Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૧૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૧૨-૩૪ મનુષ્યભવ વિષયાદિ માટે નથી.
જ વિષયોને તત્ત્વરૂપ ગણતા હો તો જાનવરપણું સારું ગણાય કેમકે આપણે જોઈ ગયા કે અહીં તો માથું ફોડીને શીરો ખાવાનો છે જ્યારે ત્યાં માથાં ફોડ્યા વગર શીરો મળે છે. તલવારનું કામ ઘાસ કાપવાનું નથી તેમ મનુષ્યભવ વિષયાદિ માટે નથી. જે બીજા ભવથી ન સાધી શકાય તે મનુષ્યભવથી સાધી લેવું જોઈએ. જ્યારે આટલી બધી લાયકાત તમો ત્યારે શાસ્ત્રકારો ધર્મને લાયક ગણે છે. મનુષ્યભવ કેટલી મુશ્કેલીથી મળે છે તે વિચારો.
મનુષ્યભવ મેળવનાર કેટલો ભાગ્યશાળી ?
એક સ્ટીમરમાં પાંચ હજાર મનુષ્ય હોય, એ સ્ટીમર ડૂબે તેમાંથી ૪૯૯૯ ડૂબી જાય અને એક મનુષ્ય બચીને કાંઠે આવે એને દુનિયા કેવો ભાગ્યશાળી ગણે ! એજ રીતિએ આપણે સૂમ નિગોદમાં અનંતજીવોની સાથે હતા. જેના જેવી ભાગીદારી કોઈ સ્થળે હોતી નથી, એવી ભાગીદારીમાં ત્યાં હતા. એકજ ટાઈમે એકજ આહાર અનંતાએ સાથે કરવો આવી ભાગીદારી ક્યાંય છે ? શરીર કરવાનું કાર્ય પણ એક સાથે એક સરખું કરવું પડે. અનંતકાય ચાવો છો તે તેનું પરિણામ અહીં આવશે. અનંતાજીવોને એકજ જગા પર રહેવાનું, એક જ સાથે આહાર લેવાનો, શરીર પણ એક જ સાથે કરવાનું, શ્વાસ પણ એકજ સાથે લેવાનો આ ચારે અનંતા ભેગા થઈને જ્યાં એકસરખું કરે એમ કરવું પડે એનું નામજ નિગોદ છે. આઠમ-ચૌદસનો, ઋતુઅઋતુનો, ભક્ષ્યાભસ્યનો ખ્યાલ ન રાખીએ તો વલે શી થાય ? આટલું છતાં બોલવાનું કેવું? પોતાની જીભ વશ નથી એમ કહે તો તો ઠીક પણ, “અરે ! ખાવા કર્યું છે ને ! શું તરસે સૂર્ય ઉગે છે અને ચૌદસે નથી ઉગતો ?” આ બધું બોલાય એ દશા કઈ ? ઋતુના ફળોને અંગે વિચારો. આદ્ર નક્ષત્ર બેઠા પછી કેરી ખવાય નહિ, આ જ્યાં નિયમ ત્યાં “એ વગર ચાલે?” એમ કહી શકાય કેમ ? આ ચાર આંગળની દલાલણની ગુલામીમાં તમે કેટલા ફસાયા છો ? લખો ભાત કે લુખ્ખો રોટલો ખાવામાં પેટને વાંધો નથી પણ વાંધો કોને છે ? જીભને જ વાંધો છે. અભક્ષ્ય અનંતકાય ખવરાવનાર આ દલાલણ છે; એ દલાલણના દબાયેલા હોય તે વિચારી લેજો. ઉપર કહી ગયા તેવી સ્થિતિવાળી નિગોદમાંથી આપણે એકલા નીકળ્યા તો કેટલા ભાગ્યશાળી! અધિકારીપણાની સાથે જવાબદારી જોડાયેલી જ છે. મનુષ્યપણું પામ્યા એટલે જવાબદારી પુષ્કળ પણ સમજતા નથી એ જ ખેદજનક છે માટે જવાબદારી સમજ અને મનુષ્યભવને સાર્થક કરો.