Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૨૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૫-૧-૩૫ જોઇએ કે એ બેમાંથી એક પણ વસ્તુ ખોટી નથી બંને વસ્તુ પૂર્ણ રીતે સાચી છે. વધારે સમજ પડે તે માટે એક ઉદાહરણ લો. સોમલ ઝેર છે માટે તે ખાવો ન જોઇએ એ ઉત્સર્ગ છે પણ વૈદ્યશાસ્ત્રી તરત જ એમ કહેશે કે શીતજવર બહુજ ભયંકર હોય તો તેની શાંતિ માટે થોડો સોમલ ખાઈ શકાય છે. સોમલ ઝેર છે માટે તે ન ખાવો જોઈએ એ સત્યનું વૈદ્યશાસ્ત્રીએ જે કથન કર્યું તે અપવાદ થયો. આ બંને વસ્તુઓમાં સિદ્ધાંત પણ ખોટો નથી તેમ અપવાદ પણ ખોટો નથી, શાસ્ત્રોમાં પણ એમજ છે. જ્યાં સિધ્ધાંત જોવાનો છે ત્યાં સિદ્ધાંત જ જોવાવો જોઇએ અને જ્યાં અપવાદ જોવો હોય ત્યાં જ અપવાદ લક્ષમાં લેવા જોઇએ. ધર્મ કોને માટે છે ?”
સાધુઓએ કાચા પાણીનો સંઘટ્ટો ન કરવો એમ શાસ્ત્ર કહે છે પણ તે જ શાસ્ત્ર એમ પણ જણાવે છે કે સાધુ વિહાર કરતા હોય અને વચમાં નદી આવતી હોય તો સાધુએ જયણાથી નદી ઉતરવી એ વાસ્તવિક છે. જેઓ જિનકલ્પી છે તેઓ જરાપણ વૃષ્ટિ હોય તોયે શાસ્ત્રાજ્ઞાને માન આપીને બહાર જતા નથી. જેઓ સ્થવિર કલ્પી છે તેઓ અલ્પવૃષ્ટિ હોય ત્યારે બહાર જઈ શકે છે. શાસ્ત્રકારો મુખ્ય પક્ષ અથવા સિદ્ધાંતોનો પક્ષ લઈને જણાવે છે કે જેઓ સૂક્ષ્મબુદ્ધિ છે તેમણે સૂક્ષ્મપણે ધર્મને જાણવાનો છે. શાસ્ત્રકારોના આ વિધાનનો અર્થ ઉપર જણાવ્યું તેમ અવળો લઈને આજે એમ કહેવામાં આવે છે કે સંસારીઓ તો સૂકમબુદ્ધિના નથી તેમણે ધર્મ જાણવા, વિચારવાની મુખ્યતાએ જરૂર નથી !
આ વિધાન બુદ્ધિનો ચમત્કાર દર્શાવીને અણસમજુને નીચે પાડે છે. શાસ્ત્ર તીક્ષ્ણ બુદ્ધિવાળાના સૂક્ષ્મપણે ધર્મ જોવા જાણવાનો કહ્યો છે એનો અર્થ એવો નથી થતો કે સામાન્ય બુધ્ધિવાળાએ ધર્મને જાણવા અનુસરવાની આવશ્યક્તા જ નથી. સાધારણ બુધ્ધિવાળાએ ધર્મને જાણવાની જરૂર તો છે જ પણ જે સૂક્ષ્મ બુધ્ધિવાળા છે તેમણે વધારે સૂમપણે ધર્મતત્વો સમજવાની જરૂર છે એટલો જ શાસ્ત્રકારના કથનનો આશય છે. ધર્મવીર ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી ધર્મબિંદુમાં જણાવે છે કે, વોથે પરીક્ષાવતા: “ધર્મ સામાન્ય રીતે સમજાયા પછી શ્રુતપરીક્ષામાં શ્રોતાને ઉતારવો. - ધર્મોપદેશ એ કાંઈ બરફીની ટોપલીઓ નથી અથવા માવાની ઘારી નથી કે જે મોંમાં મૂકી કે સીધી જ પેટમાં જાય ! આટલા જ માટે ધર્મોપદેશ આપતાં આરંભમાં સાધારણ ગુણો પહેલાં જણાવવા અને એ રીતે ક્રમેક્રમે આત્માને ધર્માનુસારી બનાવવો એ જ માર્ગને ધર્માચાર્યોએ યોગ્ય માન્યો છે. “કર્તવ્ય શું ?'
ધર્મોપદેશના આરંભમાં, જેમ જમીનમાં પહેલાં ખાતર નાખવામાં આવે છે તેમ અહિંસા, સત્ય, અદત્ત, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વગેરે સર્વ સામાન્ય સગુણો જ જણાવવા જોઈએ. આ સદ્ગણોનું નિરંતર