Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૪૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૯-૧-૩૫
હતું, અને તેથી જ તે ભાગ્યશાળી નયસાર સમ્યકત્વ પામવાથી જન્મનું કૃતાર્થપણું કરી શક્યો હતો. વસ્તુતઃ તે કૃતાર્થપણાની અત્રે મુખ્યતા ન લેતાં, તેના કારણભૂત જે પરોપકારવૃત્તિ હતી તેને જ અત્રે મુખ્યતાએ લેવામાં આવેલી છે.
ત્રિલોકનાથ તીર્થકર મહાવીર મહારાજને. અંગે શ્રી નયસારના થયેલ બાહ્ય પરોપકારવૃત્તિની અસીમ દશા જોયા પછી તે જ નયસારની મરીચિના ભવની અપેક્ષાએ લોકોત્તરમાર્ગને અનુસરીને થયેલી પરોપકાર નિરતપણાની વૃત્તિ તપાસીએઃ
આ ભરતક્ષેત્રમાં વર્તમાન ચોવીસીમાં પ્રથમ તીર્થકર શ્રીયુગાદિ દેવના મુખ્ય પુત્ર ભરત ચક્રવર્તીને ઘેર આ નયસારના જીવનો દેવલોકે જઈને મરીચિપણે અવતાર થયેલો છે. આ નયસારના જીવનું મરીચિ એવું નામ જે સ્થાપન કરવામાં આવ્યું છે, તે અનર્થક કે યાદચ્છિકપણે નથી, કિન્તુ યથાર્થપણે છે, કેમકે તે મરીચિકુમારનો જે વખતે જન્મ થયો છે, તે વખતે જેમ સૂર્યના બિંબમાંથી મરીચિ એટલે કિરણો ચારે દિશાએ નીકળે છે, કે છએ દિશાએ ફેલાય છે. તેવી રીતે તે મરીચિકુમાર પણ જે વખતે જન્મ પામ્યો તે વખત તે કુમારના શરીરમાંથી દશે દિશાએ મરીચિ (કિરણો)નો વિસ્તાર થયો હતો અને તેથી તે વખતના જીવોની સ્વાભાવિક વિશિષ્ટતા તરફ થતી વૃત્તિને અનુલક્ષીને તે ભરત મહારાજા વિગેરેએ તે કુવંરનું મરીચિ એવું નામ સ્થાપન કર્યું. જો કે સૂર્યના કિરણોના સેંકડો કરતાં અધિક નામો હોય છે, પણ તે વખતે તે કિરણોનું મરીચિ એવું નામ પ્રસિદ્ધિમાં હોય અને તેથી તે કુંવરના શરીરમાંથી નીકળેલા કિરણોને મરીચિના નામથી ઓળખ્યાં હોય અને તે જ કારણને આગળ ધરીને ચક્રવર્તી ભરત મહારાજે કુંવરનું મરીચિ એવું નામ રાખ્યું હોય તો તે અસંભવિત નથી. જો કે અનુષ્ણ છતાં પ્રકાશ કરવારૂપ કાર્ય ઉદ્યોત નામકર્મને લીધે હોય છે અને તે નામકર્મ કેવળ સૂર્યના વિમાનપણે પરિણમેલા માત્ર પૃથ્વીકાયિક જીવોને જ હોય છે, છતાં આ મરીચિ કુંવરના શરીરથી અનુષ્ય એવું પ્રકાશરૂપ તે જ નીકળ્યું, તો તેમાં તેને ઉદ્યોત નામકર્મનો ઉદય માનવો કે કેમ એ જ શંકા સહેજે થાય તેમ છે, પણ તે મરીચિના શરીરમાંથી સર્વત્ર સર્વકાળે મરીચિ (અનુષ્ણ પ્રકાશરૂપ કિરણો) નીકળ્યાં છે તેમ નથી, પણ માત્ર તે મરીચિના જન્મ વખતે જ ગર્ભગૃહમાં જ કિરણોનો ફેલાવો થયેલો છે, અને તેવા કવચિત, કથંચિત્ બનવાવાળા બનાવને મુખ્ય માર્ગની પ્રરૂપણામાં ન લઈ તેને ઉદ્યોત નામકર્મના ફળ તરીકે ન લેતાં સ્વાભાવિક પ્રભાવચિહ્ન તરીકે લઈએ તો તે ખોટું નથી. અન્ય દેવતાઓ પણ પ્રસંગે પ્રસંગે અનુષ્ણ પ્રકાશરૂપ ઉદ્યોત કરે છે, અને ત્રિલોકનાથ તીર્થકરના જન્માદિકને અંગે તો ત્રણે જગતમાં અનુષ્ણ પ્રકાશરૂપ ઉદ્યોત થાય જ છે, અને તેને જગતમાં લોકાનુભાવ તરીકે જ ગણીએ છીએ, તો મરીચિના