Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૬ ૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૯-૧-૩૫
ઘર્મશબ્દનો વ્યુત્પત્તિ અર્થ બાલ, મધ્યમબુદ્ધિ અને બુધ જીવોને દેશના કરવા યોગ્ય અલંકાર અને ઉપમાથી અસીમ સુભગતાવાળો, લૌકિક, લોકોત્તર, સર્વસુંદરતાનું સાધન અને વર્તમાન જીવનના સુખ અને નિર્વાહના સાધનભૂત સમગ્ર પદાર્થોની સૃષ્ટિને ધારણ કરનાર એવા ધર્મની વ્યાખ્યા કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજીએ શ્રુતકેવલી સમાન શ્રી ધર્મઘોષસૂરિજીના મુખે જણાવી અને વર્તમાન જીવનના સાધનોની ધારણારૂપ પૃ ધાતુનો ધારણ કરવારૂપ એક ભાગ જણાવ્યો, વિચક્ષણ પુરુષો વિચાર કરવાથી સમજી શકે તેમ છે કે ધર્મ પદાર્થની વાસ્તવિક કિમત કે જરૂરીયાત ઇહભવના સાધનોની પ્રાપ્તિને અંગે જેટલી સાધ્યકોટિમાં આવતી નથી, તેના કરતાં કોઇ અધિકગુણે ધર્મની જરૂરીયાત બાહ્યદૃષ્ટિવાળાને પણ પરભવના જીવન સંબંધી સાધનોની પ્રાપ્તિની અપેક્ષાએ રહેલી હોય છે, કારણ કે આ ભવના સુખના સાધનોની પ્રાપ્તિના કારણભૂત ધર્મ એ ગત ભવના પુણ્યરૂપ હોવાથી સિદ્ધરૂપ જ છે અને તેથી તેની સાધતા ન હોય અને તે જ કારણથી તેનું ઉપદેશ્યપણું. પણ ઘટાડવું મુશ્કેલ છે. અનુવાદની કોટિએ ધર્મના ઇહલૌકિક સાધનોને ફળરૂપે બતાવાય તે જુદી વાત છે. બીજું આ લોકના સાધનોને મનુષ્યો કર્મથી પ્રાપ્ય ગણવા કરતાં ઉદ્યમથી પ્રાપ્ય ગણી શકે જો કે પૂર્વે જણાવેલા ક્લપવૃક્ષાદિક સાધનો કેવળ ભાગ્ય પ્રાપ્ય જ છે, છતાં પણ દેવતાઈ સાધનો દ્વારા તેની તેવી અનુકૂળતા પ્રાપ્ય ગણી, ઉદ્યમથી પ્રાપ્ય પણ ગણી શકે. અર્થાત્ ઇહલૌકિક સાધનોના કારણ તરીકે ધર્મની અસાધારણપણે હેતુતા સાબીત કરવી ઘણી જ મુશ્કેલ પડે છે, અને તેથી જ કર્મસિદ્ધિ એ વ્યવહારનો વિષય થઈ શકતો નથી. જો ઈહલૌકિક ફળના સાધનધારાએ ધર્મકર્મની સિદ્ધિએ વ્યવહારનો વિષય થઈ જતો હોત તો જગતમાં સંખ્યાને અંગે, સ્પર્ધાદિક વિષયોને અંગે, સુવર્ણાદિક ધાતુઓને અંગે યાવત્ ઉદ્યોત, અંધકારને અંગે જેમ કોઇપણ બાલ, જુવાન, વૃદ્ધ, આર્ય, અનાર્ય કે સમ્યગ્દષ્ટિ, મિથ્યાદૃષ્ટિમાં વિવાદ (મતભેદો હોતો નથી, તેવી રીતે કર્મસિદ્ધિમાં પણ મતભેદ હોત જ નહિ, એટલે સ્પષ્ટ સમજાય છે કે વર્તમાન જીવનના નિર્વાહના સાધનોના અદ્વિતીય સાધન તરીકે ધર્મની કે કર્મની સિદ્ધિ કરવી એ મુશ્કેલ જ છે. જો કે કર્મની કે ધર્મની સિદ્ધિ માનનારાઓને ઇહલૌકિક જીવનના સાધનો પણ ધર્મથી જ પ્રાપ્ય છે એમ સ્પષ્ટપણે જાણી, માની શકાય તેમ છે, પણ જેઓ ધર્મકર્મની સિદ્ધિ માનનારા નથી, તેઓને તે ઇહજીવનના સાધનોની પ્રાપ્તિ ધર્મકર્મના પ્રભાવે થયેલી હોય છતાં પણ તેને તેવી શ્રદ્ધા કરાવવાને માટે તે સાધનો સમર્થ થઇ શકતાં નથી, પણ જે કોઈપણ આસ્તિક કે નાસ્તિક સમ્યગૃષ્ટિ કે મિથ્યાદૃષ્ટિ સમજદાર મનુષ્ય હોય છે, તે એટલું તો જરૂર માને છે કે આ વર્તમાન જીવન સદાને માટેનું નથી.પુણ્યપાપ, કે સ્વર્ગનરકને અંગે આસ્તિક અને નાસ્તિકમાં જો કે મતભેદ હોય છે, તો પણ વર્તમાન જીવનનો નાશ માનવાની બાબતમાં કોઈને પણ મતભેદ નથી. એટલું જ નહિ પણ વર્તમાન જીવનમાં પરંપરાથી મળેલો, માતાપિતાએ અર્પણ કરેલો કે પોતાના ઉદ્યમથી જિંદગીની જહેમતે એકઠું કરેલું કંચન, કામિની, કુટુંબ અને કાયા વિગેરે સુખ પામવાની ઇચ્છાએ મેળવેલાં સકળ સાધનો મેલીને જ જવું પડે છે, અર્થાત્ આ ભવમાં જે જે મેળવેલું