Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૯૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૬-૧૨-૩૪ ૧૮ રસ્તામાં સંઘના સર્વ મનુષ્યોને પોતાના કુટુંબના મનુષ્યોથી પણ અધિકપણે સંભાળે, તેઓને
સામાનની, ગાડાંની કે બીજી કોઇપણ જાતની અડચણ પડતી હોય તો તે બધી અડચણ દૂર
કરવામાં સર્વ શક્તિથી સહાય કરવી જોઇએ. ૧૯ દરેક ગામે અને દરેક શહેરે જે જે જિનમંદિરો આવે ત્યાં ત્યાં સ્નાત્રપૂજા અને મહાધ્વજનું ચઢાવવું
અને સર્વ ચૈત્યની પરિપાટી કરવા સાથે સર્વ ચૈત્યોમાં પૂજાના ઉપકરણો તથા સારાં સારાં મંદિરની
શોભાનાં સાધનો જેવા કે ચંદરવા, પુંઠીયા વિગેરે આપવાપૂર્વક સારો મહોત્સવ કરવો. ૨૦ જે જે ગામ અને જે જે શહેરમાં સંઘપતિ જાય છે તે સ્થાને જીર્ણ ચૈત્યોનો ઉદ્ધાર, પૌષધશાળાઓનો
ઉધ્ધાર, સાધર્મિકોનો ઉદ્ધાર જીવદયાની પ્રવૃત્તિ, અભયદાનની ઉદઘોષણા વિગેરેનો સમાવેશ કરવો
જોઇએ. ૨૧ પૂર્વે જણાવેલી રીતિએ અનુક્રમે પ્રયાણ કરતાં જે સ્થાને તીર્થનું દર્શન થાય તે સ્થાને સોનૈયા, રત્નો
અને મોતી આદિથી વધાવે. લાપસી, મોદક વિગેરેની લ્હાણી કરે. સાધર્મિક વાત્સલ્ય કરવામાં પોતાના આત્માને કૃતાર્થ માની પ્રવૃત્તિ કરે, અને સંઘની ચાકરીમાં કે મદદમાં રોકાયેલા કે તીર્થના
ગુણગાન ગાવાવાળા વિગેરેને ઉચિતતા પ્રમાણે દાન કરે. ૨૨ તીર્થસ્થાને આવે ત્યારે સર્વ શક્તિથી પોતે પ્રવેશ મહોત્સવ કરે અને બીજાઓ દ્વારાએ પણ કરાવે. ૨૩ તીર્થસ્થાનમાં ઠાઠમાઠથી પેઠા પછી પહેલી પૂજા જે અપૂર્વ હર્ષથી કરવી તેની સર્વ સામગ્રી યોજે,
અને અષ્ટપ્રકારી, બાર વ્રતની, સત્તરભેદી, એકવીસ પ્રકારની વિગેરે અનેક પ્રકારે પૂજાઓ
વિધિપૂર્વક ભણાવે. ૨૪ વિધિપૂર્વક સ્નાત્ર મહોત્સવ પણ તે તીર્થમાં જરૂર પ્રવર્તાવવા જોઇએ. ૨૫ સંઘપતિએ જે તીર્થનો સંઘ કાઢયો હોય તે તીર્થમાં માલો ઘટ્ટન એટલે ઉછામણીપૂર્વક માલા
પહેરવાનું કરવું જોઇએ. તીર્થની ચારે બાજુ ઘીની ધારા (પંચામૃત ધારા) દેવી જોઇએ, અને ઉછામણીપૂર્વક પહેરામણી મેળવી જોઇએ. જિનેશ્વર મહારાજના નવે અંગે વિધિપૂર્વક પૂજન કરવું જોઇએ. ફૂલઘર અને કેળનાં ઘર વિગેરે બનાવી મોટો મહોત્સવ કરવો જોઇએ. દુકૂલ (જરીઆન) વિગેરેના મોટા ધ્વજ શિખર ઉપર ચઢાવવા જોઈએ. કોઈને પણ નિષેધ ન કરવાપૂર્વક તે દિવસે દાન પ્રવર્તાવવું જોઇએ. જિનેશ્વર મહારાજાના ગુણગાનોથી રાત્રિજાગરણ કરવું જોઈએ અનેક પ્રકારનાં ગીત, નાટ્ય વિગેરેથી મહોત્સવ કરવો, તીર્થને અંગે ઉપવાસ, છ વિગેરે તપસ્યા કરવી. લાખ, કોડ વિગેરે અખંડ ચોખાઓથી ભરેલો થાળ ભગવાન આગળ થાપન કરવો જોઈએ. અનેક પ્રકારની વસ્તુ અને ફળો જે સંખ્યામાં એકસો આઠ, ચોવીસ, બાવન કે બોતેર વિગેરે હોય તેવાના થાળો ભગવાનની આગળ થાપન કરવા જોઇએ. સર્વ પ્રકારના પકવાનો વિગેરેથી ભરેલા થાળો મેલવા જોઇએ, જરીઆન વિગેરેના અનેક પ્રકારના ચંદરવા, પરિધાપનિકા (આંગી) અંગતુંહણાં દીપકના ભાજનો, તેલ, ઘી, ધોતિયાં, ચંદન, કેસર, નૈવેદ્ય, ચંગેરી, પિંગાનિકા (છાબડી) કલશ, ધૂપધાણું, આરતી, ઘરેણાં, ચામર, સંમૃગાર (નાળવા વગરના કલશ) થાળ, વાડકા, ઘંટ, ઝાલર, પટ વિગેરે અનેક પ્રકારના વાંજિત્રો વિગેરે તીર્થમાં દેવાં જોઈએ.