Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
દીક્ષાની સુંદરતા અને મહત્તા દરેક સુજ્ઞ ભવ્ય જીવો આ ચતુર્ગતિક સંસારને અરણ્ય જેવો, દાવાનળ જેવો, દરિયા જેવો અને બંદીખાના જેવો ગણે છે અને જ્યાં સુધી આ ચતુર્ગતિક સંસારને દાવાનળ આદિ જેવો આ જીવ ગણે નહિ ત્યાં સુધી તેને સુજ્ઞભવ્ય કે આસનભવ્ય કહી શકાય નહિ, જો કે ભવનિર્વેદ એ સમ્યકત્ત્વનું ચિહ્ન છે પણ સમસ્ત જીવાદિક પદાર્થોની પ્રતીતિપૂર્વકના આસ્તિકયાદિક પ્રગટ થવા લારાએ થતો ભવનિર્વેદ તે સમ્યકત્વનું ચિહ્ન છે, તો પણ તેટલા માત્રથી સમ્યકત્વ સિવાય ભવનિર્વેદ ન જ હોય કે આસ્તિકયાદિકની પરંપરા સિવાય ભવનિર્વેદ ન જ હોય એમ તાત્પર્યથી જૈનશાસ્ત્રને માનનારો કોઈપણ મનુષ્ય કહી શકે જ નહિ, એટલે શુદ્ધ રીતિએ સમ્યકત્વ પામેલા કે વ્યવહારથી સમ્યકત્વ પામેલા અથવા માર્ગાનુસારિપણામાં રહેલા પણ ભવ્યો આ ચતુર્ગતિક સંસારને દાવાનળ આદિ સમાન માને છે એ સ્વાભાવિક છે. આમ છતાં જેઓ હિંસા, જૂઠ, ચોરી, સ્ત્રીગમન અને પરિગ્રહના અને
ત્યાગરૂપ અને સંસારસમુદ્રથી તારનારી એવી દીક્ષાને અગ્નિકુંડ કે જાળ તરીકે ઓળખાવે કે કામ કે જાહેર કરે કે તેઓ અભવ્ય, દુર્ભવ્ય કે બીજી કઈ કોટિના મિથ્યાષ્ટિ હશે તેનો નિર્ણય - તો સર્વજ્ઞ પરમાત્માન કરી શકે, કેમકે શાસ્ત્રકારોએ તો પૂજા, સત્કાર, દેવતાઈ ઋદ્ધિ કે કે
રાજ્યાદિકની પ્રાપ્તિ જેવા પૌદ્ગલિક લાભોને માટે પણ લેવાતી દીક્ષાને ઉંચા વૈમાનિક કે દેવપણાને મેળવી આપનાર જણાવી છે, અને તેવી દ્રવ્ય દીક્ષાએ અનંતી વખત આવે ત્યારે તે
જ ભાવ દીક્ષાની પ્રાપ્તિ થાય એમ સ્પષ્ટ અક્ષરોથી જણાવેલું છે અને ભાવ દીક્ષા તો જ - અંતર્મુહૂર્ત માત્રામાં પણ મોક્ષ આપનારને સમર્થ છે. આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાશે કે છે દીક્ષા એ વસ્તુ દ્રવ્યથી હોય કે ભાવથી હોય પણ તે કોઇપણ અંશે જીવને નુકશાન કરનારી છે એ તો છે જ નહિ. એવી દીક્ષાને અગ્નિકુંડ કે મત્સ્યકાળ આદિ હલકી ઉપમાઓ આપી તેઓ પણ તે જ નિંદી શકે કે જોએ ભવાભિનંદી, પુદ્ગલાભિનંદી કે ઇંદ્રિયાભિરામી જ હોય, પણ જે 3 આસનભવ્ય કે સુજ્ઞભવ્યને આ ચતુર્ગતિક સંસાર દાવાનળ સમાન લાગવો જોઇએ અને એક લાગ્યો હોય તેને તો સ્વપ્નમાં પણ દીક્ષાની. છે કે... .. . . . .(ા ટાઈટલ પાનું ત્રીજી), . .
-
-
- -
-