Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૧ ૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૧૨-૩૪
વાતે વળગ્યા. અરધો કલાક થયો એટલે ઘી પીગળી ગયું, રેલો નીચે ઉતર્યો. ઠાકોરને પેલાઓ કહેવા લાગ્યા- “ઠાકોર ! શિયાળામાં તમને આટલો બધો પરસેવો કેમ ? તેય મોઢે નથી અને માથા પર ક્યાંથી?” પેલો શું બોલે ? ઘી આપી દેવું પડ્યું. ચોરી કરતાં પણ ન આવડે તો માલને બદલે માર મળે.
એથી આ ચોરો કુલ્લાં ક્યાં સંતાડવાં તે વિચારે છે. નદી નજીક છે, એનો ધરો ઉંડો છે, ચરચાર માથોડાં પાણી છે, ત્યાં મૂકવાનો વિચાર કર્યો કે કાઢવાનું મન થાય ત્યારે ડૂબકી મારવાનું કામ. ત્યાં કુલ્લાં મેલીને ચોરો ચાલ્યા ગયા. સવારે શેઠીયાએ પોલીસને ખબર આપી. પોલીસે પગેરું જોયું તો નદીના કિનારે પગલાં અટકેલાં દીઠાં. હવે નદીમાં પગ ક્યાં ખોળવો ? પોલીસ તપાસ માટે નદીની ચોતરફ ફરે છે પણ માલનો પત્તો લાગતો નથી તો ચોર શી રીતે પકડાય ? જ્યાં ધરો છે ત્યાં આગળ કાંઠે ઝાડ ઉગ્યું છે. એ ઝાડની ડાળી વાંકી વળેલી છે, અને તેના પરથી કીડીઓ ઉતરતી દેખાય છે. ઘીની ગંધથી ત્યાં કીડીઓ ઉભરાણી છે. આ ઉપરથી પોલીસે અનુમાન કર્યું કે અહીં જ કુલ્લાં હોવાં જોઈએ અને એ આધારે કુલ્લાં મેળવ્યાં. કાળજું ક્યાં બળે છે?
અહીં આપણો મુદ્દો એ છે કે જાનવરનું મન ભૂતભવિષ્યના વિચારવાનું હોય નહિ, પણ વર્તમાનને અંગે મન જબરદસ્ત હોય છે. કીડીઓએ અંદર રહેલું ઘી ગંધના આધારે જાણ્યું. આટલી જબ્બર પરીક્ષા જાનવરોને હોય છે. જેને ભૂતભવિષ્યનો વિચાર ન હોય તેને અસંશી કહેવાય છે. જેને જૈનશાસ્ત્રથી ભૂત ભવિષ્યનો વિચાર ન હોય તે જૈનશાસનથી અસંજ્ઞી છે. જૈન શાસ્ત્રની શ્રદ્ધા વગરનો ભૂતભવિષ્યનો વિચાર હોય તો અસંશી કહીએ છીએ. બરાબર સમજી લ્યો. સંજ્ઞા ત્રણ હોય છે તેમાં દ્રષ્ટિવાદોપદેશિકી કઈ ? જૈનશાસન પામી તેનો વિચાર કરનારા સંજ્ઞી. આપણાં બચ્ચાંઓ દુનિયાદારીના વિષયોમાં લગીર પાછાં પડી જાય તો કાળજું બળી જાય પણ આત્મોન્નતિથી પાછા પડી જાય તો કાળજામાં તેટલું થતું નથી; દુનિયાના વિષયોમાં ‘થાક્યા” એમ થતું નથી એથી સિદ્ધ છે કે દુનિયાદારી જેટલી તત્ત્વબુદ્ધિ ધર્મ પરત્વે નથી તો અધિકની વાત ક્યાં કરવી ? જેનું પાલનપોષણ કર્યું એવી પોતાની દીકરીને પારકે ઘેર દેવામાં, દુનિયાના વ્યવહાર ખાતર ગોળધાણા વહેંચ્યા તો તમે તો એને તત્ત્વ જ માન્યુંને ! જ્યારે આમ છે તે કૃષ્ણ વાસુદેવ જેઓ સંસારને બાજીગરની બાજી માનતા હોય તેઓ સંસારત્યાગ કરનાર માટે ઢોલ વગડાવે એમાં નવાઈ શી ?