Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
, , , , ,
, , , , , , , , , , , , , , •
૧૦૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૧૨-૩૪ મનુષ્યપણામાં ઈંદ્રિયોનું સુખ માથું ફોડીને શીરો ખાવા જેવું છે.
હવે ઈદ્રિયોના વિષયોને અંગે તપાસો. એ વિષયો મફત નહિ મળે, પૈસા પડશે. કંદોઈને ત્યાંથી ઉપાડી (મફત)ને ખાવા માંડશો તો પપ્પા પડશે. પૈસા પેદા કરો તો જ રસનાની મોજ લઈ શકો. મફતીયા મોજ માણવા જાઓ તો ખાસડાં ખાવાં જ પડેને ? મનુષ્યપણામાં આવ્યા તો આ પંચાત થઈને ? કીડી મંકોડી ગળપણ લઈ જાય છે તેને કાંઈ દંડ છે? નહિ. રસનાની મોજ એ કરે છે છતાં શિક્ષાપાત્ર નહિ જ્યારે મનુષ્ય રસનાની મોજ મફત કરવા જાય તો એને શિક્ષા સહન કરવી પડે છે. ધ્રાણેદ્રિયને અંગે, રાજાએ બગીચામાં કોઈ સુંદર ફૂલ રોપાવ્યું હોય તે સુંઘવા તમે જઈ શકો નહિ પણ ભમરાને કોણ રોકે છે ? ત્યારે રોકટોક મનુષ્ય માટે જ. જો સુગંધીને અંગે મનુષ્યભવની સફળતા ગણો તો તમારા કરતાં ભમરાનો ભવ સારો ગણાય. તમે બગીચામાં પેસવા જાઓ તો ખુલ્લી તલવારવાળા તમારી આડા આવે, જ્યારે ભમરાને એ તલવાર નડતી નથી. રૂપને અંગે-રાણીનું રૂપ મનુષ્યોને જોવું આખી જિંદગીમાં મુશ્કેલ, જ્યારે ત્યાં રહેલા જાનવરો કાયમ જોઈ શકે છે. શબ્દને અંગે થિયેટરમાં સંગીતાદિ સાંભળવા જવા માટે તમારે ટિકિટ લેવી પડે, જ્યારે ચકલાં, કબુતરો વિગેરેને કાંઈ આપવું પડે છે ? એ જાનવરો શબ્દ સાંભળી શકતાં નથી, રૂપ જોઈ શકતાં નથી, ગંધ, રસ, સ્પર્શમાં સમજી શકતાં નથી એવું તો તમે કહી શકશો નહિ ?
એ બધી વાત જતી કરીએ, મનુષ્યપણામાં વિષયો અનુભવ્યા તેથી એને સફળ ગણતા હોઈએ તો એ સુખ જાનવરના ભવમાં જવાબદારી વગર મળી શકત તો મનુષ્યપણામાં અધિક શું મળ્યું ? પદ્ગલિક સુખ, ઈદ્રિયોનું સુખ માથું ફોડીને શીરો ખાવા જેવું છે. ઈદ્રિયોનું સુખ તમારા કરતાં સાહેબ લોકોના કુતરાને સારું છે. જો વિષયસુખને અંગે મનુષ્યપણાને સફળ ગણતા હો તો તો જાનવરપણું આવ્યું (મળ્યું) હોત તો સારું કેમકે મનુષ્યપણામાં તો વિષયો મેળવવા માટે ફરજો પહેલાંથી ગળે વળગી. એવા વિષયો તિર્યંચને પણ છે અને તેઓ ફરજ વગર ભોગવી શકે છે. લોકવ્યવહાર ખાતર અપાતા ભોગની અવધિ. - તિર્યંચને પણ કુટુંબ છે. તમને તમારાં બચ્ચાં ઉપર એવો રાગ નથી. ગર્ભમાં ભલે છોકરો આવે કે છોકરી, તેમાં માતાને ગર્ભમાં ફરક કયો? બંનેને સવા નવ મહિના ગર્ભમાં રાખવાના એમાં કઈ ફરક છે? જન્મ આપવામાં બન્ને માટે સરખી જ વેદના, જમના દ્વાર છે ને? જમ્યા પછી ધવરાવવામાં, હવરાવવામાં, ખવરાવવામાં, ઉછેરવામાં લુગડાંલત્તામાં છોકરા-છોકરીમાં ફરક કયો ? આટલું છતાં છોકરીને ઘેર રાખો છો ? નહિ છોકરીને આપણા ઘેર ન રખાય, એ દુનિયાદારીનો વ્યવહાર મગજમાં