Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૯૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૬-૧૨-૩૪
૨ પાલખી અને ઘોડાગાડી વિગેરે સંપૂર્ણ સામગ્રી ધરાવાવાળા ઋદ્ધિમાન શ્રાવકને યાત્રા કરતાં શક્તિ
હોય તો પગે ચાલવું તેજ ઉચિત છે એટલા માટે કહ્યું છે કે - " " एकाहारी दर्शनधारी यात्रासु भूशयनकारी सच्चित्तपरिहारी पदचारी ब्रह्मचारी च ।"
આ બધામાં રી શબ્દ અંતે હોવાથી છ રી કહેવાય છે. તે છ રી આ પ્રમાણેઃ- (૧) એકાહારી એટલે એકાસણાં કરવાં, (૨) દર્શનધારી એટલે શુદ્ધ સમ્યકત્વને ધારણ કરવું. (અન્ય કાળમાં પણ જો કે શુદ્ધ સમ્યકત્વ ધારવાનું છે તો પણ યાત્રાની વખતે શંકાકાંક્ષાદિકને થવા દેવા જોઇએ નહિ.) (૩) ભૂશયનકારી એટલે ખાટલા, પલંગ, માચા વિગેરેમાં શયન નહિ કરતાં ભૂમિ ઉપર સુવું જોઇએ, (૪) સચિત્તપરિહારી એટલે સચેતન વસ્તુનો પરિભોગ ન કરવો, (૫) પદચારી એટલે વાહન વિગેરે ઉપર નહિ બેસતાં પગે ચાલવું અને (૬) બ્રહ્મચારી એટલે બ્રહ્મચર્ય ધારણ કરવું (જો કે પરસ્ત્રીથી વિરમવારૂપ બ્રહ્મચર્ય શ્રાવકને હંમેશાં હોય છે, પણ યાત્રાને અંગે સર્વ સ્ત્રીના ત્યાગરૂપી બ્રહ્મચર્ય ધારણ કરવું જોઇએ. આ છ “રી”ની હકીકત જૈન શાસ્ત્રકારોએ જ કહી છે એમ નહિ, પણ અન્ય મતવાળાઓને પણ કહ્યું છે કે
यानमर्धफलं हन्ति तुरीयांशमुपानहौ । तृतीयांशमवपनं सर्वं हन्ति प्रतिग्रहः ॥ १॥
એટલે જે ફળ જાત્રાથી મનુષ્ય મેળવે તેનો અર્ધભાગ જો યાત્રિક વાહનમાં બેસે તો નાશ પામે છે, તેવી જ રીતે જોડા પહેરવાવાળાનો જાત્રાના ફળનો ચોથો ભાગ નાશ પામે છે. હજામત કરાવનારનો ત્રીજો ભાગ નાશ પામે છે, અને પારકા દાન લેનારા ગૃહસ્થોનું યાત્રાનું સર્વફળ નાશ પામે છે વળીएकभक्ताशिना भाव्यं तथा स्थंडिलशायिना तीर्थानि गच्छता नित्यमप्यतौ ब्रह्मचारिणा ॥ २॥
તીર્થની જાત્રા કરનારે હંમેશાં એકાશણાં કરવાં જોઇએ જમીન ઉપર સૂવું જોઇએ અને નિયમિત ઋતુકાલે પણ બ્રહ્મચારી થવું જોઇએ. આ ઉપરથી સ્પષ્ટ માલમ પડશે કે ઋદ્ધિમાન કે સામાન્ય દરેક મનુષ્ય જાત્રાના સંપૂર્ણ ફળની ઈચ્છા હોય તો એકાહારીપણાદિ રી પાળવીજ જોઇએ. આ છ રીનો વિચાર કરવાથી જેઓ ખર્ચ અને વખતના બચાવને નામે સંઘયાત્રાના કાર્યનો વિરોધ કરતા હતા તેઓ સ્પષ્ટ સમજી શકશે કે મોટા સમુદાયે છ રી પાળીને યથાર્થ જાત્રા કરવાનું કાર્ય આવા સંઘયાત્રાના પ્રસંગ સિવાય બની શકે જ નહિ. ૩ સંઘજાત્રા કરવાનો નિર્ણય કરનારે માર્ગની સગવડ માટે તેમજ સંઘકાર્યના અનુમોદનાદિકને માટે
યથાયોગ્ય દાન વિગેરેથી રાજાને સંતોષ કરવો જોઇએ. શક્તિ પ્રમાણે અનેક પ્રકારની સગવડવાળા અને ઉત્તમોત્તમ એવાં સુવર્ણ ચાંદી, હાથીદાંત, ચંદન
વિગેરેના દેવાલયો સંઘની સંખ્યાને ધ્યાનમાં લઈને તૈયાર કરવાં. ૫ વિનય અને બહુમાનપૂર્વક પોતાના કુટુંબી અને સાધર્મિક વિગેરે સમુદાયને તેડાં કરાવવાં જોઈએ.
આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ, ગણિ, પ્રવર્તક અને બીજા સાધુ મહારાજારૂપ ગુરુમહારાજાને અત્યંત ભક્તિપૂર્વક સંઘમાં પધારવા વિનંતિ કરે. (સંઘમાં સાધુઓને વિજ્ઞપ્તિ કરીને લાવવાના હોવાથી સંઘવીને જે સંઘપતિપણાનું તિલક થાય છે તેમાં સંઘપતિનું સાધુસાધ્વીને અંગે માલિકીપણું થતું નથી.)