Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૪૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૯-૧-૩૫ સંભારતી, મહારાજા ભરતને તેની ઋદ્ધિના ભોગવટાને નામે જ હજાર વર્ષ સુધી ઓળંભો દેતી હતી. તે માતા મરુદેવીને મહારાજ ભરત ઓળંભાના બદલામાં જણાવે છે કે જો આ ભગવાન યુગાદિદેવની ઋદ્ધિ કેટલી અધિક અને કેટલી મોટી છે, અને આ યુગાદિદેવની ઋદ્ધિની આગળ મારી રાજ્યઋદ્ધિ એક તણખલાની ટોચ જેટલી પણ ગણતરીમાં નથી. આ હકીકત સમજનારા મનુષ્યો સહેજે સમજી શકે તેમ છે કે ભરત મહારાજાની રાજ્યઋદ્ધિ ચાહે જેટલી વિશાળ અને ઉત્કૃષ્ટ હોય તો પણ તે એક ભીલોના રાજાની ઋદ્ધિના હિસાબમાં જાય અને ભગવાન યુગાદિદેવની તીર્થકરપણાની ઋદ્ધિ એ એક સાર્વભૌમ સત્તાના અધિપતિના આડંબર સમાન ગણાય તેમાં આશ્ચર્ય નથી, અને તેવું તે લૌકિક અને લોકોત્તર ઋદ્ધિનું મહાન અંતર હોવાથી જ મરીચિકુમાર તે ચક્રવર્તી ઋદ્ધિને તૃણ સમાન ગણી તીર્થકર મહારાજની ઋદ્ધિના પ્રભાવમાં મહત્તા દેખી અંજાઈ જાય તેમાં કાંઈ નવાઈ નથી.
પૂર્વે જણાવ્યા પ્રમાણે ભગવાન યુગાદિદેવની ઋદ્ધિની અલૌકિકતા દેખનાર મરીચિકુમાર તે લૌકિક ઋદ્ધિની તુચ્છતાને વિચારી છોડવા તૈયાર થયો એમ કહેવાથી તે છોડવાની તૈયારી કર્યા પછી તે મરીચિકુમારને જીવાજીવાદિક તત્વોનું શેય, હેય કે ઉપાદેયપણે જ્ઞાન કે શ્રદ્ધાન થયું જ નહોતું એમ કહેવાનો આશય નથી, પણ ઉપર જણાવેલી હકીકતનો આશય એ જ છે કે યથાસ્થિત સમ્યગદર્શનને પામેલા જીવો ભગવાન જિનેશ્વરના પ્રાતિહાર્યો અને અતિશયોને પ્રભાવનું સાધન ગણનારા છતાં તે પ્રાતિહાર્ય અને અતિશયોની ઉપાદેયતાને ધારનારા હોતા નથી. તેમ આ મરીચિકુમારને તે ભવમાં માર્ગપ્રવેશ વખતે તેવી દૃષ્ટિ ન ખુલી હોત અને ભગવાન જિનેશ્વરના પ્રાતિહાર્યો અને અતિશયોની મહત્તા તરફ દોરાયા હોય અને પછી યથાસ્થિત જીવાજીવાદિક પદાર્થોના યાપદિપણાને સમજીને સમ્યગ્દર્શનરૂપ અમૂલ્ય રત્નને પામ્યા હોત તો તેમાં કાંઈ આશ્ચર્ય નથી. ઉપર જણાવ્યા પ્રમાણે વ્યવસ્થા કરવાથી જ ભગવાન ચૂર્ણિકાર મહારાજ વિગેરે મરીચિકુમારના પ્રતિબોધમાં તીર્થકર ઋદ્ધિનું કારણપણે જણાવ્યું છે અને પુંડરીક સ્વામી વિગેરેના પ્રતિબોધમાં ધર્મકથાનું કારણપણે જણાવ્યું છે એમ ભિન્ન ભિન્ન કારણો પ્રતિબોધના જણાવ્યા છે તે વાસ્તવિક સમજાશે.
આવશ્યકનિર્યુક્તિ અને બૃહત્કલ્પ ભાષ્ય વિગેરેમાં સમવસરણની રચનાથી અનેક જીવોને પ્રતિબોધની પ્રાપ્તિ જણાવી છે, તે વસ્તુ વિચારતાં મરીચિકુમારને ભગવાન યુગાદિદેવની તીર્થંકરપણાની ઋદ્ધિ દેખીને પ્રતિબોધ થાય તે અસંભવિત નથી, જો કે તે દેવપૂજાદિ ઋદ્ધિ દેખીને થયેલા પ્રતિબોધ માત્ર માર્ગની ઉત્તમતા જણાવવા પૂરતો જ ઉપયોગી હોય અને જીવાજીવાદિકના શેયાપદિકપણાના બોધને માર્ગમાં પ્રવેશ કર્યા પછી પણ મેળવી શકે તો તેમાં પણ આશ્ચર્ય નથી.
ઉપર પ્રમાણે જણાવેલા શાસ્ત્રીય વસ્તુને પરોપકારવૃત્તિના પ્રકરણમાં જો ઉતારીએ તો કયા રૂપે