Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૨૪
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૩-૩૫
-
-
,
,
,
,
,
,
,
,
,
આમuદેશના
આગમવાર
(દેશનાકાર)
htt/
અચાનક દ .
આજટેક.
धर्मोमंगलमुत्कृष्टं, धर्मः स्वर्गापवर्गदः धर्मः संसारकान्तारोल्लंघने मार्गदेशकः ॥१॥ ફૂંકી ફૂંકીને ઉંદર કરડે છે એ જ કારણે મનુષ્ય જાગી જતો નથી.
શાસ્ત્રકાર મહારાજા કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી ભવ્ય જીવોના ઉપકાર માટે સૂચવી ગયા કે આ સંસારમાં આ જીવ અનાદિકાલથી સુખની આશાએ જ રખડી રહ્યો છે. કોઈપણ ભવમાં એને દુઃખની ઈચ્છા થયેલી જ નથી. જે કંઈ પ્રયત્નો કર્યા છે તે પોતાના સુખને જ માટે છતાં હજી ઈષ્ટ સિદ્ધિ થઈ નહિ. રૂપિયાની હાર થઈ છતાં હારનું કારણ શોધવા કરોડો રૂપિયા ખરચી કમિશન બેસાડયું તે જાણીને કારણ દૂર કરવામાં આવ્યું તો જાપાન સાથે ત્રણ વર્ષ સુધી ટકી શકાયું. આ જીવ જન્મોજન્મ સુખ મેળવવાની મહેનત કરે છતાં મેળવી ન શકે એનું કારણ શોધવાનું નહિ ? પોતાની મહેનત શાથી નકામી જાય છે ? જન્મથી મરણ પર્યત શરીર, માલમિલકત, કુટુંબ, આબરૂ એ બધું આ જીવ સુખ માટે વધારે છે છતાં એને પલકારામાં છોડીને (મૂકીને) ચાલતો થાય છે. વળી બીજા જન્મે ફરી બધું એકઠું કરે છે. વળી ફરી પલકારામાં છોડી દે છે. આ જીવે અનંતી વખત આવી સામગ્રી એકઠી કરી અને સાથે રહી નહિ, ન સામગ્રીનું ફળ પણ રહ્યું છતાં આ જીવને એ સંબંધી કેમ કાંઈ વિચાર આવતો નથી ? જન્મોજન્મ મહેનત કરવી, મેળવવું અને મૂકી દેવું આનો છેડો ક્યાં ? આ વિચાર હજી આવતો નથી એનું કારણ શું ? ઉંદરડો કરડે છે છતાં મનુષ્ય જાગતો કેમ નથી ? માંસમાં કરડે, અરે ! નસ સુધી કરડે છતાં માણસ જાગતો નથી કારણ કે પેલો ફૂંકી ફૂંકીને કરડે છે, તેથી મનુષ્યને જાગવાનો વખત આવતો નથી. તેવી રીતે આ જીવે અનાદિથી મહેનત કરી સામગ્રી મેળવી અને સર્વથા મૂકી દીધી ને સર્વભવના સર્વ પ્રયત્નો નિષ્ફળ ગયા અને આરંભ પરિગ્રહ ને વિષયકષાયથી