયોગ કે દુરૂપયોગ કરતાં કોઈપણ અંશે સંકોચાય નહિ, કારણ કે તેવા સત્તાધીશોને કોઈપણ બીજી સત્તાનો ડર હોતો નથી, અને સત્તાધીશોની લાધાની સરિતા વહેવડાવવા સજ્જન ગણાતા મનુષ્યો પણ સર્વદા આત્માનું સમર્પણ કરવા તૈયાર હોય છે, તેથી તેઓને પોતાના સત્તાધીશપણાના પ્રભાવથી અપકીર્તિપણાનો અંશે પણ ડર હોતો નથી, એટલું જ નહિ પણ સત્તાધીશોએ અન્યાયથી લીધેલાં રાજ્યો, અયોગ્ય રીતિએ કરેલા શત્રુસૈન્યના સંહારો વિગેરે જગતમાં મહાપુરુષ તરીકે ગણાતા પ્રખર કવિઓએ કાવ્યધારાએ યશોગાનની ગીતામાં ગોઠવી દીધેલાં હોય છે, માટે તેવા સત્તાધીશોને સન્માર્ગની સડક ઉપર સફર કરાવવાનું કોઈપણ જો સાધન હોય તો તે ઉપર જણાવેલો ધર્મ શબ્દનો વાચ્યાર્થરૂપે અર્થ કરવો તે જ છે. આવી રીતે ધર્મ શબ્દના વાગ્યાથને અલગ રાખી માત્ર લક્ષ્યાર્થને નામે લોકોને દોરવવા એ ધર્મને નામે નાસ્તિકતાનું નરકદ્વાર ખોલવા જેવું છે, કેમકે પ્રથમ તો લક્ષ્યાર્થ ત્યાં જ જુદો હોય કે જ્યાં મુખ્યાર્થનો બાધ હોય છે. અહીં ધર્મ શબ્દનો વાચ્યાર્થ તરીકે અન્ય જિંદગીમાં થતાં દુઃખોથી બચવું અને સુખોની પ્રાપ્તિ કરવી એવો જે મુખ્યાર્થ જણાવેલ છે તેમાં કોઈ પણ પ્રકારે બાધ થતો નથી માટે તે વાચ્યાર્થરૂપી મુખ્યાર્થથી ભિન્ન એવો લક્ષ્યાર્થ લેવાની આસ્તિકોને