Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૨૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૫-૧-૩૫
,
,
,
,
,
,
,
,
,
,
શ્રવણ થવાથી આત્મામાં પહેલાં તો ધાર્મિકભાવ ઉત્પન્ન થશે. આત્મા ધર્મનો અર્થી થવા પામશે હવે તેને માટે ધર્મ જગતના બીજા પગથીયાનો આરંભ થાય છે. આત્મા સૂકમબુદ્ધિ હોય તો હવે તેને ધર્મની પરીક્ષામાં ઉતારવો, ધર્મની ઉંચી ભૂમિકા તેને સમજાવવી પણ એટલું ન થઈ શકે, એટલી સ્થિતિને ન પાળી શકે તેને તો સાધારણ ધર્મ સમજાવીને પણ ધર્મમાર્ગમાં સ્થિર રાખવો એ જ કર્તવ્ય છે. ધર્મના ચાર ભેદ છે, દાન, શીલ, તપ અને ભાવ. દાન કરતાં ભાવની ભૂમિકા ઉંચી છે પણ તેથી કયો મૂર્ણાનંદ એવું પ્રતિપાદન કરવા તૈયાર થઈ જશે કે દાન કરવું જ ન જોઇએ. જે દાનધર્મનું આચરણ કરે છે. ધર્મના ચાર ભેદો પૈકીનો પહેલો ભેદ દાનધર્મ જે સેવે છે તે આત્મા બીજે ભવે ભોગોને મેળવશે. આ વાત
જ્યારે યથાર્થ રીતે લક્ષમાં આવી જશે ત્યારે મનુષ્યભવ પ્રાપ્ત કરવા માટે પાતળા કષાય, દાનરૂચિ અને મધ્યમ ગુણો એ ત્રણ વાત કેમ જરૂરી કહી છે તે તમે સારી રીતે સમજી શકશો. તમે દાન કરીને આવતે જન્મે ભોગપભોગ મેળવવાની આશા રાખો છો એ પણ ધર્મની છેલ્લામાં છેલ્લી ભૂમિકા તો નથી જ પણ છતાં દાન કરીને ભોગપભોગ મેળવવાની ઇચ્છા પણ જે દાનનું નામ સાંભળીને પણ ભાગવા માંડે છે તેના કરતાં બેશક વધારે સારી છે. ઘણું ઘણું તો એથી તમારા ઉપર એવો આક્ષેપ થવા પામશે કે તમે ધર્મના વેપારી છો એ વેપારીપણું પણ કાંઈ ફેંકી દેવાની ચીજ તો નથી જ. મનુષ્યપણામાંથી તમે એ વેપારીની રીતે પણ દેવપણું મોક્ષ વગેરે ક્રમે ક્રમે મેળવી શકો છો, પણ કદાચ તમે એવા વેપારી ન થાઓ તો ભલે પણ કંગાળ વિધવાની હાલતથી પણ તમે હલકી હાલતમાં તો- જતા નથી ને, એ વાત તો તમારે સંભાળવી જ રહી. વિધવા બાઈ નવું કમાવા તો નથી જતી પરંતુ તેની પાસે જે કાંઇ પાંચ પંદર હજાર હોય તે તો એ અબળા પણ જાળવી રાખે છે અને માત્ર તેના વ્યાજમાંથી જ તે પોતાનું ગુજરાન ચલાવે છે. તમારું મનુષ્યપણું એ જ તમારા પાંચ પંદર હજાર રૂપિયા છે. તમે દેવપણું કે મોક્ષ ન મેળવી શકો તો ભલે, પણ જો તમારું મનુષ્યપણું પણ જળવાઈ રહે અને તિર્યંચયોનિમાં કે મનુષ્યપણાથી હલકા ક્ષેત્રને તમે પામ્યા, તો તમારે સમજી લેવું જોઈએ કે તમારી હાલત રાંડરાંડ ડોશીથી પણ વધારે ખરાબ બની છે. મનુષ્યપણું એ તમારી મૂડી છે.
તમારી મૂડી એટલે તમારું મનુષ્યપણું છે. તમે કહેશો કે મૂડી જાળવવી એ તો આપણા હાથની વાત છે, પણ મનુષ્યપણું જાળવવું એ શું આપણા હાથની વાત છે ? વારું, આપણે હંમેશા તેજ વસ્તુનો વિચાર કરી શકીએ છીએ કે વસ્તુ આપણા હાથની છે. દીવો સળગાવીને ક્યાં મૂકવો તેનો વિચાર આપણે કરી શકીએ છીએ પણ ચંદ્ર પશ્ચિમે ઉગે છે એના કરતા ઉપાશ્રયમાં અજવાળું આવે એવી રીતે જ તે