Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
,
,
,
,
૨૧૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૪-૩-૩૫ સીમાએ પહોંચેલી ચક્રવર્તીની ઋદ્ધિ કરતાં પરોપકારમાં જન્મ પામતી અને પરોપકારમાં પરિણમતી તીર્થકરપણાની ઋદ્ધિને અનંતગુણ અધિક ગણી શકાય તેવી ઋદ્ધિ તરફ વગર વિચાર્યે ઓધિકવૃતિએ પણ મરીચિકમારનો જીવ આકર્ષાય અને તેથી ચક્રવર્તીની રદ્ધિના ભોગને છોડી શ્રી તીર્થકર ભગવાનની ઋદ્ધિની છાયામાં પણ વસવાનું કરે (જો કે મરીચિકુમારની દીક્ષા વખતે મહારાજા ભરતે પખંડનો જય કરી ચક્રવર્તિપણાનો અભિષેક પ્રાપ્ત કરેલો નથી, તો પણ ભગવાન રૂષભદેવજીના કેવળ વખતે જ મહારાજા ભરતને ચક્રરત્ન ઉત્પન થઈ ગયેલું છે અને તેથી મરીચિકુમારને મહારાજાપણાની રાજઋદ્ધિ ભોગવટામાં ચાલુ છતાં ચક્રવર્તિપણાની રાજઋધ્ધિનો ભોગવટો હસ્તપ્રાપ્ત જ છે એમ કહેવામાં કોઈ જાતનો બાધ નથી.)
ત્રિલોકનાથ તીર્થકરની ધ્ધિના દેખવાથી પ્રતિબોધ પામેલા મરીચિકુમારે ત્રિલોકનાથ ભગવાન યુગાદિદેવ પાસે દીક્ષા ગ્રહણ કરી. આ સ્થાને કેટલાક વિચારોનો અવકાશ હોવાથી તે વિચારો સાથે કરી લેવા તે અયોગ્ય ગણાશે નહિ.
૧ ભગવાન તીર્થકરો જે જીવોને સાધુપણું આપે તે જીવો ભાવચારિત્રવાળા જ હોય કે દ્રવ્યચારિત્રવાળા પણ હોય ? આ વિચારમાં ઊતરતાં પ્રથમ એ સમજવાની જરૂર છે કે જેમ લબ્ધિઆદિની અપેક્ષાએ કર્મનો ક્ષયોપશમ થયા વિના કે પ્રત્યાખ્યાનના ભાવ વગર કરાતાં પચ્ચખ્ખાણો દ્રવ્યપચ્ચખાણરૂપ છે તેવીજ રીતે પ્રત્યાખ્યાન કરતી વખતે તે પ્રત્યાખ્યાન કરનારની શુદ્ધ અને તીવ્ર ભાવના હોવાથી તત્કાળને અંગે ભાવપચ્ચખ્ખાણ ગણી શકાય એવું છતાં પણ જો તે પચ્ચખ્ખાણ કાળાંતરે વિર્ષોલ્લાસની મંદતાને લીધે ઉદય આવતાં કર્મોના કિલષ્ટ ઉદયને લીધે તે બાધિત થઈ જાય અર્થાત્ ચારિત્રથી પતિત થાય અગર પચ્ચખાણ તોડનારો થાય, તો તેનું તે પચ્ચખાણ કે ચારિત્ર દ્રવ્ય પચ્ચખ્ખાણ કે દ્રવ્યચારિત્ર જ ગણાય છે (જુઓ હરિભદ્રીય પ્રત્યાખ્યાનાષ્ટક). આ અપેક્ષાએ ભગવાન રૂષભદેવજી મહારાજે મરીચિને અને ભગવાન મહાવીર મહારાજાએ હાલિક, જમાલિ અને દિષેણજી વગેરેને આપેલી દીક્ષાઓ કાળાંતરે બાધિત હોવાથી દ્રવ્યદક્ષાઓ જ ગણી શકાય છતાં પણ તે મરીચિકુમાર વગેરેને તેવી કાલાંતરે બાધિત થનારી હોવાથી દ્રવ્યદીક્ષા તરીકે ગણાતી દીક્ષાઓ ભગવાન યુગાદિદેવ વગેરે તીર્થંકરદેવોએ આપેલી છે માટે તીર્થકર મહારાજાઓ જે દીક્ષાઓ આપે તે કાળાંતરે પણ અબાધિત રહે અને તેથી ભાવદીક્ષા જ હોય એવો નિયમ રહેતો નથી. . આ સ્થાને જેઓ ભવિતવ્યતા અને ગુણવિશેષદર્શનની શાસ્ત્રમાં રહેલી પંક્તિઓને આગળ કરે છે તેઓએ સમજવું જોઈએ કે ભવિતવ્યતા અને ગુણવિશેષદર્શન એ બે હેતુઓ ત્રિલોકનાથ તીર્થંકરની પ્રેક્ષાપૂર્વકકારિતાના અંગે થતી શંકાના સમાધાનને અંગે જ ઉપયોગી છે, પણ તે ભવિતવ્યતા અને ગુણવિશેષદર્શન એ બંનેમાંથી એક પણ વસ્તુ તે નંદિષણ આદિકના દ્રવ્યચારિત્રપણાને ખસેડવામાં અંશે પણ ઉપયોગી થાય તેમ નથી. ભવિતવ્યતા અને ગુણવિશેષદર્શન એ બે હેતુઓ કોઈપણ સ્થાને શ્રી જિનેશ્વર મહારાજાએ કે ગણધર મહારાજાએ પ્રતિપાદન કરેલા નથી કેમકે તેમણે પ્રતિપાદન કરેલા