Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૩૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૫-૧-૩૫
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
દાનરૂચિથી દાન આપવું જરૂરી છે એમ જે વિચારે છે તે બુદ્ધિ મધ્યમબુદ્ધિ છે. જ્ઞાની હોય તે શાનો વિચાર કરે ?
બાળકને તમે ચિત્ર બતાવશો તો તે ફક્ત ચિત્રનો ચળકાટ જોશે. મધ્યમબુદ્ધિવાળો હશે તે રંગ અને તેની રેખાઓ જોશે, જ્ઞાની હશે તે તો ચિત્રમાં રહેલા મનુષ્યને અને તેની અવસ્થાને નિહાળશે. આ તો સાધારણ લૌકિક ઉદાહરણ કહ્યું છે. એ જ પ્રમાણે જેઓ બાળકબુદ્ધિના છે તેઓ એમ વિચારે છે કે : “આવતે જન્મ રોગી વગેરે ન થઈએ, મધ્યમબુદ્ધિવાળો હશે તે એવો વિચાર કરશે કે મારે દાન કરવું જોઇએ અને શીલ પાળવું જોઇએ કે જેથી આવતે જન્મ જગતના ભોગપભોગો, સંપત્તિ અને સ્વર્ગ મને મળી શકે ! પણ જે બુદ્ધ હશે, જે જ્ઞાની હશે, જેના આત્મામાં આત્મકલ્યાણના અંતિમ પગથીયાની ઝંખના જાગી હશે તે તો એમ જ વિચાર કરશે કે ? મારો આત્માનો સ્વભાવ કેવો છે ? એ કેવી રીતે પ્રગટ થઈ શકે? એને પ્રગટ થતો રોકનારા તત્વો કયા કયા છે? એ કેવી રીતે દૂર થાય? તે દૂર કરાવનાર મને કેવી રીતે મળી શકે? એ જ પ્રમાણે જે સમજુ છે તે ધર્મની પરીક્ષા વખતે સાંસારિક ભોગો તરફ ધ્યાન આપતો નથી. એ તો એ જ માને છે કે મારા આત્માનું સ્વરૂપ કેવું છે અને તે પ્રગટ કેવી રીતે થાય તે માટે જ ધર્મ છે. ધર્મ એ આત્માની ચીજ છે.
વિધાનોની અપેક્ષાએ ધર્મ એ માત્ર આત્માની જ ચીજ છે. તે ભોગપભોગ મેળવવાની ચીજ નથી જ. આવતે જન્મ સૌંદર્યવાળી પત્ની મેળવવાને માટે ધર્મ છે જ નહિ. ધર્મ એ તો માત્ર આત્માની જ વસ્તુ છે, તે આત્મામાં જ રહે છે, આત્મામાં જ વિકાસ પામે છે અને આત્મામાં જ આનંદ પામે છે, જેમ ફૂલની વાસ ફૂલમાં જ રહે છે. ગુલાબના ફૂલનું ઉદાહરણ લો. ફૂલની સુવાસ ફૂલમાં જ રહેલી છે પણ એ ફૂલ ઉપરથી જ ફૂલના સુવાસની કિંમત થાય છે તે જ પ્રમાણે આત્માના સ્વરૂપ ઉપરથી જ ધર્મની કિંમત થાય છે. અર્થાત્ ધર્મની કિંમત આત્માના સ્વરૂપ ઉપર જ આધાર રાખે છે. લૌકિક દૃષ્ટિએ ધર્મનું ફળ ભોગ અને સુખની પ્રાપ્તિ છે, પણ લોકોત્તર દૃષ્ટિએ આત્મસ્વરૂપની પ્રાપ્તિ એજ ધર્મ છે. આ વસ્તુ સમજો, મનન કરો, દુર્ગતિને આપનારા કારણોથી દૂર રહો અને સદ્ગતિ આપે એવા કાર્યોને કરતા રહો તો શાસ્ત્રકારોના કથન પ્રમાણે આવતા જન્મ ઉપર તમે કાબુ મેળવી શકો છો અને તમે જે ઇચ્છો તે પણ મેળવી શકો છો. જૈનતત્વજ્ઞાનનો આ સંદેશો સમગ્ર જગતને માટે છે તે સંદેશો અજોડ છે અને માટે જ જૈનતત્વજ્ઞાન એ પણ જગતની અજોડ વસ્તુ છે. એ તત્વજ્ઞાન તમે સમજો, સમજીને તેને આચરો છેવટે ન સમજાય તો સમજવાની આશા, ભાવના પણ રાખો અને જેઓ એ જ્ઞાનને સમજ્યા છે તેના પરત્વે પૂજ્યબુદ્ધિ રાખો તો પણ તમારો