Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
• • • • • • • • • • • •
• • • • • • ::
૧૬૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૯-૧-૩પ - આચાર્ય ભગવાન ધર્મઘોષસૂરિના મુખે કુતિપ્રતિબંધારVITદ્ધર્મ ધ્યતે એટલું જણાવેલું છે, પણ તે જ કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજીએ શ્રી યોગશાસ્ત્ર વિગેરે શાસ્ત્રોમાં દુર્ગતિમાં પડતા જીવોને બચાવવારૂપ ધારણ અર્થ લેવા સાથે સદ્ગતિમાં સ્થાપવારૂપ પોષણ અર્થ પણ લીધેલો જ છે, પણ શ્રુતકેવળી સમાન શ્રી ધર્મઘોષસૂરિજીના મુખમાંથી તે અર્થ તે સદ્ગતિમાં ધારણ કરવારૂપ પોષણ અર્થ નથી લીધો, તેમાં કોઈપણ પ્રકારે વિરોધ લઈ શકાય તેમ નથી, કારણ કે જેમ એક ત્રાજવાનું અવનમન તેજ બીજા ત્રાજવાનું ઉન્નમન અને એક ત્રાજવાનું ઉન્નમન તે જ બીજા ત્રાજવાનું અવનમન છે. જેમ તે તુલાનું ઉન્નમન અને અવનમન ક્રિયા અને ભાવસ્વરૂપ હોઇ અભાવરૂપ કહી શકાય નહિ, પણ ઉન્નમન, અવનમન બંને સદ્ભાવ સ્વરૂપ છે, તેવી રીતે જેટલા અંશે આત્માને દુર્ગતિનું નિવારણ થાય તેટલે જ અંશે સદ્ગતિની પ્રાપ્તિ થાય છે, અને જેટલે અંશે સદ્ગતિની પ્રાપ્તિ થાય તેટલે જ અંશે દુર્ગતિનું નિવારણ થાય છે, એટલે જેમ તુલાનું ઉન્નમન કે અવનમન કે બંને કહેવામાં કોઇ પ્રકારે વિરોધનો અવકાશ નથી, તેવી રીતે અહીં પણ દુર્ગતિનું વારણ કે સદ્ગતિની પ્રાપ્તિ એ બંને કે બંનેમાંથી કોઈપણ એક કહેવામાં વિરોધની શંકાને અવકાશ નથી. એટલી શંકા જરૂર થાય કે દુર્ગતિનું નિવારણ કહેવાથી જેમ સદ્ગતિની પ્રાપ્તિ નિયમિતપણે ધ્વનિત થાય છે, તેમ સદ્ગતિની પ્રાપ્તિ કહેવાથી દુર્ગતિનું નિવારણ પણ સ્પષ્ટપણે ધ્વનિત થતું હતું તો પછી કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજીએ દુર્ગતિના નિવારણના કથનથી સદ્ગતિની પ્રાપ્તિનું ધ્વનિતાણું કર્યું, પણ સદ્ગતિની પ્રાપ્તિના કથનથી દુર્ગતિના નિવારણનું ધ્વનિતપણું કેમ કર્યું નહિ ? આ શંકાના સમાધાનમાં પ્રથમ તો એ જ સમજવાનું કે આ આત્મા અનાદિના વિવિધ કર્મસંયોગથી અજ્ઞાની હોઈ દુર્ગતિ તરફ જ દોરાયેલો રહેલો છે, માટે તે દુર્ગતિની બચવાના સાધનો તરફ સહેજે તેની વૃત્તિ થઈ આવે, અને તેથી દુર્ગતિની પ્રાપ્તિનાં સાધનોને દૂર કરવાનો ઉપદેશ કરવા તૈયાર થાય તેમાં આશ્ચર્ય નથી. જગતના નિયમ પ્રમાણે સારું પ્રાપ્ત કરવા પહેલાં ખોટાથી દૂર રહેવાની પ્રાથમિક જરૂર ગણીને પણ દુર્ગતિ નિવારણદ્વારાએ ધર્મશબ્દના ધૃ ધાતુનો ધારણરૂપ અર્થ જણાવ્યો હોય તો પણ નવાઈ નથી આ બધી હકીકત સગતિ શબ્દ દેવ અને મનુષ્યગતિરૂપ સાંસારિક શુભ ગતિને ઉદેશીને જ કહેવામાં આવી છે, પણ જો મોક્ષરૂપ અસાંસારિક શુભ ગતિની પ્રાપ્તિને અંગે જો પોષણ અર્થ લઈ વાત કરવામાં આવે તો પૂર્વે જણાવેલો તૂલાનમને ન્યાય લેવો નહિ અને મોક્ષરૂપ સદગતિની પ્રાપ્તિ કરાવનાર સદનુષ્ઠાન પણ ધર્મ છે એમ ગણી યોગશાસ્ત્રાદિકમાં કહેલો મોક્ષ સુધીની સદગતિનો માર્ગ લેવો.
જાહેર ખબર
ટૂંક સમયમાં પ્રગટ થશે.
નવા છપાતા ગ્રંથો. ૧. તત્ત્વતરંગિણી.
૧. આચારાંગવૃત્તિ. ૨. લલિતવિસ્તરા.
૨. ઉપદેશમાલા અપરનામ પુષ્પમાલા. ૩. સિદ્ધપ્રભા બૃહદ્ વ્યાકરણ.
૩. તત્ત્વાર્થસૂત્ર શ્રી હરિભદ્રસૂરિ ટીકા.
૪. ભગવતીજી શ્રી દાનશેખરસૂરિ વૃત્તિ. શ્રી જૈનાનંદ પુસ્તકાલય, ગોપીપુરા, સુરત.