Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨ ૨0
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૩-૩પ કોઈપણ પ્રકારનો બાધ નથી અને તે પ્રમત્તપણું વિધિપૂર્વકનું જ હોય એમ કહી શકાય નહિ, અને તેથી જ શાસ્ત્રકારોએ પ્રમત્ત સંયતોને આત્મારંભી, પરારંભી અને ઉભયારંભી માનેલા છે. તેમજ પ્રમત્તસંયતને અંગે શુભયોગ અને અશુભયોગવાળી દશા માનેલી છે તેથી આત્મારંભાદિવાળા અશુભયોગવાળા અને પ્રમત્ત દશા પામવાવાળા સાધુઓને શ્રી તીર્થંકર મહારાજા વિગેરે દીક્ષાઓ આપે છે અને તે પ્રમત્ત દશા વિગેરે અવિધિરૂપ હોઈ દ્રવ્યચારિત્રપણાને ધારણ કરે અને તેથી શ્રી તીર્થકર ભગવાન વિગેરે દ્રવ્યચારિત્ર આપે એમ માનવું પડે.
૩. કુમાર શ્રમણ શ્રીમાન અતિમુક્તમુનિજી સાધુપણું લીધા પછી સ્થવિરો સાથે સ્પંડિલ ગયા છે, ત્યાં માટીની પાળ બાંધી પાણીમાં પોતાના પાત્રને નાવડી તરીકે તરાવ્યું, તે દેખીને સ્થવિર મહાત્માઓ તે અતિમુક્તમુનિજીની તેવી સાધુપણાથી વિરુદ્ધ ચેષ્ટા દેખીને તે અતિમુક્તમુનિજીને નિંદના, ગહેણાના સ્થાનભૂત ગણવા લાગ્યા અને તે અતિમુક્તમુનિજીનું વૈયાવચ્ચ વિગેરે કરવું ઉચિત નથી એમ ધારવા લાગ્યા હોય અને તેથી ભગવાન મહાવીર મહારાજને સ્પષ્ટપણે એમ ફરમાવવાની જરૂર પડી હોય કે હે સ્થવિરો ! તમે તે અતિમુક્ત બાલમુનિ કે જેની બાલ્યાવસ્થાને લીધે કાચા પાણીમાં સચિત્ત માટીથી બાંધેલી પાળે પાણી રોકી, પોતાના પાત્રને નાવડી તરીકે તરાવવારૂપ સાધુપણાને સર્વથા ન છાજતી ચેષ્ટા થયેલી છે, છતાં તે અતિમુક્તમુનિ ચરમશરીરી અને આ ભવમાં જ મોક્ષે જનારા છે, તેમની હેલના, ગઈણા કરો નહિ, અને વૈયાવચ્ચ દ્વારાએ તેમનો ઉપગ્રહ કરો.” આવી રીતે શ્રી ભગવતીજી સૂત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ હોવાથી વિચારક વર્ગ સ્પષ્ટપણે સમજી શકશે કે ભવિષ્યના ઉદયની અપેક્ષાએ અતિમુક્તમુનિજીની અસમંજસ ચેષ્ટા ભવિષ્યના ઉદયની અપેક્ષાએ ઉવેખવા લાયક જણાવી તે વસ્તુ દ્રવ્યચારિત્રની મુખ્યતાવાળી દ્રષ્ટિ વગર સંભવી શકે જ નહિ.
૪. ભગવાન તીર્થંકર મહારાજાની આગળ ઐહિક ફળની અગર પૌદ્ગલિક વસ્તુની અભિલાષાએ પણ હિંસાદિક પાપનો પરિહાર કરવામાં આવે તો કોઈપણ સ્થાને એમ નથી જણાવ્યું કે ત્રિલોકનાથ તીર્થકર મહારાજે તે પાપનો પરિવાર ન કરવા ફરમાવ્યું. જો કે આત્મકલ્યાણની દ્રષ્ટિથી જ હિંસાદિક પાપોનો પરિહાર કરવો તે ગુણસ્થાન ની દ્રષ્ટિ અને પરમાર્થ વૃત્તિથી યોગ્ય છે, પણ તેનો અર્થ એ નથી કે આત્મકલ્યાણની દ્રષ્ટિ ન થઈ હોય તેટલા માત્રથી પાપનો પરિહાર થતો હોય તો પણ ન કરવો કે પાપની પ્રવૃત્તિ કરવી કે છૂટ રાખવી.
૫. શ્રી ભગવતીજી અને પ્રજ્ઞાપના વિગેરે શાસ્ત્રોમાં સ્પષ્ટપણે ફરમાવવામાં આવ્યું છે કે વ્યવહાર રાશિમાં જે જીવ અનંતકાળથી આવ્યો છે, તે દરેક જીવ અનંતી વખત દ્રવ્યચારિત્ર (આત્મકલ્યાણની