Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૬૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૧-૧૧-૩૪ 张张张张张张张张张张张张张张张张张张张张张张张张张张张张 છે સુવિહિત સાધુઓના વિહારનાં વિવિધ ફળો.
જૈન જનતા એ વસ્તુ સારી પેઠે જાણે છે કે સંસારનો ત્યાગ કરી મોક્ષમાર્ગને સાધવામાં મશગુલ બનેલા મુમુક્ષુઓ એક સ્થાનના પ્રતિબંધવાળા હોતા નથી. શાસ્ત્રકારોએ પણ નિત્યવાસને કરનારા સાધુઓની દશા અધમતમ ગણાવી તેઓને સાધુપણાથી દૂર રહેલા જ ગણાવ્યા છે, અને તેથી જ પાસસ્થા વિગેરે પાંચ કુગુરુઓની માફક નિત્યવાસીને પણ કુગુરુની માફક જ ગણાવેલ છે. શાસ્ત્રોમાં સાધુઓના વિહારને માટે આઠ મહિનાના આઠ કલ્પ અને ચોમાસાના ચાર મહિનાનું એક કલ્પ એમ નવ કલ્પથી જ વિહાર જણાવેલો છે. જો કે દુર્ભિશ્વ, રોગ, અશક્તિ વિગેરે કારણોથી માસિકલ્પની મર્યાદાએ ક્ષેત્રાંતર ન થાય અને તેથી તેનું આભાવ્ય (માલિકીપણું) જતું નથી તો પણ દુર્ભિક્ષાદિક કારણ સિવાય શાસ્ત્રોમાં માસકલ્પની મર્યાદા જ શેષકાળ માટે નિયમિત છે, અને તેથી જ સાધુઓના દશ પ્રકારના આચારને અંગે માસિકલ્પ નામનો નવમો કલ્પ ભગવાન મહાવીર મહારાજના શાસનમાં અવસ્થિત એટલે નક્કી તરીકે માનેલો છે. દશ કલ્પને જણાવનાર શ્રીબૃહત્કલ્પ, આવશ્યક, પંચવસ્તુ, પંચાશક, પ્રવચન સારોદ્વાર યાવત્ પર્યુષણ કલ્પની વિવિધ ટીકાઓમાં શ્રી મહાવીર ભગવાનના શાસનને અંગે દશે પ્રકારના કલ્પોનું નિશ્ચિતપણું જણાવતાં માસકલ્પ નામના કલ્પનું પણ નિશ્ચિતપણે જ જણાવેલું છે. વર્તમાનમાં જે કોઈપણ સ્થળે જે કોઈપણ મહાત્મા અધિક રહે છે તેમાં જો શાસ્ત્રોકર કારણ ન હોય તો તે પ્રમાદજ ગણાય. શાસ્ત્રકારોએ રાત્રિભોજન વિરમણને છઠું જણાવેલું છે. જેમાં એવા પાંચ મહાવ્રતોનો પાક્ષિક સૂત્રમાં આલાવો જણાવતાં ૩વર્ષનત્તા વિહરામ એ વાક્ય સ્પષ્ટપણે જણાવ્યું છે અને ટીકાકારે તેની સ્પષ્ટ વ્યાખ્યા કરી છે કે વિહાર ન કરે અને માસકલ્પાદિક મર્યાદા ન સાચવે તો તે મહાવ્રતોનો અંગીકાર જ નિષ્ફળ છે. આ બધી હકીકત વિચારનાર મનુષ્ય સહેજે સમજી શકશે કે ચાતુર્માસની પૂર્ણતાએ દરેક સાધુ જ્યાં ચતુર્માસ કર્યું હોય તે ક્ષેત્રથી વિહાર કરવાને તૈયાર થાય તેમાં જ તેમના સાધુપણાની રક્ષા છે.
ઉપર જણાવ્યા પ્રમાણે સાધુઓને વિહાર કરવો આવશ્યક હોવાથી જ શાસ્ત્રકારોએ વિહાર કરતાં માર્ગમાં આવતી નદીના ઉલ્લંઘનની અને કદાચ વધારે પાણી હોય અને બીજેથી કરીને ન જવાય તેમ હોય તો વહાણ વિગેરે દ્વારાએ પણ નદી ઓળંગવાની છૂટ આપી છે, અને તેથી જ શાસ્ત્રકારો ન ફક્તમય એમ કહી નદી ઉતરનારો ત્રિલોકનાથ તીર્થકરની આજ્ઞામાં જ છે, પણ આજ્ઞાને ઓળંગનાર નથી એમ સ્પષ્ટ જણાવે છે. ભગવાન જિનેશ્વર મહારાજનું તાત્પર્ય નદીના જલના જીવોની વિરાધના ઉપર નથી, પરંતુ તેવી રીતે નદી ઉતરીને પણ સાધુએ અપ્રતિબદ્ધ વિહારી રહેવું જોઈએ એમ જણાવી સાધુઓના અપ્રતિબદ્ધ વિહારીપણામાં જ તાત્પર્ય રાખેલું છે. આ ઉપરથી જેઓ એકાંત દ્રવ્યહિંસાના જ પરિવારમાં