Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૬-૧૨-૩૪
• • • • • • • • • •
• • • • • •
• • • • • •
• • • • • •
• • • • •
• •
• • • • • • • • • • • • • • • • • • • • • •
સંસારસમુદ્ર તારનાર તીર્થો.
સ્થાવર તીર્થોની સફળ કલ્યાણકારિણી યાત્રા. સાધર્મિક ભક્તિઆદિક સત્કાયપૂર્વક સફળ કરાતી સંઘપતિપણાની પદવી.
જૈન તેમજ જૈનેતર વર્ગમાં જેઓ આસ્તિકપણાની લાઇનમાં આવેલા હોઇ પોતાના આત્માને આસ્તિક માનતા હોય છે તેઓ પોતાના આત્માને અનાદિકાલથી સંસાર સમુદ્રમાં રખડવાવાળો અને આરંભ પરિગ્રહ, વિષય કષાયદ્વારાએ અનેક પ્રકારના પાપકર્મોને બંધ તેના કટ્રવિપાકોને ભોગવવાવાળો માને છે, અને તેથી જ આસ્તિક માત્ર સામાન્ય રીતે સંસારસમુદ્રની મુસાફરીથી કંટાળેલો હોય છે. આ સંસારસમુદ્રના પ્રવાહમાં તણાવાથી આવેલો કંટાળો અને લાગેલો ભય જેટલી તીવ્ર, તીવ્રતર કે તીવ્રતમ દશામાં હોય છે. તેટલી જ દશાએ તરવાના સાધનોની તે ચાહના કરે છે. સંસારમાં સામાન્ય પણ નિયમ છે કે ચાહે જેવા ભયંકર વ્યાધિવાળો મનુષ્ય હોય પણ જ્યાં સુધી વ્યાધિની ભયંકરતા ન સમજે ત્યાં સુધી વ્યાધિને મટાડનારા વૈદ્યો કે તેના ઔષધની ચાહનામાં તીવ્ર ઇચ્છાવાળો થતો નથી, તેવી રીતે અહીં પણ જ્યાં સુધી ભવ્યપણામાં રહેલો જીવ જ્યાં સુધી સંસાર સમુદ્રના ભ્રમણની ભયંકરતાનું ભાન ધરાવતો નથી અને તે સંસારને અનાદિનો માનવા સાથે તેને દુઃખરૂપ, દુઃખફળ અને દુઃખઅનુબંધવાળો ગણવા તૈયાર થતો નથી, ત્યાં સુધી તેનામાં ભવ્યત્વપણું છતાં પણ મોક્ષની અને મોક્ષ મેળવવાના સાધનભૂત સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યક્રચારિત્રની તીવ્ર ઇચ્છાવાળો થતો નથી. સમ્યગદર્શન એજ ચીજ છે કે જેમ ભયંકર વ્યાધિમાં ઘેરાયેલો મનુષ્ય, કણ, કંચન, કુટુંબ વિગેરેના ભોગે પણ પોતાના વ્યાધિનો નાશ કરવામાં માત્માર્થે સન્ન ચત્ એ નીતિને અનુસરીને કટિબદ્ધ થાય છે, તેવી રીતે જે ભવ્ય જીવ સંસારસમુદ્રને તરી જઈ પવિત્ર પરમ પદરૂપી પટ્ટણને પામવાને કટિબદ્ધ થયો છતાં અન્ય કોઈપણ સુખની લાલસા કે દુઃખના ભયોની દરકાર કરે નહિ. ભયંકર વ્યાધિવાળો મનુષ્ય પણ જેવી રીતે આરોગ્યતાના સાધનભૂત ઔષધોનું પાન કરવા સાથે કુપથ્યને ટાળવાનો પણ પ્રયત્ન અનુપમ રીતિએ જ કરે છે. તેવી જ રીતિએ ભવ્ય જીવોએ પણ મોક્ષપદની પ્રાપ્તિ માટે સમ્યગદર્શનાદિકનું અનુશીલન કરતાં વિષયકષાય આદિક કુપથ્થોને ટાળવાની અવશ્ય જરૂર છે. આવો જે નિશ્ચય અને આવી છે તેની ધારણા તે જ સમ્યકત્વ છે. શુદ્ધ દેવાદિક તત્ત્વત્રયીને માનવાનું તો તેના સાધન તરીકે જ સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર જો કે મોક્ષમાર્ગને અંગે આવશ્યક છે, પણ તે બંને સમ્યગદર્શનની પછીજ આવનારાં અને સમ્યગદર્શનના ફળરૂપ છે અને તેથીજ સમ્યગદર્શનને દરેક શાસ્ત્રકાર બીજરૂપે જણાવે છે. આવા સમ્યગ્દર્શનને પામેલો ભવ્ય, આસ્તિક એવો જીવ સંસારસમુદ્રથી તરવાનાં સાધનો મેળવવા, તેની સેવા કરવા માટે એટલો બધો તલ્લીન થાય તે હકીકત આ ઉપર જણાવેલ હકીકતને બરોબર સમજનારોજ જાણી શકે.