Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૧૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૧ ૨-૩૪
૧ જે કુળની અંદર જૈનધર્મના સર્વથી સંસ્કાર ન હતા તેવા કુળમાં મહાપુરુષ મનકની ઉત્પત્તિ થવાની
હોવાને લીધે જાણે પ્રભવસ્વામી મહારાજે દીક્ષાવસ્તુનું બીજ વાવ્યું હોય તેમ જેને માટે બન્યું તે
મુનિ મનક-મનામ્ કેમ કહેવાય ? ૨ જે લઘુમુનિ ગર્ભાવસ્થામાં પણ માતા પણ ન ઓળખી શકે તેવી સ્થિતિમાં હતા તેવે વખતે જેને
ઘેર દીક્ષાની વસ્તુની છાયા પડી તે મુનિ મનક મનાક્ કેમ કહેવાય ? જે મુનિ માતા પણ બરોબર ન જાણી શકે તેવી સ્થિતિએ ગર્ભમાં હતા ત્યારે દીક્ષા વસ્તુથી કલેશની હોળીમાં સળગતા કુટુંબે હાયવોઈની લીલા ભજવી દીક્ષાવસ્તુ વ્યાપક બનાવી દીધી તે મુનિ મનક
મનાલ્ કેમ કહેવાય ? ૪ દીક્ષાની વિરુદ્ધતાથી ઉદ્ધત બનેલા કુટુંબે જેઓશ્રીની માતાને દ્રવ્યદયાના દીર્ઘ નિઃશ્વાસથી
ગર્ભવિષયક પ્રશ્ન કર્યો અને દીક્ષાવસ્તુને પ્રસરાવી તે મુનિ-મનાકુ કેમ કહેવાય ? ૫ જે મુનિરાજની માતાએ તે દ્રવ્યદયાના દાબડાવાળા દિલોજાન કુટુંબને ગર્ભ સંબંધી પ્રશ્નના ઉત્તરમાં
મનાક્ એટલે માગધીમાં મનય એમ કહ્યું તે મુનિ મનક-મનામ્ કેમ કહેવાય ? જે મુનિ મહારાજની માતા, પિતાની દીક્ષિતપણાને લીધે પતિના વિયોગે પણ સૌભાગ્યના ચિહ્નો ધારણ કરતી હતી તે મુનિ મનક-મનાક કેમ કહેવાય ? (અર્થાત્ આચાર્ય મહારાજ શäભવસૂરિએ સંસાર ત્રિવિધ ત્રિવિધે છોડી દીધો છે, છતાં સંસારવાળાઓએ તેમને કુટુંબ-માલિકીમાંથી કાઢી નાખ્યા નથી અને એ જ કારણથી સંસારમાં રહેલી એકલી માતાની રજા વિના પણ નાની આઠ
વર્ષ જેવી ઉંમરે ઘણા કોશ દૂર નાસી જઈને લીધેલી દીક્ષામાં શિષ્યનિષ્ફટિકા ગણાઈ નથી.) ૭ જે મુનિરાજે ફક્ત આઠ વર્ષની ઉંમરે દીક્ષાની ભવિતવ્યતાની પ્રેરણાથી જ હોય નહિ તેમ માતાને
સૌભાગ્યપણાને અંગે “મારો પિતા ક્યાં છે ?' એ પ્રશ્ન કર્યો એવી અનુકૂળ ભવિતવ્યતાવાળા મુનિરાજને મનક-મનામ્ કેમ કહેવાય ? જે મુનિરાજ માત્ર આઠ વર્ષની વયના હતા તે વખતે માતાએ દુર્લભબોધિપણાની લાયકના એવા વાક્યો કહ્યાં કે લુચ્ચા, પાખંડી શ્રમણો (સાધુઓ) તારા બાપને ભરમાવીને ઉઠાવી ગયા છે આવાં વાક્યો માતા તરફથી સાંભળ્યાં છતાં પણ જેને શ્રમણ ભગવંતો તરફ અરુચિ થઈ નહિ એટલું જ નહિ પણ શ્રમણ ભગવંતો તરફ સદ્ભાવ થવાને માટે શ્રમણ બનેલા પોતાના પિતા તરફ
લાગણી દોરાઈ એ મુનિરાજ મનક-મનામ્ કેમ કહેવાય ? ૯ જે મુનિરાજ આઠ વર્ષ જેવી નાની વયમાં શ્રમણ ભગવંત થયેલા પિતાને મળવા માટે માને પૂછયા
સિવાય શહેરમાંથી નીકળી જાય એ મુનિ મનદ્ મનાક કેમ કહેવાય ? ૧૦ જે મુનિરાજ આઠ વર્ષ જેવી નાની વયમાં શ્રમણ ભગવંત બનેલા પિતાને માટે એકલો ઘણા ગાઉ
સુધી ચાલી નીકળે તે મુનિરાજ મનક મનાકું કેમ કહેવાય ?