Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૪૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૫-૧-૩૫ માનવું તે જ યુક્તિસંગત છે. ૭. જગતના મનુષ્ય, જાનવર વિગેરે સર્વ જીવોને આ પ્રત્યક્ષ દેખાતી પૃથ્વી આધારભૂત છે. એ પૃથ્વી
જેમ ઉપરથી આધાર વગરની છે, તેવી જ રીતે નીચે પણ આધાર વગરની છે, (જો કે પૃથ્વીને માટે કેટલાંકોની માન્યતા છે કે તે શેષનાગના માથા ઉપર રહેલી છે. પણ તે માન્યતા માત્ર ભક્તિની પ્રધાનતાએ જ ઉદ્ભવી છે, કેમ કે શેષનાગ કે તેના સ્થાનભૂત જલનો સમુદાય જો અન્ય આધારે રહેલો માનીએ તો તે અન્ય આધારને જ સ્વયં રહેલો માનવો પડશે, કારણ કે શેષનાગની નીચે રહેલી પૃથ્વીના આધારને માટે નવા શેષને કોઈ માનવા તૈયાર નથી, અને તેમ માને તો પણ તેમાં અનવસ્થા જ આવે, અને શેષનાગનું પ્રમાણ પણ પૃથ્વી જેવી મોટી વસ્તુ ધારણ કરવાને અંગે કેવડું માનવું પડે, વળી તેનું આયુષ્ય કેવડું માનવું પડે. વળી તેની જાતિ કેવી રીતે માનવી પડે, એ બધું વિચારવા બેસીએ તો ઘટી શકે તેમ નથી-શાસ્ત્રદૃષ્ટિએ જે જણાવવામાં આવ્યું છે કે આકાશ એ એક જ માત્ર સ્વપ્રતિષ્ઠિત છે, કેમકે તે અરૂપી છે, અને તે આકાશમાં પાતળી હવાનું પડ, તેની ઉપર જાડી હવાનું પડ, અને તેની ઉપર જામેલું પાણી જેને અનુક્રમે તનુવાત ઘનવાત અને ઘણોદધિ કહેવામાં આવે છે, તે અનુક્રમે રહેલાં અને તેની ઉપર આ પ્રત્યક્ષ જણાતી રત્નપ્રભા પૃથ્વી કે તેના જેવી બીજી પણ શર્કરાપ્રભાદિ પૃથ્વીઓ રહેલી છે. આ બધું શાસ્ત્રમાં જણાવેલું, વર્તમાનમાં બલુનની સ્થિતિને તપાસનારા કે છોકરાઓ ફૂંકના વાયુથી બોરના ઠળીયા વિગેરેને અધ્ધર રાખે છે તે ક્રિીડાને જોનારા મનુષ્યો યુક્તિસંગત માનવામાં આનાકાની કરે નહિ કેટલાક પદાર્થોને જો કે નીચેથી આધાર હોતો નથી, તો પણ શીકું બંધાય છે. તેવી રીતે ઉપરની બાજુના આલંબનથી પણ વસ્તુનું ટકવું થાય છે. પણ આ પૃથ્વીને તેવું કોઈપણ આલંબન નથી, છતાં આ પૃથ્વી સ્થિર રહેલી છે (કેટલાકો આ પૃથ્વીને સૂર્યના આકર્ષણથી ખેંચાયેલી માનીને એક જગા ઉપર સ્થિર રહેલી માને છે પણ તેમની એ માન્યતા આગમ, યુક્તિ કે તે બંનેથી વિચાર કરનારા કોઇપણ પ્રકારે સત્ય માની શકે તેમ નથી. કારણકે કોઈપણ પવિત્ર આગમ, સૂર્યના કિરણથી પૃથ્વીનું ખેંચાવું જણાવાતો નથી અને પૃથ્વી ઉપરથી ઉંચા ઉછાળેલા કોઈપણ પત્થર, ઇટ કે લુગડા જેવા સામાન્ય પદાર્થને પણ સૂર્ય આકર્ષીને અદ્ધર રાખી શકતો નથી, નવીનોની માન્યતા પ્રમાણે સૂર્ય, પૃથ્વી કરતાં ઘણો મોટો હોય તો પણ તે ઈટ અને પત્થર વિગેરે જેવા પદાર્થો કરતાં નાનો છે એમ તો કહી શકાય જ નહિ. અર્થાત્ મોટી વસ્તુ નાની વસ્તુને પોતાના તરફ ખેંચે છે, એ વસ્તુ જો સાચી માને તો પૃથ્વી ઉપરથી ઉડેલી ધૂળ તો બધી સૂર્ય ઉપર જ ભરાઇ જવી જોઇએ. જે સૂર્યનું આકર્ષણ પૃથ્વી કરતાં જબરદસ્ત મનાય છે તે સૂર્યના આકર્ષણ આગળ, પૃથ્વીના મધ્યબિંદુના આકર્ષણનો બચાવ યુક્તિસંગત થઈ શકે તેમજ નથી. જો કે સૂર્યદ્વારા એ પૃથ્વીના આકર્ષણનું સત્યપણું માનનારાઓને પણ તેવી રીતે પણ રહેલું પૃથ્વીનું સ્થિરપણું જગતના જીવોને ઉપકારી હોવાથી ધર્મજન્ય તો માનવું જ પડશે, પણ વાસ્તવિક રીતે પૃથ્વીનું પૂર્વે જણાવ્યા પ્રમાણે ઘનોદધિ આદિમાં પ્રતિષ્ઠિતપણું હોવાથી ધર્મપ્રભાવ સૂચકપણું છે, અને ઘનોદધિ આદિમાના જગતના શડનપડનના નિયમ પ્રમાણે ચલાયમાનપણું થતાં, પૃથ્વીનું પણ ચલાયમાનપણું થતું અનુભવ સિદ્ધ છે, અને તે પૃથ્વીના ચલાયમાનપણાને લીધે, વર્તમાનમાં થયેલા વિહારપ્રાંતની દશા