Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
-
.
શ્રી સિદ્ધચક્ર
તા. ૬-૧૨-૩૪ ૨૬ જે તીર્થમાં જાત્રા કરી હોય તે તીર્થમાં સંઘપતિએ દહેરૂ, દહેરી કે સૂપ વિગેરે કરાવવું જોઇએ
અને તે દહેરા વિગેર કરનારા સલાટ વિગેરેનો સત્કાર કરવો જોઇએ. ર૭ જે તીર્થનો સંઘ કાઢયો હોય તે તીર્થમાં વિશેષ કરીને ધ્યાન, જપ અને સેવા વિગેરે એવી ઉત્કૃષ્ટ
રીતે કરવાં જોઇએ કે જેથી તે સેવાના સંસ્કારો યાવજજીવ આત્મામાં રહે અને બીજાઓ તેની
સ્પૃહા કરવા પૂર્વક અનુમોદના કરે. ૨૮ તીર્થના જે જે ભાગની ખામી હોય અગર નાશ પામતો હોય તેની તેવી રક્ષા કરવી તથા સમારવા
જોઇએ. ૨૯ તીર્થની રક્ષા કરનાર પુરુષોનું અત્યંત સન્માન કરવું જોઇએ અને તે તીર્થરક્ષકો પાસે જો તે રાજા
વિગેર અધિકારી હોય તો તીર્થને માટે લાગો પ્રવર્તાવવો જોઇએ. ૩૦ તીર્થસ્થાનમાં સંઘમાં જે જે આવેલા સાધર્મિક હોય તે સર્વનું અશન, પાન, ખાદિમ, સ્વાદિમ
વિગેરેથી વાત્સલ્ય કરવું જોઇએ. ૩૧ સંઘમાં પધારેલા આચાર્યો, ઉપાધ્યાયો વિગેરે ગુરુમહારાજાઓની અશન, પાન, ખાદિમ, સ્વાદિમ,
વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ વિગેરે વહોરાવવાપૂર્વક અને સકલ શ્રાવકશ્રાવિકા વર્ગને પહેરામણી
આપી ભક્તિ કરવી જોઇએ. ૩૨ જૈનોની પાસે માંગવાવાળા જે યાચક તથા દીન, અનાથ વિગેરેને ઉચિત દાન દેવું વિગેરે
ધર્મકૃત્યો તીર્થસ્થાનમાં કરવાં જોઇએ. એમ નહિ કહેવું કે યાચક વિગેરેથી દેવાતું દાન એ માત્ર દાતારની કીર્તિને ફેલાવનાર હોવાથી નિષ્ફળ છે, કેમકે તે યાચકો ત્રિલોકનાથ તીર્થકર ભગવાન જૈનધર્મના ધુરંધર ગુરુમહારાજા અને સકળ સત્કૃત્યના સમુદ્ર શ્રીસંઘના ગુણોની ઉદઘોષણા કરવાવાળા હોવાથી તેમને દેવાતું દાન પણ બહુ ફળવાળું છે, કેમકે શ્રીજિનેશ્વર મહારાજા વિચરતા હતા તે વખતે પોતાના શહેરથી નજીકમાં જિનેશ્વર મહારાજનું આવવું થયું છે એવું જણાવી
વધામણી આપનારને ચક્રવર્તી વિગેરે સાડીબાર ક્રોડ સોનૈયા વિગેરે આપે છે. ૩૩ એવી રીતે યાત્રા કરીને જેવી રીતે ગયો તેવી જ રીતે વિધિસર પાછો વળતો સંઘપતિ પોતાના
શહેરમાં આવે ત્યારે મોટા મહોત્સવથી પ્રવેશ કરે, અને દેવાદ્વાન વિગેરેનો મહોત્સવ કરે. ૩૪ ઓછામાં ઓછું વર્ષ અને વધારેમાં વાવજજીવ સુધી તીર્થદર્શનના સ્મરણ નિમિત્તે ઉપવાસ વિગેરે
તપસ્યા જે દિવસે તીર્થ પ્રથમ જુહાર્યું હોય તે દિવસ આવે ત્યારે કરે.
ઉપર જણાવ્યા પ્રમાણે શાસ્ત્રકારોએ સંઘયાત્રાનો વિધિ કહેલો હોવાથી વાચક સ્પષ્ટપણે સમજી શકશે કે સંઘયાત્રામાં જનારા શ્રદ્ધાળુઓ છરી પાળી પોતાના આત્માને સંસ્કારિત કરે છે, દરેક ગામના ચૈત્યોની યાત્રાનો લાભ મેળવી શકે છે, ગામ ગામના ઉત્તમોત્તમ સાધર્મિકોના સમાગમમાં આવી શકે છે, જે જે ગામોમાં પરસ્પર મતભેદો હોય, તડાં પહેલાં હોય અને તેમાં પરસ્પર સમાધાનનો માર્ગ કંઈ વર્ષોથી ન આવી શક્યો હોય તેવા તડોનું સમાધાન શ્રીસંઘના આગમનને અંગે થાય છે, તેવા સંઘાદિના આગમનના કારણ સિવાય પરસ્પરનાં તડો વર્ષોના વર્ષો સુધી તેમને તેમ પડ્યાં રહે છે, માટે