Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૮૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૬-૧ ૨-૩૪
આજ્ઞાથી ત્યાં જાય છે, ભગવાનની આજ્ઞા મહાશતકને સંભળાવે છે એટલે મહાશતક શ્રાવક તરત મિચ્છામિ દુક્કડ દે છે. કહેવાની મતલબ એ છે કે જ્ઞાની ભગવાન આંખમાં તેલ (જ્ઞાનદર્શનરૂપી તેલ) આંજીને સંઘનો બચાવ જોઈ રહ્યા છે. વિચારો, મોક્ષમાર્ગે ચઢેલા પાછા ન પડે તેની કેટલી સાવચેતી ! નહિ તો ગણધરેશ શ્રીગૌતમ મહારાજાને મોકલવાની જરૂર શી હતી ? આવી સ્થિતિમાં રક્ષણ થાય તેમાં નવાઈ નથી. મેઘકુમારનું દૃષ્ટાંત વિચારો ! દીક્ષા લીધા પછી તે જ રાત્રે મેઘકુમારનો વિચાર પલટાય છે, તે સવારે ભગવાનને પૂછીને ઘેર પાછા જવાનો વિચાર કરે છે. સવારે ભગવાન પરમ ઉપકારી ભગવાન એને બોલાવે છે અને માર્ગે લાવે છે. જગતભરમાં ક્યાંય આ વાત્સલ્ય છે? રાત્રે તો મેઘકુમારે સવારે ઘેર પાછા જવાનો ચોક્કસ નિર્ણય કરેલો પણ ભગવાનને પૂછીને જવું આટલી એમાં મર્યાદા હતી. ભગવાન પોતાને જવા દેશે એ વિચાર સ્વપ્ન પણ આવ્યો હશે ? સવારે ઘેર જવાની વાત કરીશ ત્યારે ભગવાન ધર્મોપદેશ સંભળાવશે, હિતશિખામણ દેશે એમ તો ધાર્યું હશે ને? પણ નિર્ણય તો ઘેર જવાનો જ હતો ને ? હવે વિચારો કે આત્માના પતનમાં (ડૂબવામાં) કેટલું બાકી છે ? છતાં પ્રાતઃકાલે પરિસ્થિતિ આખી પલટાઇ ગઈ, અને પોતાનો એ વિચાર પોતાને જ પાપરૂપ લાગ્યો, એ વખતે વગર પૂછયે, વગર કહૈ જીવને ઠેકાણે લાવનાર ઉપકારી હાજર હતા. આજે તો પૂછેલી વાતનો ખુલાસો પૂરો થતો નથી, તો ચિંતવેલાનો ખુલાસો ક્યાંથી હોય ? હંમેશાં ખેડુત રસાળ જમીન દેખે ત્યાંજ ખેતી કરે. જે ખેડુત ઉખર અને રસાળ બેય જમીનનો સરખી દેખે તે મૂર્ખ ગણાય. ભગવાન શ્રીમહાવીરદેવે પહેલી દેશના બે ઘડી જ આપી છે. જ્યાં ફાયદો દેખાય ત્યાં એક પહોર દેશના જરૂર આપે. ક્ષણવાર પણ દેશના દેવી જોઇએ એ કલ્પ સાચવવા ભગવાને ત્યાં પ્રથમ બે ઘડીની દેશના દીધી. ભગવાને મેઘકુમારને ભવાંતરની વાત સંભળાવીને પણ ડૂબતો બચાવ્યો. તોપ ક્યારે છોડવી પડે ? તલવારથી, બીજા હથિયારથી કામ ન થાય ત્યારે તોપ વપરાય છે. સાધુથી કંટાળેલા મેઘકુમારને ભગવાન ભવાંતરની દશા સંભળાવીને ઠેકાણે લાવે છે. સાધુના પગથી પડેલી રજથી કંટાળેલો સાધુ તરફ કઈ દૃષ્ટિવાળો હોય ? તેવા પાસે કુલ વિગેરેની વાત ન કરી, “તારા જેવો રાજકુમાર દીક્ષા છોડે એ શોભે નહિ,' એમ ન કહ્યું પણ સીધી જ ભવાંતરની વાત સંભળાવી. એ વાત જ્યારે કહેવી પડે ? જ્યારે અહીંની વાતો કહેવાના તમામ સાધનો નકામા ગયા ત્યારે ને ! વિચારો કે તે કાળમાં રક્ષણ કેટલું બધું! એવું જ દૃષ્ટાંત નંદિષણના ચેલાનું-નંદિષેણ વિચારે છે કે મહારાજ રાજગૃહી પધારે તો ઠીક, મહારાજ પધારે છે, કેમકે નંદિષણના ચેલાને સ્થિર કરવો છે. નંદિષેણની સ્ત્રીઓ હંસીના ટોળાંની માફક વંદના કરવા આવે છે. આ જોઈને નંદિષેણનો ચેલો જેને ઘેર જવું છે (ઘેર જવાની ભાવના થઈ છે.) તે વિચારે છે કે મારા ગુરુએ આવી