Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૬)
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૯-૧-૩૫
નાશ કરનારો નથી માટે એના ગુણોની અનુમોદના થાય છે. પેલામાં અવગુણો સર્વનાશક રહેલા છે,
જ્યારે ગુણો ઉપર ચોટીયા રહેલા છે, એ ગુણો સ્વતંત્રપણે નાશ પામનારા છે, જ્યારે આમાં તો ગુણો વધવાના છે તેથી આવો નિયમ છે. શાસ્ત્રકારો મનુષ્યભવની દુલર્ભતા શાને અંગે કહે છે? એ ભવને શાને અંગે વખાણે છે?
શ્રી તીર્થંકરદેવો આ ગુણની અનુમોદના કરાવે છે. ઔપશમિક, લાયોપથમિક અને ક્ષાયિકને ધર્મ કહે છે પણ કર્મના ઉદયથી થનારી ચીજની અનુમોદના શાસ્ત્રકાર કરે નહિ. ક્રોધાદિ કષાયો, આરંભ પરિગ્રહાદિ કર્મોદયથી થાય છે માટે તેની અનુમોદના હોય નહિ. અહીં પણ શંકાકાર શંકા કરી શકે છે : “મનુષ્યપણું કર્મના ઉદયથી થયેલું છે, કર્મના ક્ષયથી થયું નથી, તો પછી શાસ્ત્રકાર એ મનુષ્યપણાને વખાણે છે કેમ ? એમ વખાણવાથી મનુષ્ય પાપ કરે તેની અનુમોદના લાગે કે નહિ ? મનુષ્યભવની દુર્લભતા જણાવી એનાં વખાણ ઠામઠામ કર્યા છે તો મનુષ્યો જેટલા કર્મ બાંધે તેની અનુમોદના તીર્થકરને લાગે ? વળી મિથ્યાત્વગુણસ્થાનક કહ્યું એમાં ગુણપણું શી રીતે ?” આનું સમાધાનઃ એ સ્થાનેથી ભદ્રિકમાવકારા સમ્યકત્વની સન્મુખ થવાય છે તેને અંગે એને ગુણસ્થાનક કહેલ છે. વળી ભગવાન પ્રશંસા કરતા નથી પણ સ્વરૂપ જણાવે છે, ભૂમિકા બતાવે છેઃ મિથ્યાત્વ ભાવ દુર્લભ છે એમ કયાંય પણ જણાવતા નથી મિથ્યાત્વ છતાં ભદ્રિકપણું હોય, રૂચિ હોય તેને અંગે એ સ્થાનને ગુણસ્થાનક ગણવામાં આવેલ છે. મનુષ્યપણું કર્મના ઉદયથી થયેલું છેઃ મિથ્યાત્વીપણામાં માર્ગાનુસારીપણું કાંઇક કર્મની મંદાશ થવાથી થયેલ છે. ઔપશમિકાદિ ત્રણે ભાવોની પ્રશંસા જગા જગા પર (સર્વત્ર) થઈ શકે છે પણ અહીં ભગવાને કર્યું ઉત્તમ ગણાવ્યું? ભગવાને કાંઇ મનુષ્યપણાના કર્મની કુથલીની અનુમોદના કરી નથી. મોક્ષ મેળવવાની લાયકાત મનુષ્યભવમાં છે એ અપેક્ષાએ ભગવાન મનુષ્યભવમાં ઉત્તમપણું જણાવે છે. મનુષ્યભવમાં ધર્મ સાધી શકાય છે, ચારિત્ર આરાધી યાવત્ મોક્ષ મેળવી શકાય છે એ અપેક્ષાએ ભગવાને એ ભવનું ઉત્તમપણું જણાવેલ છે એટલે મનુષ્યોનાં કર્મોની અનુમોદના ભગવાનને લાગતી નથી, કેમકે અનુમોદન થતું નથી.
એક માણસને એના પગે શાહીનો ડાઘ પડ્યાનું જણાવીએ, એકને દાળના ડાઘનું, એકને કચરાના ડાઘનું અને એકને વિષ્ટાનો છાંટો પડ્યો છે એમ જણાવીએ તો વિષ્ટાના છાંટાથી ખરડાયેલો તરત પગ ધોવા દોડશે, બીજા એકદમ એમ નહિ કરે તેવી રીતે મિથ્યાત્વ પણ મહામલિન ચીજ છે. એ સાંભળે એને તરત ' એ દૂર કરવાનું મન થાય. મનુષ્યપણાથી જીવ ધર્મ કરી મોક્ષ મેળવી શકે માટે ઔદયિક એવું મનુષ્યપણું પ્રશંસું. મનુષ્યપણું દુર્લભ શાથી ? મનુષ્યપણું આપણે પારકા પાસે લેવું નથી, આપણને એ મળે તેમાં બીજા જીવોને અડચણ નથી છતાં દુર્લભ કેમ? મનુષ્યપણાની ગતિનું આયુષ્ય બાંધવાની લાયકાત આવવી મુશ્કેલ પડે છે માટે એ દુર્લભ છે. પ્રકૃતિએ કષાયો પાતળા હોય, દાનરૂચિપણું હોય અને મધ્યમ ગુણો હોય તો જ મનુષ્યગતિનું આયુષ્ય બાંધી શકાય. આ ત્રણે ચીજો આપણે મેળવી ત્યારે મનુષ્યપણું મળ્યું, દેવ, ગુરુ, ધર્મ પણ મળ્યા છતાં આપણને ધર્મની આરાધના મુશ્કેલ પડે એ કઈ દશા? જેઓને મળેલ નથી, મળવું મુશ્કેલ છે તેઓની વાત ક્યાં કરવી ? જો દુર્લભતા લાગી હોય તો મળેલી મનુષ્ય જિંદગીને સાર્થક કરી સાચી પ્રવૃત્તિ કરી લેવી ઘટે છે જેથી શાશ્વત્ સુખની પ્રાપ્તિ થાય.