Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨ ૨૧
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૩-૩૫
સાધ્યદ્રષ્ટિ સિવાયનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ચારિત્ર) પામેલો છે, અને તેને લીધે અનંતી વખત ચાહે તે ભવ્ય હોય કે અભવ્ય હોય તો પણ નવરૈવેયક પામેલ છે. આવી રીતે વસ્તુસ્વરૂપ તરીકે ગણાવી તે દ્રવ્યચારિત્રનું હેયપણું જણાવવા માટે એકપણ સ્થાને એક પણ વચન કહેવામાં આવ્યું નથી. (આત્મકલ્યાણની દ્રષ્ટિના અભાવને અંગે થયેલું ઘણું જ અલ્પ ફળ જણાવતાં અવ્યાબાધ ફળરૂપી મહાસાધ્યની અપેક્ષાએ અધમપણું જણાવાય પણ તેથી ફળના કારણરૂપ ચારિત્રનું અધમપણું તો કોઈપણ દિવસ કોઈપણ વિચક્ષણથી જણાવાય નહિ.)
૬. આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીના જણાવવા પ્રમાણે મોક્ષ પ્રાપ્તિને માટે સાધનભૂત ભાવચારિત્ર પ્રાપ્ત થવા પહેલાં અનંત વખત દ્રવ્યચારિત્ર હરેક જીવને પ્રાપ્ત થયેલાં જ હોય છે. (આ વાક્ય શાસ્ત્રોમાં સર્વ જીવને અનંત વખત રૈવેયકની પ્રાપ્તિ નિયમિત જણાવી છે, તેને અંગે જ હોય. મરુદેવામાતા જેવા કોઈક જીવને દ્રવ્યચારિત્રની પ્રાપ્તિ થયા સિવાય પણ એકદમ ભાવચારિત્રની તો શું પણ તદ્ભવ મોક્ષ સાધવાવાળા ભાવચારિત્રની પણ એકદમ પ્રાપ્તિ થાય છે, પણ તે બનાવ સૂત્રોક્ત અનંત વખત રૈવેયક પ્રાપ્તિના વાક્યથી બરોબર મળતો ન હોઈ આશ્ચર્યરૂપ ગણાય છે અને તેથી જ આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મરુદેવામાતાની તે ચારિત્ર પ્રાપ્તિને આશ્ચર્યરૂપ જણાવે છે.) આ પ્રમાણે દરેક સિદ્ધિપદ પ્રાપ્ત કરનારા જીવો અનંત વખત દ્રવ્યચારિત્ર પામેલા હોય તે નિયમિત જ છે અને તેવા તે ચારિત્રો શ્રી તીર્થકર ભગવાનો કે ગણધર મહારાજાઓના હાથે ન થયેલા હોય એમ કહી શકાય જ નહિ.
૭. કોઈપણ અભવ્ય કે ભવ્ય મિથ્યાદ્રષ્ટિ જીવ તત્ત્વથી જીવાદિક નવતત્વને ન માનનારો હોવાથી મોક્ષતત્ત્વને ન માને અને તેથી શ્રી તીર્થકર મહારાજની ઋદ્ધિ અને પૂજા, માન્યતા દેખીને તે ઋદ્ધિઆદિને માટે જ દીક્ષા લે અને તેથી તેને તે વખતે કાંઈક ન્યૂન દશપૂર્વ સુધીના શ્રુતની પ્રાપ્ત થાય. આ વાત શાસ્ત્રકારો સ્પષ્ટપણે જણાવે છે એ ઉપરથી સ્પષ્ટ એમ માની શકાય છે કે ત્રિલોકનાથે તકર ભગવાન, ગણધર મહારાજા કે અભિન્ન દશપૂર્વધરો સુધીના આચાર્યાદિકોને હાથે દ્રવ્ય દીક્ષા થાય.
૮. ભગવાન મહાવીર મહારાજની વખતે અદ્વિતીય સન્માન કરવાની દ્રષ્ટિએ સન્માન કરવા તૈયાર થયેલા દશાર્ણભદ્ર મહારાજાની ચક્ષુ, ઈદ્ર મહારાજની અનુપમ સમૃદ્ધિ દેખીને મીંચાઈ ગઈ અને અનુપમતા જાળવવા માટે દીક્ષા લીધી, તેનો વિરોધ ત્રિલોકનાથ તીર્થકરે કર્યો નથી,
ઉપર જણાવેલી હકીકતથી એમ માનવું અયોગ્ય નહિ ગણાય કે ભગવાન તીર્થકર દેવોના હાથે - દ્રવ્યદીક્ષા ન થાય એમ નહિ. જો કે મરીચિકુમારની દીક્ષા સમ્યકત્વ રહિત ત નથી, કેમકે નિયુક્તિકાર