Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૫૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૯-૧-૩૫
અમોઘ દેશના
(અનુસંધાન ગતાંક પા. ૧૪૦ થી ચાલુ) અનુમોદના તથા પ્રશંસાની વિચારણા.
એવું ફળ કેવલ મનુષ્યભવમાં જ પ્રાપ્ત કરી શકાય છે. બીજી ગતિમાં એવું ફળ મેળવી શકાતું નથી. આ જ કારણથી શાસ્ત્રકારોએ એક પગથીયું છોડી દીધું. આત્માના ગુણોની પ્રશંસા કરવી, એ ગુણો કાં તે કર્મના ઉપશમભાવો કાં તો ક્ષયોપશમ ભાવે કાં તો ક્ષાયિક ભાવે થાય છે. ધર્મની જડ આ ધર્મનું ફળ આ ત્રણને ગણીએ છીએ શ્રી તીર્થકરો પણ એની જ પ્રશંસા કરે નિરવદ્ય વસ્તુની પ્રશંસા કરવી એજ શાસ્ત્રકારોનું કાર્ય છે. તેની સાથે સાવદ્ય આવી જાય તો નિરવદ્યના પ્રશંસા કરનારને સાવદ્યનું અનુમોદન લાગતું નથી. કામદેવ શ્રાવકે ઉપસર્ગો સહન કર્યા એની પ્રશંસા ભગવાન મહાવીરદેવે કરી, ક્યાં સુધી કરી ! સાધુઓને પણ ભગવાને કહ્યું: “આ ગૃહસ્થ છે, શાસ્ત્ર નહિ ભણનાર છતાં સાધુ કરતાં કેટલું સહન કરે છે.” સાધુઓની પાસે ભગવાને ગૃહસ્થની પ્રશંસા કેટલી હદે કરી ! ભગવાને જણાવ્યું: “આવો ગૃહસ્થ જ્યારે આવું કરે તો તમારે (સાધુઓએ) કેટલો બધો ઉદ્યમ કરવાની જરૂર છે ?” આ રીતે ભગવાને કામદેવ શ્રાવકની પ્રશંસા કરી, તો શું એથી ભગવાનને કામદેવના વિષયકષાયની અનુમોદના લાગી ? નહિ જ ! એમની પ્રશંસા ઉપસર્ગ પરિષહ સહન કરવાને અંગેની જ હતી, એ ગૃહસ્થના આરંભ પરિગ્રહની એમાં અનુમોદના ન હોતી. શ્રી જંબુસ્વામીજી પછી કેવળજ્ઞાન નથી એમ શ્વેતાબંર, દિગંબર, સ્થાનકવાસી દરેક માને છે ત્યારે એ બધા છવસ્થ, બકુશકુશીલ ચારિત્રવાળા તો પછી એમને નમસ્કાર કરનાર બધાને એમના કષાય, જ્ઞાનાવરણીયાદિની અનુમોદના લાગે, એમ? યોગથી બંધાતા કર્મના પાંચ દોકડા, ઇંદ્રિયોથી બંધાતા કર્મના વીશ દોકડા અને કષાયને અંગે બંધાતા કર્મના પંચોતેર દોકડા સમજવા. કષાય વગર ઇદ્રિયોની પ્રવૃત્તિ થાય તો તેવા કર્મબંધ નથી. બારમે ગુણસ્થાનકે કેવળી થયા નથી. છઘસ્થ છે, પાંચ ઇંદ્રિયો છે ત્યાં શાતા વેદની સિવાય કાંઇ કર્મ નહિ બંધાય, જોગ પણ છે, ઇંદ્રિયો પણ છે પણ ત્યાં કષાય નથી તેથી કર્મ નથી બાંધતો. યોગ, ઇંદ્રિયો છતાં ત્યાં શાતા વેદનીય કર્મ સિવાય કોઇ કર્મનો બંધ નથી. કર્મની ખરી કળી, કષાય છે. કર્મનો કંદ કષાયો છે. એ કષાયો ભરાયેલા હોય (ભલે સંજવલનના હોય) તો એ કષાયવાળા સાધુઓને નમસ્કાર કરનારને એની અનુમોદના લાગવાની ? તો તો પછી સાધુને વહોરાવવાથી ચીકણા કર્મ બંધાશે ! જે લોકો પ્રશસ્ત આલંબન હોય તે ધારવા માત્રથી અપ્રશસ્તનું અનુમોદન લાગી જાય એમ માનનારાને અંગે કહું છું. ચોથા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનકવાળા સુધીનાને નમસ્કાર કરવાથી, તો તો પછી