Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧પ૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૯-૧-૩૫ અપ્રશસ્તનું અનુમોદન લાગી જશે, પણ તેમ નથી. ત્યારે વળી પ્રશ્ન થશે કે જો એમ ખરાબ કાર્યોની અનુમોદના લાગતી નથી તો મિથ્યાત્વીને શા માટે માનવો નહિ ? એનામાં પણ અમુક ગુણો હોય તો શા માટે ન માનવો ? પાસથ્થામાં જ્ઞાનાદિ ગુણ હોય તો તેને માનવામાં શો વાંધો ? એના ગુણોની અનુમોદનાનો નિષેધ કેમ ? ફાંસામાં ચાહે તે બાજુ ખસો તો પણ ગાંઠ સજ્જડ થવાની. એ રીતે આમ માનવાથી પણ અડચણ ખરી કે નહિ ? તેમજ મિથ્યાત્વી કોને સમજવો ? શાસ્ત્રવચનોમાં તત્વરૂચિ ન થઇ હોય, શ્રી જિનેશ્વરદેવે કહેલું તત્ત્વ જેને ન પરગણ્યું (પરિણમ્યું) હોય, તે મિથ્યાત્વી. વ્યક્તિથી સમીતિની પરીક્ષા કરવાની શક્તિ નથી. વચન, વર્તનના આધારે વ્યવહારથી સમકાતિ માની શકીએ પણ હું સમકાતિ જ છું' એમ આપણે કહી શકીએ નહિ. સમકતના ગુણ શા ? લક્ષણ શું ? માનવું
ક્યારે ? ત્રીજું પગથીયું પકડયું હોય તેને સમકતઃ શ્રાવકો શ્રાવિકાઓ સાધુ સાધ્વીને અંગે મુદ્રાલેખ રાખ્યો છે, તે શ્રાવકોને મોઢે બોલાવ્યો છેઃ તે આ કે
इणमेव निग्गंथ्थं पावयणं अपरमढे शेषेअनढे । આમાં જણાવ્યા છે તે ત્રણ પગથીયાં તેમાં ત્રીજું પગથીયું આવે ત્યારે સમ્યકત્વ કહેવાય. નિગ્રંથ પ્રવચન એ જ અર્થ, એ જ પરમાર્થ, શેષ અનર્થ.
ભગવાન શ્રી મહાવીરદેવ વિગેરે તીર્થકરોનો, બાહ્ય અત્યંતર ત્યાગરૂપ, નિગ્રંથ પ્રવચન (ત્યાગમાર્ગ) એ જ અર્થ, એ જ પરમાર્થ, શેષ તમામ અનર્થઃ આ માન્યતા એ ત્રણ પગથીયાં છે. દુનિયાદારીમાં પૈસા વિગેરેને જેમ તત્વ ગયું છે તેવું આ પ્રવચન આ ત્યાગમાર્ગ પણ તત્ત્વરૂપ ગણવું, પેલાની જેવું જ સરખામણીમાં તત્વ ગણવું એ પહેલું પગથીયું, બીજું પગથીયું, “એ જ પરમાર્થ” એ માન્યતા. દુનિયાદારીના પદાર્થો બાહ્ય છે, આત્માથી નિરાળા છે, અનિત્ય છે, આવતા ભવમાં જવાબ નહિ દેનારા છે જ્યારે આ નિગ્રંથ પ્રવચન આ ભવ પરભવમાં હિતકારી છે, યાવત્ મોક્ષસુખ મેળવી આપનાર છેઃ પેલા પદાર્થોનું સુખ બિન્દુ જેટલું છે જ્યારે દુઃખ દરિયા જેટલું છે જ્યારે આ નિગ્રંથ પ્રવચન સમુદ્ર જેટલું સુખ આપનાર છે, દુ:ખ તો આમાં લેશ પણ નથી માટે “આ જ પરમાર્થ આ માન્યતા એ બીજું પગથીયું થયું. આ ત્યાગમય પ્રવચન વિના (જૈનધર્મ વિના) જે કાંઇ જગતના પદાર્થો છે તે તમામ અનર્થરૂપ છે આ માન્યતા એ ત્રીજું પગથીયું છે. અહીં જગતના પદાર્થોને નિરર્થક ન કહ્યા પણ અનર્થરૂપ કહ્યા. નિરર્થક એટલે કાર્ય નહિ કરનારા અને અનર્થરૂપ એટલે જુલમરૂપ એટલો ફેર છે. ત્રીજું પગથીયું આવે ત્યારે સમકિત આવે એમ શાસ્ત્રકારો જણાવે છે. હવે ફરી પેલો પ્રશ્ન વિચારો ! એ પ્રશ્ન કયો છે ? “બકુલકુશીલને વંદન કરાવો છો અને પાસસ્થાને વંદન બંધ કરાવો છો, એનું કારણ? એક બાજુ અનુમોદન ના લાગે અને બીજી તરફ લાગી જાય, એમ શાથી ?” એનું સમાધાન : ગુણ, દોષ બે પ્રકારના છે. એક ગુણ એવો હોય કે નવાણું (તમામ) અવગુણોને તોડીને સાફ કરી નાંખે એ જ રીતે એક અવગુણ એવો હોય કે જે બધા ગુણોને સાફ કરી નાખે. એક ગુણ એવો કે પોતાની મેળે જ ઘટતો જાય. મિથ્યાત્વનો અવગુણ એવો છે કે જે સર્વ ગુણોનો નાશ કરે છે. પાસસ્થાનો ગુણ ચારિત્રનો સર્વથા નાશ કરી નાખે. કામદેવ શ્રાવકમાં રહેલો અવગુણ-(પ્રત્યાખ્યાન સંજવલન કષાયાદિન) મૂળને