Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
આધ્યાત્મિક અને બાહ્ય સુખની સાચી ચાવી ધર્મધૂરાનું
યાને
ધરખમપણું. જગતભરમાં જીવનને ધારણ કરવાવાળા જીવો મંગલિક (સારા) પદાર્થોની ચોવીસે કલાક ચાહના કરે છે, પણ સારામાં સારો પદાર્થ કયો છે તે જાણવા માટે મહર્ષિઓ ફરમાવે છે કે :
- સારામાં સારો ઉત્કૃષ્ટ પદાર્થ ધર્મ છે. આજ વાત એક મનકમુનિ સરખા આઠ વર્ષના લઘુ મુનિને સમજાવવામાં આવી હતી, આચાર્ય ભગવાન શ્રી ધર્મઘોષસૂરિજીએ ધનાસાર્થવાહને પણ એ જ વાત મંત્રમુ9છે એમ કહી જણાવી હતી. અર્થાત્ એક નાના બાળક મુનિને અને એક સમર્થ સાર્થવાહને ઉપદેશ દેવા લાયક સરખી ચીજ હોય તો તે ધર્મની ઉત્કૃષ્ટમંગળતા જ છે. -
આવી રીતે બાળ જીવને માટે એક પદથી, યાદ રાખી શકાય અગર ગોખી શકાય તેવી રીતે ધર્મનું ઉત્કૃષ્ટ માંગલિકપણું જણાવીને મધ્યમ બુદ્ધિને માટે શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી જણાવે છે કે - ધર્મસ્વપવઃ
એટલે દરેક દીર્ધદર્શ જીવોએ સુખ અને પરમ સુખના ધામ તરીકે માનેલો, સ્વર્ગ અને મોક્ષ એ બન્નેને દેનાર પણ ધર્મ જ છે. (ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે તે જગા પર થઈ પદ આવી ગયેલ હતું છતાં આ બીજા પદમાં પણ થર્ષ પદ મૂકવાથી સ્પષ્ટ થાય છે કે બન્ને પદનાં બન્ને વાક્યો જુદાં છે અને તેથી તે જુદા જુદા ઉપદેશને ઉદેશીને કહેવા લાયક છે.) કોઈ પણ જીવ પુણ્ય રૂપ ધર્મની તીવ્રતા સિવાય સ્વર્ગને પ્રાપ્ત કરી શકતો નથી, અને નિર્જરા ધર્મની પરમ પ્રકર્ષ દશા પ્રાપ્ત થયા વિના, અવ્યાબાધ સુખમય, મોક્ષને મેળવી શકતો નથી માટે સત્ય જ કહ્યું છે કે સ્વર્ગ અને મોક્ષને દેનાર ધર્મ જ છે.
આવી રીતે બાળ જીવોને અંગે ધર્મનું ઉત્કૃષ્ટ માંગલિકપણું, અને મધ્યમબુદ્ધિ જીવોને અંગે સ્વર્ગ અને મોક્ષને દેવાનું સામર્થ્ય ધર્મમાં જ છે એમ જણાવી જેઓ વિચક્ષણ હોઇ મોક્ષ પદાર્થ દેય, આદેય નથી કિન્તુ કેવલ આત્માની પરમશુદ્ધ દશા જ મોક્ષ છે એમ સમજે અને સ્વર્ગ એ વાસ્તવિક સુખનું સ્થાન નથી કિન્તુ સ્વર્ગનું સુખ, એ કેવલ બાહ્ય દુઃખોના ઉપચાર રૂપ જ છે, પણ વાસ્તવિક સુખ તો તેજ છે કે જે આત્મામાં સ્વભાવે રહેલું છે એવું સમજનાર બુધ જનોને માટે માત્ર તે મોક્ષના પ્રતિબંધને દૂર કરવાની જ જરૂર રહે તેથી શ્રુતકેવલી સરખા આચાર્ય ભગવાન્ શ્રી ધર્મઘોષસૂરિવર્ય ફરમાવે છે કે - થ: સંસારનારર્શિષને માલેશો .
અનુસંધાન ટા. પા. ૨