Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૧૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૧૨-૩૪
મનક કે મહાન
જૈનજનતામાં દશવૈકાલિક નામનું સૂત્ર સારી રીતે પ્રસિદ્ધ પામેલું છે. જો કે તે દશવૈકાલિકસૂત્ર જે મુનિમહારાજને માટે શ્રુતકેવલી મહારાજ શ્રી શäભવસૂરિજીએ ઉદ્ધર્યું છે તે મુનિમહારાજની દીક્ષાની અને તે સૂત્રને અધ્યયન કરવાની વય માત્ર આઠ વર્ષની જ છે એટલે કે તે શ્રી દશવૈકાલિકસૂત્રની રચના ચારિત્રને લાયકની જઘન્ય ઉંમરને માટે હોઇ તે ઘણી જ ટૂંકી હોય એ સ્વાભાવિક છે, તેમજ તે બાળકની આઠ વર્ષની વયે દીક્ષા લીધી ત્યારે આયુષ્યસ્થિતિ વિચારતાં ભગવાન શäભવસૂરિજીને તે બાળકનું આયુષ્ય માત્ર છ માસ બાકી છે એમ માલમ પડ્યું અને તેથી તેવી આઠ વર્ષની ઉંમરે દીક્ષિત થયેલો અને માત્ર છ મહિનાના આયુષ્યમાં સંયમમાર્ગની આરાધના કરે તે મુદ્દાએ તે દશવૈકાલિક સરખા લઘુસૂત્રની રચના કરવામાં આવી છે અને એ દશવૈકાલિકસૂત્રને દિગંબરો પણ સર્વાર્થસિદ્ધ વિગેરે ટીકામાં અનંગપ્રવિષ્ટ સૂત્ર તરીકે જણાવે છે, અને તેને પરમમાન્ય શ્રુતસાગરનો એક અંશ ગણે છે છતાં આશ્ચર્યની વાત છે કે તે દિગંબર મતવાળો આગમોનો વિચ્છેદ માનવાની ધૂનમાં તેવા દેશવૈકાલિક સરખા નાના અનંગપ્રવિષ્ટ સૂત્રનો પણ વિચ્છેદ માનવા તરફ દોરાઈ ગયા છે. બારીક દ્રષ્ટિથી વિચારનારાઓને તો તે દિગંબરો તરફથી દશવૈકાલિકના વિચ્છેદની કહેવાતી વાત તે દશવૈકાલિકસૂત્ર હજારો જગા પર હાજર હોવાથી ગપ્પન જેવી લાગે, પણ સ્થૂળદ્રષ્ટિથી વિચાર કરનારાઓ પણ દિગંબરના પૂર્વાચાર્યો તરફ ઘણીજ ધૃણાની નજરથી જુએ, કારણકે તે દિગંબરમતના ધુરંધર ગણાતા આચાર્યો એક આઠ વર્ષના છોકરાએ છ મહિનામાં અભ્યાસ કરાય એવો દશવૈકાલિક નામનો આગમનો અંશ સાચવી ન રાખ્યો તેઓને આગમભક્તિને માટે શું કહેવું તે વચનના વિષયની બહાર છે. વાસ્તવિક રીતે તો સ્થૂળદ્રષ્ટિવાળા પણ દશવૈકાલિકના વિચ્છેદની વાત સાંભળીને સ્પષ્ટપણે સમજી શકે કે તે લઘુવયના સાધુને થોડી મુદતમાં ભણવાલાયકનું દશવૈકાલિક નામનું શાસ્ત્ર સમર્થ આચાર્યો હોવાથી વિચ્છેદ થઈ શકે જ નહિ, પણ તે સમર્થ આચાર્યો કે તેના અનુયાયીઓને સૂત્ર ન માનવાનું હોવાથી વિચ્છેદના નામે ચઢાવી દીધું એવી રીતે જો કે દિગંબરમતવાળાઓ તે દશવૈકાલિક સરખા લઘુશાસ્ત્રને પણ માનતા નથી, તો પણ જૈનશાસનના દરેક શ્રદ્ધાળુઓ તેમજ તે શાસનમાંથી નીકળેલા બીજાઓ પણ તે દશવૈકાલિકસૂત્રની બરોબર માન્યતા રાખે છે, અને તેથી તે દશવૈકાલિકસૂત્રની ઉત્પત્તિના મૂળકારણભૂત લઘુમુનિને મનક કહેવા કે મહાન કહેવા એ લેખ જરૂર વિચારવા લાયક થઈ પડશે.