Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૪૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૫-૧-૩૫
મનક કે મહાન
(ગતાંકથી ચાલુ) ૧૯ જે મુનિરાજની લઘુવયે દીક્ષા થયા પછી લઘુવય છતાં પણ આ મુનિરાજનું આયુષ્ય કેટલું છે
એવું તપાસવાની શäભવ આચાર્યને વૃત્તિ થઈ તે મુનિરાજ મનક મનાકું કેમ કહેવાય ? ૨૦ જે મુનિરાજને માટે છેલ્લા દશપૂર્વીએ કે છેલ્લા ચૌદપૂર્વીએ કરાતું ઉદ્ધારનું કાર્ય છેલ્લા નહિ એવા
શäભવસૂરિજીએ કર્યું તે મુનિરાજ મનક મનાકું કેમ કહેવાય ? ૨૧ જે મુનિરાજને માટે વિકાલ થતાં પણ સૂત્રનો ઉદ્ધાર કરવામાં આવ્યો તે મુનિરાજને મનક મનાકુ
કેમ કહેવાય ? ૨૨ જે મુનિરાજે શäભવસૂરિજીએ ઉદ્ધરેલા દશવૈકાલિક શાસ્ત્રનો છ માસ જેવી મુદતમાં અભ્યાસ
સંપૂર્ણ કર્યો તે મુનિરાજને મનક મનાકું કેમ કહેવાય ? ૨૩ જે મુનિરાજે આઠ વર્ષ જેવી લઘુવય છતાં પણ છ માસમાં સંયમની યથાસ્થિત આરાધના કરી
તે મુનિરાજને મનક મનાક્ કેમ કહેવાય ? ૨૪ જે મુનિરાજને છ માસમાં યથાસ્થિત સંયમની આરાધના થવા માટે શ્રી શäભવ આચાર્ય સરખા
પુત્રવત્સલ પિતાએ પુત્ર તરીકેની જાહેરાત ન કરી એ મુનિરાજને મનક મનાક કેમ કહેવાય ? ૨૫ જે મુનિરાજની લઘુવયે અને લઘુપર્યાયે આરાધના થયેલી હોવાથી શયંભવ આચાર્ય સરખા
શ્રુતકેવલી મહારાજને પણ આશ્ચર્યની સાથે આનંદના આંસુ આવે તે મુનિરાજ મનક-મના કેમ
કહેવાય ? ૨૬ જે મુનિરાજની અજ્ઞાત ગુરુપુત્રપણાની સ્થિતિને જેમના કાળ પછી જાણીને યશોભદ્રસૂરિજી વિગેરે
સમર્થ આચાર્યાદિકોને પણ વૈયાવચ્ચ વિગેરે કરવાનો લાભ ન મળ્યો તેમાં પશ્ચાત્તાપ થાય એ
મુનિરાજને મનક-મનામ્ કેમ કહેવાય ? ૨૭ જે મુનિરાજને આચાર્ય મહારાજ શäભવસૂરિજી સરખાએ છ માસ સુધી અભ્યાસ કરાવ્યો છતાં
તે અભ્યાસનું શાસ્ત્ર જે દશવૈકાલિક તે સૂરીશ્વરજી પાસે સતત સેવામાં રહેવાવાળા શ્રી યશોભદ્ર