Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૫૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૯-૧-૩૫
અમોધદેશના
આસો.
(દેશનાકાર
w
ભગવત્ર
દર્યકt
Famil
છું કે આ છે ફૂક જૂe & $ $ $ જે ર
અગસtes.
રાજ્યનાં રાજીનામાં શાથી અપાય છે ?
આ જીવ જે જે મહેનત કરે છે તે બધી સુખના માટે જે જે ચીજો મેળવવામાં આવે છે તે જ્યારે દુઃખ દેનારી માલુમ પડે છે કે તરત એને છોડી દે છે. લુંટારો મળ્યો કે તરત હાથમાંનો હીરો હાથેથી જ કાઢીને આપી દઈએ છીએ. મરતી વખતે દેવતા ઋદ્ધિ આપે તો પણ કોઈ ગ્રહણ કરતું નથી. આજની દુનિયાએ (આજના ઇતિહાસ) પણ એ વાત પુરવાર કરી આપી છે. રશિયાના ઝારે, તુર્કસ્તાનના સુલતાને, પોર્ટુગાલના તથા ઇરાનના રાજાએ, અફઘાનિસ્તાનના શાહે આ બધાએ રાજ્યનું રાજીનામું આપી દીધું, શાથી? શું ઝારને રશિયાની શહેનશાહત અળખામણી હતી ? ઇરાનના રાજાને ગાદી ગમતી નહોતી ? રાજ્યના રક્ષણ અંગે કહો કે લોભ અંગે કહો, જર્મનના કવસરે યુધ્ધમાં લાખોનો સંહાર કર્યો, કરાવ્યો છતાંયે આખરે પોતાની સલામતી ખાતર રાજીનામું દઈને-રાજને જતું કરીને ચાલ્યો ગયો ને ! વિચારો ! રાજ્યથી જિંદગી કેટલી વધારે વહાલી હશે ! આ ઉપરથી આપણે સમજી શકીએ તેમ છીએ કે રાજા હો કે રંક, કોઈપણ જીવે એક વસ્તુને (જીવનને) હંમેશાં ઇચ્છી રહ્યો છે. રાજ્ય, માલમિલકત, કુટુંબ આ તમામના ભોગે પણ હરકોઈ જીવનને બચાવવા તૈયાર છે. અશુચિમાં રહેલો કીડો તેમજ દેવલોકમાં રહેલો ઈદ્ર, એ બંનેને પ્રાણના અપહારથી થતો ભય સરખો છે. એ કીડાને પણ મરવાનું મન થતું નથી. પ્રાણ જવાનો ભય સર્વને સમાન છે. જીવનની આવી તીવ્ર ઈચ્છા શા માટે? સુખ માટે. જો મરણમાં સુખ ગણતો હોય તો જીવવું કોઈ ચાહતો નથી. હરકોઈ પ્રાણી મરણમાં દુઃખ માને છે, જીવનમાં સુખ માને છે. જીવનની ઈચ્છા માત્ર સુખના કારણ તરીકે છે. જગતભરના તમામ જીવો એક જ વસ્તુ માગે છે અને તે શું? સુખ !