Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
સમાલોચના) શ્રી પંચવસ્તુની થોવ ગાથાની ટીકામાં વિધિદતિયા પાઠનો સાક્ષાત્ અર્થ મુખે મુહપત્તિ બાંધી નન્દીસૂત્ર સાંભળવું એવો થતો નથી. માત્ર ચર્ચાસાર મુખ્યબંધનની સિદ્ધિ માટે હોવાથી તેવો અર્થ
કર્યો છે એમ તમારું કથન બંધનમાં તેની નિરૂપયોગિતા સ્વીકારાવે છે. ૨ તે ગાથાનો શબ્દ નદીસૂત્રના વક્તાની શ્રોતા જેવી દશા જણાવી વકતાને પણ મુખ્યબંધન
ન હતું એમ સ્પષ્ટ કરે છે તે વાત તમારે અસ્વીકાર્ય નથી. ૩ શ્રી શીલાંકાચાર્યને શ્રી જિનભદ્રાચાર્યનો વિધિપ્રપાનો પાઠ તે ગ્રંથની પ્રાપ્તિ વિનાનો છે.
તિલકાચાર્યની સામાચારીમાં કાલગ્રહણવિધિમાં કાને મુહપત્તિ રાખવા જણાવે છે, પણ ત્યાં
વ્યાખ્યાન કે બંધનની વાત જ નથી. ૪ પોન્ચ શબ્દનો પોતપર્યાય કરતાં પત્રક અને પોતાનો જ સમાસ ભૂલાઈ ગયો છે. પત્રકશબ્દથી
કાગળ જ લેવામાં ભૂલ થઈ એમ હવે સમજાયું હશે. મુખ આગળ મુહપત્તિ રાખવાની શ્રીઆદીશ્વરચરિત્ર અને પુષ્પમાલા વિગેરેની વાત દેશના વખતની છે તેમ તો તે સ્થાન જોવાથી સમજી શકાશે. ચર્ચાસારમાં આપેલા ફોટા મુખ સાફ દેખાડવા માટે ઓઠથી મુહપત્તિવાળા કર્યા છે એવું કથન
તે ફોટાઓની કલ્પિતતા જણાવવા બસ છે. ૭ એક પણ પુરાવો હજી સુધી વ્યાખ્યાન વખતે મુખ્યબંધનનો ચર્ચાસારથી કે આટલા લેખોથી આપી શકાયો નથી, માટે તેની જાહેરાત કરવી જરૂરી છે.
(મુંબઈ સમાચાર) અમદાવાદથી સંઘનું પ્રસ્થાન થવાના પહેલાં તો શું પણ ખુદ્દે મહેસાણાના ચોમાસામાં અને ખુદું અમદાવાદમાં, અને માર્ગમાં પણ જામનગરના ઉજમણા ઉપર જવાની વાત જાહેર રીતે થયેલી છતાં ગાયકવાડી હદને નામે બુદ્દો ઉઠાવનાર દીક્ષાવિરોધની પડદાની રમતમાં ખોટી રીતે રમે તે કોઈપણ પ્રકારે યોગ્ય નથી. ગાયકવાડી હદમાં વિહાર ન જ થાય એવી તે ટીકાકારની ધારણા હોય તો તે કેવળ ખોટી ભ્રમણા જ છે.
(જૈન)
E
ययात