Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
.
૯૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૧૨-૩૪ લીન રહેવા રૂપી પરહિતનિરતપણું વિચારતાં ચરમ તીર્થકર ભગવાન શ્રી મહાવીર મહારાજનું તેને અંગે સ્વરૂપ વિચારતાં તેમના નયસારના ભવનો વિચાર ચાલે છે.
પહેલાના અંકોમાં નયસાર લાકડાં માટે ગરમીના દિવસોમાં ભયંકર જંગલ તરફ જાય છે એ વાત જણાવી ગયા અને સુવિહિત સાધુઓનો સમાગમ અને દાન તથા સમ્યકત્વનો પ્રસંગ કેવી રીતે આવે છે તે અધિકાર વિચારીએ.
પૂર્વકાળમાં એવા કેટલાક પ્રતિષ્ઠિત લોકો હતા કે જેઓ લોકોના સમૂહ એટલે સાર્થને સાથે લઈને દેશાંતરે વેપાર માટે પ્રયાણ કરતા હતા અને તેથી તેવા પ્રતિષ્ઠિતોને સાર્થવાહ તરીકે ગણવામાં આવતા હતા. જેવી રીતે યુગાદિ ભગવાન્ શ્રી ઋષભદેવજીએ ધના સાર્થવાહના ભવમાં સર્વ લોકોની સંભાળ લેવાની જાહેરાત સાથે સાથે કાઢી સાર્થવાહપણું કર્યું હતું, તેવી રીતે આ નયસારના ભવની વખતે પણ કોઇક પ્રતિષ્ઠિત સદ્ગુહસ્થ કોઈક સારા શહેરમાંથી દીન, અનાથ વિગેરેને તેની અડચણો દૂર કરવાની જાહેરાત પૂર્વક અને સાર્થમાં સાથે આવતા દરેક મનુષ્યની રક્ષા કરવાની સર્વ સામગ્રી તૈયાર કરી કોઇક અમુક શહેરે જવા માટે સાર્થ કાઢી તેના સાર્થવાહપણું ધારણ કરેલું છે. આવી રીતે જાહેરપણે સાર્થનું જવું અને સાર્થ વાહની ઉઘોષણા તે મૂળ સ્થાનમાં વિચરતા સુવિહિતશિરોમણિ સાધુ મહાત્માઓને શ્રવણગોચર થઈ.
- સાધુ સુવિહિતોને જંગલ ઓળંગીને વગર કારણે વિહાર કરવાની મનાઈ છે અને એ જ કારણથી કેટલેક સ્થાને નિશRvi વિહારોડપિ નિષિદ્ધ એમ સામાન્ય રીતે વિશેષ વિધાનને અંગે કહેવામાં આવ્યું છે, પણ સર્વથા જંગલ ઓળંગીને વિહાર ન કરવો અગર સકારણ પણ સાધુઓએ જંગલ ઓળંગીને દેશાંતરે ન જ જવું એમ નિશ્ચિત નથી, તેથી તે સુવિહિત શિરોમણિઓને પણ તે સાર્થવાહની ઉદ્ઘોષણા સાંભળી દેશાંતરે જવાનો વિચાર થાય તે અસંભવિત નથી, યાવત્ સાર્થવાહની અનુજ્ઞા લઈને સુવિહિત સાધુઓએ પણ સાર્થની સાથે તે ગામથી વિહાર શરૂ કર્યો. અવિચ્છિન્નપણે પ્રયાણ કરતાં જે ગામથી સાર્થ ચાલ્યો હતો તેની નજીકની વસતિવાળો બધો દેશ ઓળંગ્યો અને જંગલના નજીકમાં કોઇક ગામમાં સાર્થવાહનો પડાવ થયો, ત્યા મુનિ મહારાજાઓ અજ્ઞાત અને ઉંછ એવી ભિક્ષા માટે તે નજીકના ગામમાં ગોચરી માટે પધાર્યા. આહારાદિકની ગવેષણામાં વાર લાગી હોય કે સાર્થવાહને ત્યાંથી ઉપડવાને બીજું કાંઈ કારણ થયું હોય પણ તે મુનિ મહારાજા ગામમાંથી ભિક્ષા લઈને પધારે અને ગોચરી કરીને સાર્થમાં મળી જાય તે પહેલાં જ સાર્થવાહે સાર્થનો પડાવ ઉપાડી લઈ પ્રયાણ શરૂ કરી દીધું મુનિ મહારાજા પણ ભિક્ષાવૃત્તિ કરી આહારપાણી કરીને સાર્થમાં મળી જઇશું એવી બુદ્ધિએ તે ગામથી વિહાર કરી આગળ ચાલ્યા આગળ ચાલતાં ચાલતાં તે મુનિ મહારાજાઓ ભયંકર જંગલમાં ભૂલા પડ્યા અને માનો કે