Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૬૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૯-૧-૩પ એવાં જે જે કાર્યો તે તે ધર્મશબ્દથી કહેવાય છે. ધર્મશબ્દની વ્યુત્પત્તિ.
તેટલા જ માટે ધર્મ શબ્દનો પારલૌકિક જિંદગીને અંગે ધર્મશબ્દમાં રહેલા વૃધાતુનો અર્થ જણાવતાં ધર્મશાસ્ત્રકારો સ્પષ્ટપણે જણાવે છે કે, કુતિપ્રપતિનંતધારVIઈ સવ્ય અર્થાત્ દુર્ગતિમાં પડતા એવા જીવને જે માટે સત્કાર્યો બચાવી લે છે, તે માટે જ તે સત્કાર્યોને ધર્મ એમ કહેવામાં આવે છે. જગતમાં કેટલીક વસ્તુઓ જેમ સ્વભાવથી ખરાબ હોય છે. તેમાં કેટલીક વસ્તુઓ ખરાબ સંયોગોને અંગે ખરાબ હોય છે, અને બુદ્ધિશાળી પુરુષને ખરાબ સંયોગને અંગે ખરાબ રૂપે દેખાતી અસલ વસ્તુને શોધવાનું જરૂરી હોય છે. જગતમાં દેખીએ છીએ કે ખાણમાંથી શોધેલા હીરા નીકળતા નથી, શોધેલું સોનું નીકળતું નથી દરિયામાં ચોખ્ખા મોતીના ઢગલા હોતા નથી, જો કે તે હીરા, સોનું અને મોતી સ્વભાવે શુદ્ધ સ્વરૂપ હોય છે, પણ ઇતરના સંયોગોમાં તે ખરડાયેલા રહે છે અને તેથી તેને મૂળથી અશુદ્ધરૂપે આપણે દેખીએ છીએ, અને શોધક મહાશયોના પ્રયત્નોથી જ તેના મૂળ શુદ્ધ સ્વરૂપને પ્રગટ થતું આપણે જોઈ શકીએ છીએ. તેવી રીતે શાસ્ત્ર અને પરીક્ષાની દૃષ્ટિએ સમ બુદ્ધિથી જોનાર મનુષ્ય સ્પષ્ટપણે જાણે, માને અને ઉપદેશ છે કે આ આત્મા પણ તે હીરા, મોતી અને સોનાની માફક ભવિષ્યમાં શુદ્ધતમ સ્વરૂપવાળો થવાનો હોઇ શદ્ધ સ્વરૂ૫ છતાં પણ કર્મરૂપ અન્ય પદાર્થના સંયોગથી અશુદ્ધ સ્વરૂપ ધારણ કરનારો થયો છે, અર્થાત્ કોઇપણ આત્મા અનાદિથી શુદ્ધ સ્વરૂપવાળો છે જ નહિ. જો કે શાસ્ત્રજ્ઞ પુરુષો સિદ્ધ મહારાજાઓને અનાદિના માને છે, પણ તે સિદ્ધને અનાદિપણું કાલના અનાદિપણાને આભારી છે. પણ કોઇપણ જીવ શાસ્ત્રજ્ઞોએ એવો તો માનેલો જ નથી કે જેને કર્મરૂપ ઇતર પદાર્થોનો સંયોગ હોય જ નહિ. અર્થાત્ સર્વજીવ કર્મરૂપ ઇતરપદાર્થની અનાદિથી વિટાયેલા જ છે, અને તેથી સર્વજીવો અનાદિથી સ્વસ્વભાવને ભૂલેલા હોઇ પરસ્વભાવમાં જ પડેલા છે એમ જે શાસ્ત્રજ્ઞો માને છે તે યુક્તિયુક્ત જ લાગે છે. હવે વિચારવાની જરૂર એ છે કે ઇતર પદાર્થરૂપે રહેલો કર્મસંબંધ પણ શુભ અને અશુભ એમ બે પ્રકારનો છે. તેમાં શુભ કર્મસંયોગ જો કે ઇતર સંયોગ છે, પણ તે આત્માની માનસિક, વાચિક અને કાયિક એ ત્રણ પ્રકારની શુભ કે શુદ્ધ પ્રવૃત્તિ ઉપર જ આધાર રાખે છે, અને તેવી શુભ કે શુદ્ધ પ્રવૃત્તિનો આધાર તેના તેવા પરિણામ ઉપર રહેતો હોવાથી અને પરિણામનો આધાર મુખ્ય ભાગે પુરુષોના સમાગમ, તેના ઉપદેશનું શ્રવણ અને તે સત્પરુષે ઉપદેશેલ તત્ત્વનો અંશે કે સર્વથા થતો અમલ થાય તેની ઉપર જ રહે છે, અને તેવા સપુરુષોના સમાગમ વિગેર સાધનો ઘણા જ અલ્પપુરુષોને પ્રાપ્ત થતા હોઈ અનુભવસિદ્ધ એ વાત માનવી પડે છે કે સામાન્યપણે જીવમાત્ર અશુભ કર્મોના સંયોગો તરફ જ. દોરાઈ રહ્યો છે, અને તેનાં જ ફળો અનુભવી રહ્યો છે. આ બધી વાત ધ્યાનમાં લઈ શાસ્ત્રકારો જીવમાત્રને દુર્ગતિમાં પડતા જણાવે તેમાં આશ્ચર્ય જ નથી, અને તેવા દુર્ગતિમાં એટલે ભવિષ્યની અશુભ જિંદગીમાં પડતા જીવોને બચાવનાર પ્રવૃત્તિને ધર્મશબ્દમાં રહેલા વૃધાતુના ધારણરૂપ અર્થના આધારે જણાવે તેમાં આશ્ચર્ય નથી. આ વિવેચનથી જીવો દુર્ગતિમાં પડતા જ હતા અને તેને ધારણ કરનારા પદાર્થની જરૂર જ હતી એમ માનવામાં સંશયને અવકાશ રહેતો નથી. સદ્દગતિધારણરૂપ અર્થનું સૂચન.
જો કે કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજીએ ધૃ ધાતુના એકલા ધારણ અર્થને જ આગળ કરી