Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૬૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૯-૧-૩૫
જાત્રાળનું કર્તવ્ય વર્તમાનકાળમાં અને પૂર્વ કાળમાં અનેક ભાગ્યશાળી જીવો પોતાના આત્માના ઉદ્ધાર માટે તીર્થયાત્રાના સંઘનું આધિપત્ય ચક્રવર્તી ભરત મહારાજથી અત્યાર સુધીમાં મેળવવા ભાગ્યશાળી થયા છે, અને તેઓએ પોતાના સદ દ્રવ્યનો વ્યય તે સંઘયાત્રાના કાર્યમાં કરતાં આત્માને ઘણી ઉન્નત દશામાં ચડાવ્યો છે. બાહ્ય દૃષ્ટિ પુદગલાભિનંદી કે ભવાભિનંદી જીવોને જ્યારે દેશ, પ્રાંત, નગર કે ગામનું આધિપત્યપણું દેશ, ગામ, નગર કે કુટુંબના મનુષ્યનું આધિપત્યપણું શમશેરને જોરે મેળવવાનું થાય છે અને તેમાં જ તેઓ તત્ત્વદૃષ્ટિ માનતા હોવાથી પોતપોતાના આત્માને અધિક અધિક ઉચ્ચતર સ્થિતિમાં માની મદોન્મત્ત બની તે તે તાબે રહેલા મનુષ્યોની ઉપર સત્તા ચલાવી તે તાબેદારોની કમાણી ઉપર ઘણે ભાગે તાગડધિન્ના કરનારા થાય છે, પણ આ સંઘના અધિપણાનું પદ તેથી જુદી જાતનું જ છે. તે સંઘના આધિપત્યમાં જ દુનિયાદારીથી પોતાના પ્રાણ કરતાં વહાલી ગણાયેલી લક્ષ્મીનો પાણીની માફક ઉપયોગ કરાય છે. કોઇપણ સંઘપતિ કોઇપણ સંઘમાં આવતા યાત્રિક પાસેથી કોઇપણ જાતનો ટેક્સ, હિસ્સો કે લાગી લેતા નથી. ભાગ્યશાળી સંઘપતિને તો પોતાના આત્માનો તીર્થયાત્રાથી ઉદ્ધાર થવા સાથે અનેક જીવોનો ઉદ્ધાર થાય એ જ ભાવના સતત હોય છે. વર્તમાન કાળમાં જો કે વખત અને પૈસાના બચાવની દૃષ્ટિ રાખવાવાળાઓને ધન અને વખતની જ માત્ર કિંમત હોવાથી આવા સંઘ અધિપત્ય જેવા પદો ઘણા ખર્ચવાળા અને ઘણી મુદતના ભોગે મળવાવાળા હોવાથી અણગમતા થાય તે સ્વાભાવિક છે, પણ તેમાં તે વિત્ત અને વખતના વિચારોના વમળમાં વહેતાં લોકોને તેમ લાગે તેમાં આશ્ચર્ય નથી, કારણ કે વાંકી દૃષ્ટિથી જોવાવાળો સીધા લાકડાને પણ વાંકું દેખે તેવી રીતે શાસન, તીર્થ, ધર્મ અને ધર્મિષ્ઠોના મહિમાને અને દાન, શીલ, તપ અને ભાવ એ ચારે પવિત્ર પ્રવૃત્તિઓને જગતભરમાં પોષણ કરી પ્રસિદ્ધિ પમાડનાર એવું આ સંઘપતિપણાનું પદ તે તેઓને જ રૂચે જેઓ ધર્મમાં થતો જ ધનવ્યય સફળ માનતા હોય અને ધર્મને અંગે જેટલો કાળ નિવૃત્તિપરાયણતા થઇ અવ્યાપાર અને બ્રહ્મચર્ય જેવી પૌષધના મુખ્ય અંગ જેવી ચીજો પરસ્પર મદદથી અસાધારણપણે પોષાતી રહે તે કાળ જ જિંદગીમાં સફળ છે. અર્થાત્ શાસ્ત્રકારો જેમ સામાયિક અને પૌષધમાં ગયેલા વખતને જ ત્યાગની દૃષ્ટિએ સફળ માને છે, અને તે સામાયિક, પૌષધ સિવાયના વખતને કંઈ પણ પાપનું કાર્ય ન કરે તો પણ સંસારવૃદ્ધિને કરાવનાર જ માને છે. તેવી રીતે અહીં શાસન અને ધર્મના ઉદ્યોતને અંગે થતો ધનનો વ્યય અને વખતનું વહેવું સફળ ગણનારા જીવો જ સંઘના અધિપત્યપણાની અને સંઘસમુદાય સાથે થતી યાત્રાની કિંમત આંકી શકે છે. આજકાલ જગતમાં સેવક, સ્વયંસેવક, સેવાસમાજ, સેવાવૃત્તિ વગેરે શબ્દો શોભા ભરેલા ગણવામાં આવે છે. તેવી રીતે અહિં સંઘપતિપણાનો શબ્દ ડોળ ઘાલવા માટે નથી, પણ જે તીર્થનો સંઘ નીકળેલો હોય અને તે તીર્થની જાત્રા માટે જેઓ ચાલેલા હોય તે બધાની રક્ષણ, સેવાવૃત્તિ અને સંભાળ લેવામાં જ અને તે લેવાની જવાબદારીને અંગે જ સંઘપતિપણાનું પદ મળે છે. આ સંઘપતિપણાનું પદ ગાદીએ બેસી ગોળ ફેરવવા લારાએ હુકમ સંભળાવવામાં નથી, પોતાના મનગમતી રીતિએ દંડ લઇ પોતાના ટોળામાં દાખલ કરવારૂપે સંઘપતિપણું ભોગવવાનું આમાં નથી. પોતાને કે પોતાના ગોઠીયાને જે મનુષ્ય સાચી કે ખોટી રીતે જે મનુષ્ય ખટકતો હોય તેવાઓનું કાસળ કાઢવામાં સંઘપતિપણાનું પદ નથી, પણ આ