Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૮૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૬-૧૨-૩૪ સ્થિતિએ સ્ત્રીઓનો ત્યાગ કર્યો અને મારે કાંઈ નથી છતાં હું એને માટે પ્રયત્ન કરું છું. તરત એ બચી ગયો. કહેવાનો મતલબ એ કે તે વખતે બચાવ કેટલો હતો ! સંશયો દૂર કરી સ્થિર કરવાવાળા કેવળી મહારાજ મોજુદ હતા. વળી, ધર્મનું ફળ પણ તે વખતે પ્રત્યક્ષ દેખાતું હતું ધર્મ કરેલો મનુષ્ય દેવતા થયો હોય તે જ્યારે પોતાની નજરે દેખાય તો સદ્ગતિના કારણભૂત ધર્મ પર શ્રદ્ધા કેમ ન થાય ? કેવળજ્ઞાન વિગેરે પણ ધડાધડ થતા હતા. આત્મીય કે પૌદ્ગલિક ફળ કે હાનિ એ વખતે પ્રત્યક્ષ (નજરો નજર) દેખાતા હતા તેવા વખતમાં ધર્મ કરવાનું મન કેમ ન થાય ? એવા વખતે ધર્મની પ્રવૃત્તિ કરવી મુશ્કેલ કે સહેલી? આ જ નથી કોઇ કેવળી, નથી કોઈ શ્રુતકેવળી કે મન:પર્યવજ્ઞાની કે અવધિજ્ઞાની કે ધર્મનું ફળ કે પાપનું નુકશાન નજરે દેખવાનો વખત (તેવું સાધન) નથી તેવા વખતમાં ધર્મ કરનારા કેટલા મજબુત સમજવા! આવા વખતમાં માલમિલકત કુટુંબકબીલાને વોસિરાવી દઈ (ત્યાગ કરી) જિંદગી અર્પણ કરવી એ કઈ દશાએ થાય ! આરંભ, પરિગ્રહ, મિલકત, કુટુંબ પ્રત્યે મોહ હોય તેનો ભોગ ક્યારે અપાય ? આત્માનો નિશ્ચય હોય, આત્મકલ્યાણની અભિલાષા તીવ્ર જાગી હોય, ધર્મથી જ આત્મકલ્યાણ છે એવી દઢ શ્રદ્ધા હોય તો જ એ બને. પોતાના આત્માને ધર્મ માટે જ્યારે એવો તૈયાર કર્યો હોય ત્યારે જ આત્મા વિષયો છોડવા તૈયાર થઈ શકે. પહેલાંના (એ વખતના) ત્યાગી કરતાં અત્યારના ત્યાગી વધારે ધન્યવાદને પાત્ર છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ધર્મના રક્ષણાર્થે જોવાના છે, નાશ માટે નહિ.
સત્યના ભોગે જુકાનું રક્ષણ ન થાય. કેરીના ટેસ્ટવાળા રસનેંદ્રિય છૂટી રાખવા માટે કેરી ખાવા માટે આદ્ર નક્ષત્ર બેઠા પછી કેરી આવે ત્યાં ખાવી એવું કહે છે-કાલની ગણત્રી કેંદ્રથી હોય છે. રાત્રિભોજન છોડવાનું મધ્ય ક્ષેત્રની મર્યાદાએ છે. અઢીદીપની બહાર જ્યાં રાત્રિદિવસ સરખા છે એટલે કે સૂર્યચંદ્ર આથમતા નથી, ત્યાં તિર્યંચને જાતિસ્મરણ થાય અને વિરતિ આદરે તો મધ્યક્ષેત્રની અપેક્ષાએ રાત્રિદિવસની મર્યાદાએ ભોજનાદિ કરે. જ્યાં સૂર્યચંદ્ર આથમતા નથી, જ્યાં રાત્રિદિવસનો ભેદ નથી ત્યાં ચોવીસે કલાક ખાવામાં અડચણ શી હતી ? અઢીદ્વીપની બહાર જ્યાં કાલનો નિર્ણય નથી થયો ત્યાં અહીંના કાલનો નિયમ રાખવાનો, કારણ કે જે ધર્મનું ક્ષેત્ર હોય ત્યાંના કાળને અનુસરીને એ ગણત્રી કરાય છે. ધર્મક્ષેત્ર તે કહેવાય છે કે જેમાં તીર્થકરાદિ થતા હોય. જેમાં શાસ્ત્રકારે નિર્ણય ન કર્યો હોય ત્યાં પોતાની ધારણા આવી છે એમ કહી શકાય. એવી રીતે ન ચાલીએ તો બધા ટીપણામાં ફેર છે તો શાને અનુસરીને ચાલવું ? એટલે કેંદ્ર તરીકે સ્થાન નિર્ણિત કરવું પડશે. આજકાલ નવો વર્ગ દ્રવ્ય, ક્ષેત્ર,