Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૬૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૧-૧૧-૩૪
બાળકના બળનો પરિચય.
વજસ્વામીને તો જાતિસ્મરણ જ્ઞાન થયું છે. જન્મતાં જ એમને સાધુપણું લેવાની ભાવના જાગી. એમણે વિચાર્યું કે “બાપે તો દીક્ષા લીધેલી છે એટલે મારે બંધન માત્ર માતાનું જ છે. હવે મારે ક્યો ઉપાય કરવો કે જેથી મને માતા પોતાની જાતે જ છોડી દે' દુનિયાની માયા મમતા ક્યાં સુધી ? જ્યાં સુધી આપત્તિ ન આવે ત્યાં સુધી. આવો વિચાર કરી એ બાળકે વિચાર્યું કે હવે મારું એક જ કામ કે માને આપત્તિમાં નાખું.પોતાની દીક્ષા માટે માતાને આપત્તિમાં નાખવાનો નિર્ણય કરે છે. આટલું નાનું બચ્ચે શી આપત્તિ નાખી શકે ? મંકોડો કહે કે “મામા ! ગોળની ગોળી લાવું પણ એની કેડમાં જોર તો હોતું નથી. એવી રીતે આ તરતનું બાળક વિચારે છે કે “માને આપત્તિમાં નાખ્યા વગર મારો છૂટકો થાય તેમ નથી.” પોતાની માતાને પણ આપત્તિમાં નાખવાનો નિશ્ચય કરનારને વૈરાગ્ય કેવો આવ્યો હશે ? ભયમાંથી બચવા માટે ભયગ્રસ્ત મનુષ્ય જોર માત્ર અજમાવે. લૌકિક અપેક્ષાએ આ ભવના ઉપકાર માટે માતા ભક્તિને પાત્ર છે પણ પર ભવના કલ્યાણ માટે બંધન છોડવાની બંધનથી છૂટા થવાની બુદ્ધિએ આ બાળક આવો નિર્ણય કરે છે, તેમાં ખાસ માતાને હેરાન કરવાની બુદ્ધિ નથી. બાળકનું બળ કયું ? રૂદન ! રોવું તે.
બાળક રૂએ ત્યારે માતા કેટલાં કડવાં ઓસડીયાં પાય તે કોઇથી અજાણ્યું નથી, અફીણનું પ્રમાણ પણ વધારે-આ બધી મુશ્કેલી સહન કરવી કબુલ પણ પોતે રોતા રહ્યા નહિ. નાનાં બચ્ચાંઓ ટાઢ, તાપ, શરદીને ન ગણકારે, અરે ! વરસાદમાં ભીંજાય ત્યાં રોતાં નથી પણ કોઈ કડવું આપે, પાય, તો તરત રોવા માંડે. વજસ્વામી કડવું ગટગટાવે છે, એ કબુલ કરે છે પણ રોવું મૂકતા નથી. માતા જ્યારે કંટાળે છે ત્યારે વ્હાલા બાલકને પણ પછાડે છે એ નજરે દેખીયે છીયે. વજસ્વામી પણ એ નિયમમાંથી છૂટયા નથી. કોઈ વખત પછડાયા હશે. તરતના જન્મેલા આ બાળકે છ મહિના સુધી આ દશા ભોગવી. આવી જરા જુદી કલ્પના તો કરી જુઓ કે કેમ થાય છે ! મા કેટલી રઘવાઈ થઈ હશે કે જેના યોગે “આથી છોકરી ન હોય તો સારું' એવો વિચાર આવ્યો! આજ કાલ બાળકને બળીયા નીકળે છે, માંદા થાય છે છતાં “છોકરો ન હોય તો સારું એ વિચાર નથી આવતો આ સુનંદા તો ધણી વગરની છે (ધણીએ દીક્ષા લીધી છે,) બીજું છોકરું નથી એવી વખતે આવો વિચાર કરે, આવું બોલે એ ઉપરથી વિચારો છે વજસ્વામીના રૂદનથી એ કેટલી કંટાળી હશે ! આવો વિચાર તો આવ્યો પણ કરે શું ? જ્યાં ત્યાં લવવા (બકવા) માંડયું કે “અરે ! છોકરાએ તો મારી નાંખી. એવે વખતે ધનગિરિજી વિહાર કરીને ત્યાં (એ ગામમાં) આવે છે. એમના ગુરુ ગીતાર્થ આચાર્ય છે, ધનગિરિજી જ્યારે ગોચરી જવા નીકળે છે ત્યારે ગુરુ કહે છે કે આજે ભિક્ષામાં સચિત્ત, અચિત્ત જે મળે તે લેજો. આચાર્યો ચેલાના લોભિયા