Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૮૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૬-૧ ૨-૩૪
અંતર્મુહૂર્ત માત્ર પણ આવેલાએ ત્રણે ભવિષ્યમાં જરૂર ફાયદો કરે છે. વ્યાજે અપાયેલાં નાણાંને આપણે કાંઈ ગયેલાં નાણાં સમજતા નથી. એકવાર થયેલું સમ્યકત્વ નાશ પામે તો પણ એ સમ્યકત્વ અર્ધપુગલ પરાવર્તમાં ફલ આપ્યા વગર રહેવાનું નથી. હવે તમને વિચાર થશે કે નિગોદમાં જીવોના ભાગ જુદા છે ? સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્રથી પડેલા જુદા હોય તેવું છે? પડેલો હોય તેણે ધ્યાન રાખવું કે ત્રણથી પડીને બહાર તો શું પણ નિગોદમાં રહેલા જીવો પાંચમે અનંત છે, અભવ્ય જીવો ચોથા અનંત છે, જ્યારે સમ્યગદર્શનથી પડેલા પાંચમે અનંત છે, આ ઉપરથી વિચારજો કે પડેલા કેટલા? તેથી ધર્મી આત્મા તો વધારે મજબૂત થાય. ચીકણી માટીમાં બે જણને લપસેલા દેખીને વધારે સાવચેતી રાખો છો કે નહિ ? એવી રીતે કોઈને સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્રથી પડેલા દેખીને ધમાં વધારે સાવચેત થાય છે. નિગોદમાં પડેલા અનંતા નિગોદોથી જુદા નથી. જ્યારે નિગોદો જુદા નથી ત્યાર પછી એમાંથી પડેલા વીણાય અને હાથ આવે શી રીતે ? મુંઝારો (સન્નિપાત) થયેલ પંડિત અને મૂર્ખમાં ફરક નથી પણ મુંઝારો મટે (દૂર થાય) એટલે પંડિત એ પંડિત અને મૂર્ખ એ મૂર્ખ. પહેલાં જેઓ પામેલા છે તેઓના સંસ્કાર નિગોદમાં ગયા છતાં નાશ પામતા નથી, તેથી અર્ધપુદ્ગલપરાવર્તમાં એને બહાર નીકળી મોક્ષે જવાનું થાય છે. સિદ્ધ થયું કે ધર્મ પોતાનું મુખ્ય ફળ આપ્યા વિના રહેતો જ નથી. આ વાતની આપણને દરકાર નહિ હોવાને લીધે આપણું બચ્ચે ધર્મરહિત થાય તેની આપણને દરકાર રહેતી નથી. છોકરો એક દિવસ મોંફાટ ન બોલે તો પગથી માથા સુધી ક્રોધે ભરાય, અને ધર્મ ન કરે તો કાંઈ થતું નથી કારણ કે આપણને જ હજી ધર્મની કિંમત થઈ (લાગી) નથી, માટે ધર્મ કરવાવાળાને ધર્મનું સ્વરૂપ, એની કિંમત સમજવાની ઘણી જ જરૂર છે. સંપત્તિ મેળવી આપનાર પણ ધર્મ છે, વિપત્તિ ટાળનાર પણ ધર્મ છે. એ ધર્મ કોનો કહેલો છે, એનું સ્વરૂપ શું, એનું વાસ્તવિક ફળ શું એ ધર્મ કરનારે જરૂર જાણવું જોઈએ.
જાહેર ખબર
ટૂંક સમયમાં પ્રગટ થશે.
નવા છપાતા ગ્રંથો. ૧. તત્તરંગિણી.
૧. આચારાંગવૃત્તિ. ૨. લલિતવિસ્તરા.
૨. ઉપદેશ માલા અપરનામ પુષ્પમાલા. ૩. સિદ્ધપ્રભા બૃહદવ્યાકરણ. ૩. તત્ત્વાર્થસૂત્ર શ્રી હરિભદ્રસૂરિ ટીકા.
૪. ભગવતીજી શ્રી દાનશેખરસૂરિ વૃત્તિ. શ્રી જૈનાનંદ પુસ્તકાલય, ગોપીપુરા, સુરત.