Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(અનુસંધાન ટાઇટલ ૪ નું) અર્થાત્ આત્માના સ્વરૂપને યથાસ્થિત સ્વરૂપમાં પ્રગટ નહિ થવા દેનાર આઠે કર્મોનો અખાડો આ સંસારરૂપી અરણ્ય છે, અને તેને ઉલ્લંઘન કરવામાં આત્મા પોતે જ માર્ગ ગ્રહણ કરે છે પણ તે માર્ગને પ્રાપ્ત કરાવનારા અગર દેખાડનાર જો કોઈ પણ પદાર્થ હોય તો તે ધર્મ (નિર્જરાધર્મ) સિવાય બીજો કોઈ નથી.
આવી રીતે બાળ, મધ્યમબુદ્ધિ અને બુધ જનરૂપી શ્રોતાઓની અપેક્ષાએ ધર્મનું સ્વરૂપ બતાવી જગતમાં સર્વ ઈષ્ટ પદાર્થોની સાધનતા ધર્મમાં જ રહેલી છે એમ જણાવતાં ફરમાવે છે કે :૧ માતા જેમ બાળકને જન્મ આપે છે, તથા પોષણ કરે છે તેવી રીતે જીવનને સુંદર ગતિમાં જન્મ
આપનાર થતા પોષણ કરનારા જો કોઈપણ હોય તો તે ધર્મ જ છે. ૨ પિતા જેમ પોતાના પુત્રનું અનેક આપત્તિઓથી બચાવ કરી રક્ષણ કરે છે તેવી રીતે વન, રણ,
જન, શત્રુ, જળ અને અગ્નિ આદિની અંદર રક્ષણ કરનાર જો કોઈ હોય તો તે ધર્મ જ છે. સમજદાર મિત્રો જેવી રીતે પરસ્પર સુખ દેવાપૂર્વક ખુશી રાખવામાં પોતાની ફરજ સમજે છે તેવી રીતે સર્વ અવસ્થામાં નિશ્ચિત્ત રાખી પરમખુશીપણું પેદા કરનાર હોય તો તે ધર્મ જ છે. સ્વજન કુટુંબી મનુષ્યો પોતાના કુટુંબના મનુષ્યના સેંકડો અપરાધો અને અવગુણોને સહન કરીને પણ જેમ જીવનપર્યત સ્નેહને ધારણ કરી સંબંધ જાળવે છે, તેવી રીતે ઘોરાતિઘોર પાપકર્મ કરનાર મનુષ્યને પણ દુર્ગતિની આપત્તિઓથી બચાવી સદ્ગતિ સમર્પણ કરવાકારાએ સ્નેહને સાચવનાર હોય તો તે ધર્મજ છે. અજ્ઞાની અને નિર્ગુણ-જીવોને ઉપદેશરૂપ અમૃતધારાથી જેમ આચાર્યાદિ ગુરુમહારાજાઓ નિર્મળતમ એવા ગુણોનો પ્રવેશ કરાવીને અત્યંત ઉંચી પદવી પમાડે છે તેવી રીતે મૂળથી સર્વથા અવ્યક્ત માત્ર સ્પર્શન ઇન્દ્રિયની જ જઘન્ય ચેતનાને ધારણ કરનારા જીવનમાં કેવળજ્ઞાનાદિ અસાધારણ
ગુણોને પ્રવેશ કરાવનાર જો કોઈપણ હોય તો તે ધર્મજ છે. ૬ રાજા, શેઠ શાહુકાર જેમ પોતાનો નોકર કે જેની કોઈ જાતની કિંમત પ્રથમ હોતી નથી તેવાને
યુદ્ધકલાકારાએ, લક્ષ્મીદ્રારાએ કે વ્યવહારિક શિક્ષણ દ્વારા એ સંસ્કારિત કરી પ્રતિષ્ઠાપાત્ર બનાવે છે તેવી જ રીતે જે જીવન નિગોદાદિક અવસ્થામાં માગેલી ચીજના અનંતમા ભાગમાં જતો હતો તેવા જીવને પણ સમગ્ર સદ્ગુણોથી પરિપૂર્ણ બનાવી દેવેન્દ્ર, નરેન્દ્રને પણ પૂજ્ય એવી પદવીને
પમાડનાર જો કોઇપણ હોય તો તે ધર્મ સિવાય કોઈ જ નથી. ૮ શત્રુના પરાભવની વખતે બખ્તરની માફક બચાવ કરનાર હોય તો તે ધર્મ જ છે. ૯ જડપણાનો નાશ કરવા માટે તાપ સમાન જો કોઈપણ હોય તો તે ધર્મ જ છે. ૧૦ પાપનાં મર્મસ્થાનોને વીંધનારો પણ જો કોઈ હોય તો તે ધર્મ જ છે.
પૂર્વે જણાવ્યા પ્રમાણે ધર્મનું ઉપમા અને અભદાલંકારધારા એ સ્વરૂપ જણાવી હવે ફળદ્વારા એ સ્વરૂપ જણાવતાં ફરમાવે છે કે :
(અનુસંધાન ટા. ૩ જે પાને)