Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૨૯
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૩-૩૫
કર્મો દૂર કરનાર ચારિત્ર કયું ? તપ સંયમથી સંયુક્ત તે જ વખતે તપ તથા સંયમની જુદી વાત કરીએ ત્યારે સંયમ માત્ર આવતાં કર્મોને રોકે. આપણે ઉપર જે વાત કરી તે સંયમરૂપ ચારિત્રની. “ગો' શબ્દને ગાય” “બળદ' એ બન્ને અર્થ થાય પણ ‘બલીવદ' શબ્દથી બળદ જ સમજાય. એટલા માટે ચારિત્ર મોહનીયના ક્ષયથી તપની પ્રાપ્તિ થાય. મુખ્યતાએ ચારિત્ર મોહનીયના ક્ષયોપશમથી થાય. અહીં પ્રધાનતા દેખાડવા માટે “ચારિત્ર' શબ્દ વાપર્યો છે. આવું તપ કર્મના ક્ષય માટે અનન્ય સાધન છે. શ્રી તીર્થંકરદેવ પાસે સાધનદશાની અપેક્ષાએ સંપૂર્ણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, સાધનદશાને લાયકનું છતાં એમને તપને માટે કેમ ઉદ્યમ કરવો પડ્યો ? અર્થાત્ તપ કેમ કર્યો ? મહાન તપ કર્યો, સજ્જડ ઉદ્યમ કર્યો, શાથી ? તપ અજ્ઞાની કરે એમ મનાય તો ભગવાન મહાવીરદેવ કેવા ઠર્યા ? અહીં અજ્ઞાની ખરા કોણ કર્યા ? આ વાત શાસ્ત્રના હિસાબવાળી સમજવી નહિ. બીજાઓ કહે છે તેના આધારે બોલાય છે. જેવો ઉદ્યમ જ્ઞાન, દર્શન, ચારિત્ર તરફ તેવો ઉદ્યમ તપ તરફ જોઈએ ત્યારે બીજાઓ તપને જાતજાતની પીડા સમજાવે છે ! જેમ પેલો છોકરો બાપની સાથે હીરાનો વેપાર કરવા જવામાં હેરાનગતિ સમજે છે તેવી રીતે અજ્ઞાનીઓ તપશ્ચર્યાથી હેરાનગતિ સમજે છે. સંયમને આપણે કેવું માનીએ છીએ?
વળી, નાસ્તિકો સંયમને ભોગથી ઠગાવાપણું કહે છે. આપણા મગજમાં પણ એ વસ્યું છે પણ સીધી રીતે નહિ, આડકતરી રીતે વર્યું છે કોઈ બાર વર્ષનો છોકરો દીક્ષા લે તો, “આણે ખાધું પીધું શું? એવી જે ભાવના થાય છે એનો અર્થ શો ? એવું શાથી બોલાય છે ? આડકતરી રીતે આ નાસ્તિક માન્યતા છે. ‘ત્યાગ ઉત્તમ છે, ભોગ અધમ છે, એ વાત બોલતાં તમે બંધ થાઓ તો પછી નાસ્તિકોને પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક જે કહો તે માનવામાં કશી હરકત નથી. જેમાં જામીનગીરી નથી તેવા લેણાની કિંમત કશી નથી. મરણના નિમિત્તથી આસ્તિકો સાધવાનું સાધવા પ્રયત્ન કરે ત્યારે નાસ્તિકોએ જુદું જ વાટયું અનેક પ્રકારની તપશ્ચર્યા એ પીડા છે અને સંયમ એ મળેલા ભોગથી વ્યર્થ ઠગાવાનું છે, માટે પ્રવૃત્તિ થાય તેટલી કરી લેવી, પૂરતી મોજ માણી લેવી અને જિંદગીને સાર્થક કરવી, આ તત્વ નાસ્તિકે તારવ્યું !
છેવટે સમજવું જોઈએ કે જન્મોજન્મ સુખનાં સાધનો મેળવ્યાં અને મેલી દીધાં છતાં તેનું ફળ ન મળ્યું તેનું કારણ શું ? આટલી બધી વખતની મહેનત નકામી ગઈ એનું કારણ શોધવામાં કંટાળો હોવો જોઈએ નહિ અને અનાદિથી ચાલુ ભવભ્રમણ માટે ઉદ્વેગ રહે અને ભવભ્રમણ ટાળવા માટે સમ્યમાર્ગની આકાંક્ષા રહે તો જ સમ્યક્ત્વ છે.