Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૮૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૬-૧ ૨-૩૪ આ સંસારસમુદ્રથી તારનારા તીર્થોની સેવા કરવા માટે પોતે યાત્રા કરે અને અન્ય અનેક ભવ્યજીવોને તેવી અમૂલ્ય યાત્રાનો લાભ લેવડાવે તે ધારણાએ તીર્થોના જે સંઘો નીકળે છે તે ચક્રવતી મહારાજા ભરતે પ્રથમ શ્રીસિદ્ધાચલજી વિગેરેનો સંઘ કાઢીને જ તેનું વ્યાજબીપણું પુરવાર કરેલું છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની ટીકામાં ભગવાન પાર્શ્વનાથજીના ચરિત્રને વિલોકન કરનારા તથા વિંશતિસ્થાનક ચરિત્રને વિચારનાર મનુષ્ય આદિ ચક્રવતી ભરત સિવાયના અન્ય તીર્થોના અન્ય સંઘોને પણ માન્યા સિવાય રહેશે નહિ. શ્રીસિદ્ધાચલજી મહારાજને અંગે વર્તમાન શ્રીવર પરમાત્માના શાસનમાં પણ વીર વિક્રમાદિત્ય, રાજર્ષિ કુમારપાળ, મંત્રી મહત્તમ શ્રીવાસ્તુપાળ તેજપાળ વળી સાધુત્તમ પેથડશાહ વિગેરેના સંઘોની હકીકત તો વર્તમાન સાહિત્યમાં સ્થાન સ્થાન ઉપર વર્ણવાયેલી જ છે. આવી શાસ્ત્રથી અને ઇતિહાસથી સિદ્ધ થતા શ્રીસિદ્ધગિરિ આદિના સંઘયાત્રાના વૃત્તાંતો સાંભળી, સમજી અને વિચારીને કયો શક્તિ સંપન્ન પુરુષ તેવો તેનો અમૂલ્ય લાભ મેળવવા કટિબદ્ધ ન થાય ?
આ સ્થળે કેટલાક જડવાદની જડમાં જકડાયેલા અને ધર્મ કરતાં ધન તરફ જ નજર રાખનારા લોકો શ્રીસંઘયાત્રાના ઉત્થાપનના મુદાથીજ ગાંધીજીની દાંડીની પગયાત્રાના ચમત્કારને પોતાના ચિત્તમાં ચિતરનારા છતાં પણ શ્રીસંઘયાત્રાને તોડવા માટે તેની નિરર્થકતા જણાવે છે, અને કહે છે કે જે જમાનામાં રેલ્વે જેવી સગવડ ન હતી, લોકોની નિર્ધનતા હતી, તીર્થયાત્રાના માર્ગો અન્ય રાજ્ય અને લુંટારૂ આદિના ભયોથી ભરપૂર હતા તેવા વખતે તેવી રીતે સમુદાયે સંઘયાત્રા કરવાની જરૂર હતી, પણ વર્તમાનમાં તેવું કાંઈ નહિ હોવાથી લાખો રૂપિયા ખરચી જે સંઘયાત્રાઓ કરવામાં આવે છે તે ધન અને વખતનો નિરર્થક ભોગ આપવાનું જ છે, કેમકે વર્તમાનયુગની સગવડ પ્રમાણે જે યાત્રા ટૂંકા ખર્ચ અને ટૂંકી મુદત થઈ શકે છે, તે યાત્રા માટે લાંબી મુદત ગાળવી અને લાંબો ખર્ચ કરવો તે સુધારાને અને સુધરેલા જમાનાને લાયક નથી અને તેથી તે નિરર્થક જ છે. આવું કહેવાવાળાઓ તીર્થયાત્રામાં માત્ર તે તીર્થો ઉપર જવું એટલું જ તત્ત્વ સમજેલા છે, પણ તેઓને ખબર નથી કે તીર્થયાત્રા એ માત્ર તે તીર્થમાં ઘૂમવા માત્રથી નથી પણ વિધિપૂર્વક સમ્યગદર્શનાદિના રત્નત્રયીના આરાધન, સાધર્મિક ભકિત વિગેરે અનેક સત્કૃત્યો પૂર્વકજ કરાતી યાત્રા તે તીર્થયાત્રા છે, અને એ તીર્થયાત્રાની વાસ્તવિક સ્થિતિ જે સંઘયાત્રાનું સ્વરૂપ આગળ જણાવવામાં આવશે તે વાંચવાથી સહેજે માલમ પડશે અને તેવી વાસ્તવિક તીર્થયાત્રા માટે તીર્થના સંઘોની આવશ્યકતા છે એમ સહેજે સમજાશે.
શ્રીશ્રાદ્ધવિધિની અંદર આચાર્ય મહારાજ શ્રીરત્નશેખરસૂરીશ્વરજી મહારાજ યાત્રાના ત્રણ ભેદો બતાવતાં પહેલાં વર્ષમાં ઓછામાં ઓછી છ વખત આવતી હોવાથી અઠ્ઠાઈને અંગે અષ્ટાલ્મિકાયાત્રા બતાવે છે અને બીજી વાર્ષિકપર્વને અંગે મુખ્યતાએ એકજ વખત થતી હોવાથી વાર્ષિક કૃત્ય તરીકે ચૈત્યયાત્રા એટલે સમગ્ર દૈત્યોને વંદના કરવારૂપ બીજી યાત્રા બતાવે છે અને તેની સાથે જ વાર્ષિક કૃત્ય તરીકે ત્રીજી તીર્થયાત્રા બતાવે છે. આ ઉપરથી સ્પષ્ટ થશે કે શક્તિસંપન્ન અને ઋદ્ધિમાન શ્રાવકે તો પ્રતિવર્ષ સંઘયાત્રા કરી તીર્થયાત્રા કરવી જ જોઇએ. શાસ્ત્રકારો જ્યારે પ્રતિવર્ષ સંઘયાત્રા ધારાએ તીર્થયાત્રા કરવાનું ફરમાવે છે ત્યારે કોઇક કોઇક શ્રીમંતો માત્ર જિંદગીમાં એકાદ વખત સંઘ કાઢે તે પણ જેઓથી ન ખમાય તેઓને જડવાદનો કેટલો પવન વાગ્યો હશે તે સહેજે સમજાય તેમ છે. તે જડવાદીઓ તરફથી એમ કહેવામાં આવે છે કે કોમની આર્થિક દશા ઘણી જ નબળી થયેલી હોવાથી કોમના મનુષ્યોની મદદ