Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૮૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૬-૧૨-૩૪ માટે તે પૈસાનો ઉપયોગ થવો જોઇએ, પણ તેઓ ભૂલી જાય છે કે આર્થિક સ્થિતિમાં આખી કોમ સદ્ધર હોય એવું કોઈ દિવસ બનેલું જ નથી. ભગવાન મહાવીર મહારાજની વખત પણ પુણિયો શેઠ સાડીબાર દોકડાની જ મિલકત ધરાવતો હતો. આર્દ્રકુમારની સ્ત્રીને આદ્રકુમારની દીક્ષા થતાં રેંટીઓ કાંતિને જ પોતાનું અને પોતાના છોકરાનું પોષણ કરવાનો ઉલ્લેખ જે શ્રીસૂયગડાંગસૂત્રમાં છે તે પણ ભગવાન મહાવીર મહારાજના વખતનો જ છે. મહારાજા કુમારપાળની વખતમાં તેવા ગરીબો હતા કે જેઓ તીર્થના ચૈિત્યઉદ્ધાર સરખાં કામમાં પણ તેવી રકમ આપવાને શક્તિવાન થતા હતા. જો કે તેની તેવી સ્થિતિમાં પણ થયેલી ઉદારતાને અંગે ભાગ્યશાળીઓએ આગેવાન કર્યો હતો એવો ઉલ્લેખ મળે છે, તે છતાં તેવા વખતમાં ધર્મિષ્ઠ પુરુષોએ કરોડો રૂપિયા સંઘયાત્રાના કાર્યમાં ખરચ્યા છે એવા ઉલ્લેખો ગ્રંથો અને ચરિત્રોમાં સ્પષ્ટપણે મળે છે. આ જડવાદીઓને બંગલા બંધાવવાને અંગે થતા લાખો રૂપિયાના ખર્ચે, પચીસ પચીસ હજાર અને દશ દશ હજારની મોટરો રાખવાના ખર્ચા, મોટા મોટા બગીચાઓના ખર્ચા અને સર્વ સાધારણ મોજશોખના ખર્ચા ખટકતા નથી, પણ તેઓને ફક્ત ધાર્મિક કાર્યો તરીકે પ્રતિષ્ઠા, ઉજમણાં, ઉપધાન, સામૈયાં અને સંઘ જેવા શાસનની પ્રભાવનાના અને ધર્મને પોષણ કરનારાં કાર્યો જ માત્ર ખટકે છે, અને તેથી તેવા કાર્યોની વિરુદ્ધતા કરવામાં જ પોતાના સર્વ પ્રયત્નોને જોડે છે, એ જોનારો કોઈપણ જૈન તે જડવાદીઓના વચનો તરફ તિરસ્કાર વર્ષાવ્યા સિવાય રહી શકે જ નહીં. - આચાર્ય મહારાજ શ્રીરત્નશેખરસૂરિજી સંઘારાએ કરવી જોઈતી તીર્થયાત્રાના સંબંધમાં લખે છે કે શ્રી શંત્રુજ્ય, ગિરનારજી વિગેરે જે સ્થાવર તીર્થો પ્રસિદ્ધ છે તે તથા તીર્થકર મહારાજના જન્મ, દીક્ષા, જ્ઞાન, મોક્ષ અને વિહારનાં સ્થાનકો ઘણા ભવ્ય જીવોને શુભ ભાવ કરવા દ્વારાએ સંસારસમુદ્રથી તારનાર છે તે તીર્થો કહેવાય, અને તે તીર્થોમાં પોતાની અને અન્ય જીવોના સમ્યકત્વની શુદ્ધિ, શાસનની ઉન્નતિ વિગેરે માટે વિધિપૂર્વક યાત્રા કરવી તેનું નામ તીર્થયાત્રા કહેવાય. આ ઉપરથી શાસ્ત્રકારો જ્યારે સંઘયાત્રાને સમ્યગદર્શનની શુદ્ધિ અને પ્રભાવનાઆદિ શાસનની ઉન્નતિના હેતુ તરીકે જણાવે છે, ત્યારે તે સંઘયાત્રાની નિરર્થક્તા જણાવનાર જડવાદીઓ સમ્યગદર્શનના સાધનો અને શાસનની પ્રભાવનાના હેતુઓનો નાશ કરવા તૈયાર થયા છે એમ માન્યા સિવાય છૂટકો જ નથી. જો કે સંઘયાત્રા કરવાની કોઈને શિર ફરજ નથી હોતી એ તો જેને પોતાના આત્માના સમ્યગ્રદર્શનની શુધ્ધિ કરવી હોય છે અને શાસનની પ્રભાવના કરવી હોય છે તેઓ જ તે સંઘયાત્રા કરે છે. યાદ રાખવાની જરૂર છે કે સંઘયાત્રા કરવાવાળો મનુષ્ય સાધર્મિક વાત્સલ્ય અને સાધર્મિકના પોષણથી વિરૂધ્ધ નથી હોતો, પોતાના ઉલ્લાસ પ્રમાણે અને ઉદારતાને ધ્યાનમાં રાખી પોતે પણ સાધર્મિકની ભક્તિ અને પોષણ કરે જ છે, પણ આ જડવાદીઓને પોતાની લાખોની મિલકત છતાં, નથી તો સાધર્મિકોનું વાત્સલ્ય કરવું અને નથી તો પોષણ કરવું. જો જડવાદીઓ પોતે સાધર્મિકોના વાત્સલ્ય અને પોષણ તરફ પોતાની તે અંશની કૃપણતા છોડીને અગર પોતાના મોજશોખના ખર્ચામાં કાપ મૂકીને જો સાધર્મિકોનું વાત્સલ્ય, પોષણ કરતા હોત તો કોઈક વખતે નીકળનારા સંઘોની વખત તેમને બળતરા કરવાનો વખત જ આવત નહિ, પણ જડવાદીઓને તો માત્ર ધર્મિષ્ઠ પુરુષોથી કરાતાં કાર્યોને રોકી દેવાં છે અને પોતાને બંગલા વિગેરેની મોજમઝા કરવી છે, પણ ધર્મિષ્ઠ મનુષ્યો તે સંઘયાત્રાદિકનાં કાર્યો પોતાના જન્મ અને લક્ષ્મીને સફળ કરવા સાથે સમ્યગ્દર્શનધારાએ પોતાના આત્માની