Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
૧૩૭.
શ્રી સિદ્ધચક્ર
તા.૫-૧-૩૫ જન્મ થોડે અંશે પણ સફળ થયેલો છે. અસ્તુ.
वचनाद्यदनुष्ठानमविरुद्धाद्यथोदितम् । मैत्र्यादिभावसंयुक्तं तद्धर्म इति कीर्त्यते ॥ १ ॥ સ્વપ્નાની સાહ્યબી આંખ ઉઘડે નહિ ત્યાં સુધી, દુનિયાની સાહ્યબી આંખ મીંચાય નહિ ત્યાં સુધી.
શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવોના ઉપકાર માટે ધર્મદેશના દેતાં જણાવે છે કે ધર્મની સંપૂર્ણ લાયકાત મનુષ્યગતિ વિના બીજી કોઈપણ ગતિમાં છે નહિ
જ્યાં લાયકાત ન હોય ત્યાં ઉપદેશ પણ નકામો છે અને તેવો ઉદ્યમ શ્રી તીર્થંકરદેવ પણ કરતા નથી, તેથી શ્રી મહાવીરદેવે પહેલી દેશના ટૂંકી કરી. ઋજુવાલિકા નદીના કાંઠે ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, ત્યાં દેશના શરૂ કરી પણ ત્યાં દેવતાનો જ વર્ગ હોવાથી અને તેઓ સર્વવિરતિ પામી ન શકે તેથી ભગવાને ક્ષણવારમાં દેશના પૂરી કરી. શ્રી તીર્થંકરદેવની દેશના નિષ્ફળ જાય નહિ. અને ભગવાન શ્રી મહાવીરદેવની આ દેશના નિષ્ફળ નીવડી માટે તેને આપણે આશ્ચર્ય ગણીએ છીએ. જો કે કોઈને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ છે છતાં કોઇને પણ સર્વવિરતિના પરિણામ ન થયા એટલા માટે એ દેશનાને નિષ્ફળ ગણી છે. બીજે બે પહોર દેશના અપાય, સાંજે પણ એક પહોર દેશના અપાય છતાં અહીં ભગવાને ક્ષણવારમાં પતાવ્યું. ધર્મોપદેશ લાયકને જ દેવાય, અને એ માટેની લાયકાત ધરાવનાર માત્ર મનુષ્યો છે. મનુષ્યનો ભવ એટલે મોક્ષની સીડી (નિસરણી), નારકી, તિર્યંચ કે દેવતાના ભવથી મોક્ષ મેળવી શકાતો નથી. એક વખતની મહેનત સર્વકાલ સુધી ફળ દેવાવાળી થાય એવું તો મનુષ્યભવમાં જ બની શકે. આ જીવ દરેક જન્મમાં મહેનત કરતો જ હતો પણ તે મહેનતથી મેળવેલું ફળ દરેક ભવે તે મેલતો જ આવ્યો છે. આખો ભવ મહેનત કરી કરી કુટુંબ, ધન, વાડી, બગીચા, આબરૂ વગેરે મેળવ્યા પણ એ તમામ આપણી આંખ ઉઘાડી હોય ત્યાં સુધી જ રહેવાના. સ્વપ્નામાં દેવ ચૌદ રત્ન આપે, છ ખંડની માલિકી આપ બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાઓને સેવામાં સોપે પણ આ ચક્રવર્તીપણુ આંખ ન ઉઘડે ત્યાં સુધીનું છે. આંખ ઉઘડ્યા પછી માલિકી કેટલાની ? ભાડે રહેતો હોય તો ઘરની માલિકી પણ નહિ ! તેવી રીતે સાચા ચક્રવર્તી, વાસુદેવ, રાજા, શ્રીમંત કે ઘરધણીની માલિકી આંખ મીંચાય નહિ ત્યાં સુધીની છે. છોકરો કોઇને ખોળે (દત્તક) આપીએ, પછી એ હક્ક કરતો આવે તો તેને કાંઈ આપતા નથી, ભલે ! વડીલોપાર્જિત મિલકત હોય તો પણ એ છોકરાને કોડી પણ આપતા નથી. આ ભવમાં પણ આ રીતે માલિકી ખસી જાય છે. દરેક જન્મની મહેનત નકામી જાય છે એવી મહેનત શા માટે કરો છો ? બે ઘડીની બરાબર (સાચી) મહેનત કરો કે જેનું ફળ કોઇ પણ કાળે નાશ પામી શકે નહિ. જો આત્માને સાવચેત કરો, ક્ષાયિક સમ્યકત્વ ઉપાર્જન કરો તો તે કોઈ કાળે જવાનું નહિ. તેનો સમય